शनिवार, 12 सितंबर 2020

સિનેકટિક્સ મોડેલ દ્વારા સર્જનાત્મકતા વિકાસ (Development Of The Creativity By Synectics Model)

 Que. : સિનેકટિક્સ મોડેલ દ્વારા સર્જનાત્મકતા વિકાસ :

 * પ્રસ્તાવના :
-      સર્જનાત્મકતા   એક વિચાર કૌશલ્ય છેઅને  સર્જનાત્મક વિચાર  ઉચ્ચતર માનસિક કાર્ય છે અને સર્જનાત્મક નીપજ  માનવ સિધ્ધિની ચરમ સીમા છે.
-    ગોર્ડને (1961) સિનેકટિક્સ દ્વારા સર્જનાત્મકતા વિકસાવવાની પધ્ધતિ આપી છેસિનેકટિક્સ  સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલ તરફ ઝડપથી જવાના અનેક રસ્તાઓમાંનો એક છે.

·      * સિનેકટિક્સનો અર્થ :
-    ડિક્શનરીમાં Synectics નો અર્થ ‘Connected with Syntax’ અર્થાત ‘સીન્ટેક્સ સાથે સબંધિત’. આમ સિનેકટિક્સનો અર્થ થાય છે, “ભિન્ન તત્વોને જોડવા”.
-    તે િચારકને જુદાં-જુદાં દૃષ્ટિબિંદુઓથી સમસ્યાના વિશ્લેષણમાં મદદગાર થવા સરખામણીઓ અને અલંકારોનો ઉપયોગ કરતી સર્જનાત્મક વિચાર પ્રયુક્તિ છે.
-    સરળ અર્થમાં જોઈએ તો – ‘વાક્યમાં શબ્દ અને શબ્દસમૂહ ગોઠવવાના નિયમોનું પાલન.’
-    ઉદાહરણ :-
(૧) નદી ચરે કિનારા છે પર ગાય ઘાસ. (અર્થ શા માટે ન મળ્યો ?)
(૨) ગાય નદી કીમારા પર ઘાસ ચરે છે. (અર્થ શા માટે મળ્યો ?)


-     પ્રથમ વાક્યમાં જવાબ ન મળવાનું કારણ તેના વાક્યના શબ્દોની અસ્ત-વ્યસ્ત ગોઠવણી હતી.
-     બીજા વાક્યના જવાબ મળવાનું કારણ બધાં શબ્દો પરસ્પરના આર્થી સંબોધો, વ્યાકરણિક સંબંધો અને ક્રમ જાળવીને ગુંથાયા છે.
-     આપણે તેને વાક્યવિન્યાસ કહીએ છીએ. સંસ્કૃતમાં તેને અન્વિતિ કહેવામાં આવે છે. આ વાક્યવિન્યાસમાં પાયાની બાબત છે ‘સંબંધ’.
-     ગોર્ડને પણ વાક્ય રચનાની આ શૈલીને જરૂરિયાતને આધારે સર્જનાત્મકતાના વિકાસની પ્રયુક્તિ રચી.
-     તેમણે વાક્ય વિન્યાસમાં જુદા-જુદા શબ્દોને સંકાળનાર કે અર્થ આપનાર સંબંધોને પકડ્યા.
-     તેણે એ પણ જાણ્યું કે જો જુદા-જુદા ઘટકો-તત્વો કે શબ્દો વચ્ચે યોગ્ય સંબંધ ગૂંથણી થાય તો જ સમગ્રનું દર્શન, અર્થ મળી શકે છે.
-     માટે જો અધ્યેતાને જુદા-જુદા તત્વો કે ઘટકો કે અંગો વચ્ચે જુદી-જુદી નવતર રીતે સંબંધોના જાળા રચતા શીખવી શકાય.
-     તો નવા-નવા અર્થો, સ્વરૂપો, રૂપકો અને આકારો મળી શકે.
-     આ પાયાની વાતોના આધારે તેમણે સર્જનાત્મકતાના વિકાસ માટેનું સિનેકટિક્સ મોડલ રચ્યું.
·       સર્જનાત્મકતાના વિકાસ માટે ગોર્ડને આપેલ સિનેકટિક્સ મોડેલ :    

-     સિનેકટિક્સ નો અર્થ છે જુદા-જુદા ઘટકો ંશો, તત્વો, વિચારો કે પુદગળોને નવતર રીતે જોડવા, તેમાં સંબંધ સ્થાપવો.
-     આ સંબંધ સ્થાપવાની રીતે એક ને માત્ર એક ન હોઈ શકે. જેટલી વ્યક્તિ તેટલી સંબંધ તરાહો હોઈ શકે.
 
