વૃદ્ધિ અને વિકાસ વચ્ચે તફાવત

🔊 Listen
Press Play to listen.

 


«     વૃદ્ધિ અને વિકાસ વચ્ચે તફાવત :


વૃદ્ધિ (Growth)
Growth of Child
  1. વૃદ્ધિ એટલે કુદરતી રીતે વધારો થાય તે.
  2. વૃદ્ધિ એટલે ફક્ત કદમાં થતો વધારો.
  3. શરીરની ઊંચાઈ વધાવી, વજન વધવું, કાળ વધવું, બુદ્ધિ વધાવી વગેરે વૃદ્ધિના ઉદાહરણો છે.
  4. વૃદ્ધિ એટલે કોષોની સંખ્યામાં વધારો થાય તે. આમ તે સરળ બાબત છે.
  5. વૃદ્ધિમાં વિકાસનો સમાવેશ થતો નથી.
  6. શરીરના અવયવોની પુખ્તતા પ્રાપ્ત થતાં વૃદ્ધિ અટકી જાય છે.
  7. વૃદ્ધિ પ્રત્યક્ષ જોઈ કે અનુભવી શકાય છે.
  8. વૃદ્ધિનું માપન સરળ છે. 


વિકાસ (Development)
Development of Child
  1. વિકાસ એટલે શારીરિક અને માનસિક ફેરફારોના એકીકરણ દ્વારા ક્ષમતા પ્રાપ્ત થવી તે.
  2. વિકાસ એટલે વ્યવસ્થિત અને સર્વાંગી ફેરફારોની પરંપરા
  3. વ્યક્તિ ફૂટબોલ રમતાં શીખે, સતેજ પરથી બોલતાં શીખે, તર્ક દ્વારા પ્રશ્નો ઉકેલે વગેરે વિકાસનાં ઉદાહરણ છે.
  4. વિકાસમાં આનુષંગિક અનેક બાબતો સંકળાયેલ હોઈ તે એક જટિલ બાબત છે.
  5. વિકાસમાં વૃદ્ધિનો સમાવેશ થઇ જાય છે.
  6. વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે.
  7. વ્યક્તિના વિવિધ પ્રવૃતિઓને આધારે વિકાસ વિશે જાણી શકાય છે.
  8. વિકાસનાં માપન માટે વિવિધ પ્રયુક્તિઓ કે કસોટીઓ વિકસાવવી પડે છે. 




No comments:

Post a Comment