>    ઉદાહરણ :-
અધ્યેતાઓને ઉદ્દીપન રૂપે ‘શિક્ષક’ શબ્દ આપવામાં આવે. તથા સૂચવવામાં આવે કે ‘શિક્ષક’ શબ્દ સંભાળતા તમારા મનમાં જે જે વિચારો આવે તે ઝડપથી નોંધો તો આવાં પ્રતિચારો મળી શકે -- 

-    શિક્ષક એટલે માસ્તર
-    શિક્ષક એટલે માળી
-    શિક્ષક એટલે માતા
-    શિક્ષક એટલે ટ્યુશનિયો
-    શિક્ષક એટલે ફોજદાર
-    શિક્ષક એટલે નેતા
-    શિક્ષક એટલે જ્ઞાનગંગા
-    શિક્ષક એટલે શેખચલ્લી
-    શિક્ષક એટલે દર્શક

-    શિક્ષક એટલે ફિલોસોફર....વગેરે વગેરે  

·     સિનેકટિક્સની રચના પ્રક્રિયા :
સિનેકટિક્સ મોડેલનું માળખું ઘટકોનું રચાયેલું છે આ ઘટકો સંબંધો દર્શાવે છે. તેથી એમ કહી શકાય કે સિનેકટિક્સ મોડેલમાં ચાર પ્રકારના સંબંધોનો સમાવેશ થાય છે. જેવા કે –
1.    તરંગી સમસંબંધ (Fantasy Analogy)
2.    પ્રત્યક્ષ સમસંબંધ (Direct Analogy)
3.    વૈયક્તિક સમસંબંધ (Personal Analogy)
4.    સાંકેતિ સમસંબંધ (Symbolic Analogy)
ઉપર જે રૂપકો ‘શિક્ષક’ વિશે રજૂ થયા છે તેમાં આ ચારેય પ્રકારના સમસંબંધોના ઉદાહરણો મળી શકે તેમ છે.
>     જેમ કે, -    
-   ‘શિક્ષક એટલે શેખચલ્લી’ એ તરંગી સમસંબંધનું ઉદાહરણ છે.
-   ‘શિક્ષક એટલે માળી’ એ સાંકેતિક સમસંબંધનું ઉદાહરણ છે.
-   ‘શિક્ષક એટલે ફોજદાર’ એ વૈયક્તિક સમસંબંધનું ઉદાહરણ ગણાય.
-   ‘શિક્ષક એટલે માતા’ એ પ્રત્યક્ષ સમસંબંધનું ઉદાહરણ ગણાય.
આમ, સિનેકટિક્સ મોડલ ફોર સર્જનાત્મક વિચાર શક્તિની ખીલવણીનું માળખું.
- આ ચારેય પ્રકારના સમસંબંધોને સ્વીકારે છે માટે તે પ્રકારના વિચારો-રૂપકો કે અન્ય કોઈ અલંકારોને અવગણવાના નથી
·            સિનેકટિક્સ મોડેલની મનોવૈજ્ઞાનિક આધારશિલા:
 ગોર્ડને પોતાના આ અભિગમમાં સર્જનાત્મકતાના મનોવૈજ્ઞાનિક આધારો આ પ્રમાણે આપ્યાં છે.
  1.   રૂપક રચાના પ્રક્રિયા જોઈએ તો જાગૃત અવસ્થામાં જ રૂપક સર્જન થઇ શકે છે. એટલે કે સર્જનાત્મક વિચાર માટે વિશેષ પ્રકારે જાગૃતિ દાખવવી પડે છે. તેથી આ મોડેલે વ્યક્તિ કે વ્યક્તિઓના સમુહની ચૈતસિક (માનસિક) જાગૃતિને આધારે સર્જનાત્મકતા વિકસાવે છે. તરંગ પણ અજાગૃત અવસ્થામાં થઇ શકતો નથી.
  2.  રૂપકોની રચના કરતી વખતે બૌધ્ધિકતા કરતાં સંવેગિકતા વધુ ભાગ ભજવે છે.
દા.ત.,-
-    ‘શિક્ષક એટલે ફોજદાર’ એવું રૂપક મળ્યું તો ત્યાં બુધ્ધિ કરતાં સંવેગ-આવેગે વધુ ભાગ ભજવ્યો છે. જે શિક્ષકે અધ્યેતાના લાગણીતંત્રને છંછેડ્યુ હોય તે અધ્યેતાને શિક્ષકમાં ફોજદાર દેખાય એ સ્વાભાવિક છે. બુધ્ધિથી એ અધ્યેતા વિચાર કરે તો તે શિક્ષકને ફોજદાર ગણવા તૈયાર જ ન થાય.
-    બુધ્ધિ કરતાં લાગણીની જેમ જ તાર્કિકતા કરતાં અતાર્કિકતાનું મહત્વ વધુ છે. મનોવૈજ્ઞાનિક સંશોધનો એવું પુરવાર કરે છે કે તાર્કિકતા વિચારને નિયંત્રિત કરે છે. વિચાર પ્રવાહને એકોન્મુખી બનાવે છે.
  

-    અતાર્કિકતાના ધરાતલ પર વિચારો સ્વાતંત્ર્યથી, મુક્ત રીતે સંચરણ કરી શકે છે ને અતાર્કિકતા વિચાર પ્રવાહને એકોન્મુખી (ડાયવરઝન્ટ થીંકિંગ) બનાવે છે. તેણે પરિણામે એક જ અધ્યેતા શિક્ષક માટે માતાનું રૂપક આપે છે. ને એ જ અધ્યેતા શિક્ષક માટે જ્ઞાનગંગાનું રૂપક પણ આપે છે. ને એ જ અધ્યેતા શક્ષક માટે ટ્યૂશનિયોનું રૂપક પણ આપે છે. 
  
-    ત્રણેયની અર્થ સંકલ્પના, કાર્ય સંકલ્પના અને વ્યક્તિ અંગે વિચારીએ તો ત્રણે તદ્દન અસમાન છે.
-    માતાનું કાર્ય અને ટ્યૂશનિયાના કાર્યમાં તફાવત છે. માતા પોતાના કાર્ય માટે પૈસા નથી લેતાં જયારે ટ્યૂશનિયા લે છે.
-    આમ આ બંને પ્રકૃતિત: ભિન્ન ભિન્ન હોવાં છતાં ‘શિક્ષક’ માટે ભિન્ન રૂપકો એક જ અધ્યેતા પાસેથી મળે છે.
-    આવાં પ્રતિચારો મળવાનું કારણ એ છે કે તેમાં તાર્કિકતા કરતાં અતાર્કિકતાએ વધુ ભાગ ભજવ્યો છે.
    3. અતાર્કિકતાનો વિધેયાત્મક ઉપયોગ કરવામાં આવે તો અતાર્કિક અને સાંવેગિક પ્રક્રિયાનું  પૃથક્કરણ વ્યક્તિ કે જૂથને સર્જનાત્મકતા વધારવામાં ઉપયોગી બની શકે. અતાર્કિકતાઓનાં પાસાંઓને સમજી શકાય છે અને જાગૃતતાપૂર્વક નિયંત્રણ કરી શકાય છે.
                   આ અભિગમમાં અતાર્કિકતાને રૂપક (Metaphor) અને સમસંબંધો (Analogy) નો ઈરાદાપૂર્વક ઉપયોગ કરીન્બે નિયંત્રિત કરવામાં આવે છે.  
>       રૂપક પ્રવૃતિઓ દ્વારા સર્જનાત્મકતા જાગૃત રીતે થતી પ્રક્રિયા બને છે. તેમાં એકનો બીજાની જગ્યાએ ઉપયોગ કરીને, એક વસ્તુને વિચારની બીજી વસ્તુ કે વિચાર સાથે સરખાવીને સમાનતાનો સંબંધ સ્થાપિત કરવામાં આવે છે. આ સ્થાનપૂર્તિ (Substitution) દ્વારા અજ્ઞાતને જ્ઞાત સાથે જોડીને અથવા જ્ઞાનમાંથી નવા વિચારો (idea) ઉત્પન્ન કરીને સર્જનાત્મક પ્રક્રિયા ઉત્પન્ન કરી શકાય છે.
------------------------------

·        સંદર્ભ સાહિત્ય :
>    અધ્યયન અધ્યાપન પ્રક્રિયા
પ્રિડૉ. રવીન્દ્ર અંધારિયા
(વરિષેણ પ્રકાશન)
>   અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાનું મનોવિજ્ઞાન
ડૉ.નનુભાઈ એસ. દોંગા
           (નીરવ પ્રકાશન) 

0 comments:

एक टिप्पणी भेजें