PDEM लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
PDEM लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

शनिवार, 12 सितंबर 2020

Different Types Of Organisation

 Different Types Of Organisation :

[સંસ્થાના (શાળા) પ્રકાર ]

(1) Government School (સરકારી શાળા) :

-     બધાં જ પ્રકારનાં ફંડ સરકાર તરફથી પ્રાપ્ત થાય છે.
-     બધાં જ સંચાલનો/વ્યવસ્થાઓ સરકાર દ્વારા નક્કી થાય છે.
-     પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણના સ્તરના શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે.
-     ગામડાં વિસ્તારની પ્રાથમિક શાળાનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણ દ્વારા થાય છે.
-     તેમાં આચાર્ય માટે નાણાંકીય સ્વતંત્રતા હોતી નથી.
-     તેમાં નવા શિક્ષકની નિમણુંક સરકાર દ્વારા જ કરવામાં આવે છે.
-     કર્મચારીનો પગાર સરકાર શ્રી દ્વારા જ ચૂકવવામાં આવે છે.
-     આચાર્ય માટે ઘણાં નાના પાયે વહીવટ માટે સ્વતંત્રતા હોય છે.
-     દા.ત.,- કોર્પોરેશનની શાળાઓ, નગર પ્રાથમિક શાળા, નવોદય વિદ્યાલય.

(2) Government Granted School/ Gov. Based School :

-        વીજળી બિલ, પગાર, ઝેરોક્ષ વ્યવથા, સ્ટેશનરી, સંલગ્ન ગ્રાન્ટ, વર્ષ દરમિયાનનો ટેક્ષ, વગેરે માટે સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે. (એટલે કે નીભાવ ખર્ચ)
-        આ બધાં ખર્ચમાંથી બચતા નાણાંમાંથી શાળાની અભ્યાસને લગતી સામગ્રીઓ ખરીદી શકાય છે.
-        શાળાનું સંચાલન ટ્રસ્ટ દ્વારા થાય છે.

(3) Semi Government School :

-        આ પ્રકારની શાળાઓ નથી સરકારી પ્રકારની હોતી કે પછી કાયદાકીય ટ્રસ્ટ નથી હોતા.
-        તેમાં પરોક્ષ (indirect) રીતે ફંડ સરકાર દ્વારા મળે છે.
-        આચાર્યન થોડી સ્વતંત્રતા ધરાવે છે.
-        તે સરકારી કે ખાનગી શાળા નથી હોતી.

(4) Private School (ખાનગી શાળા) :

-          આ પ્રકારની શાળા ફંડ ઉપર ચાલે છે.
-          સંચાલનની કાર્યવાહી ખાનગી ટ્રસ્ટ દ્વારા થાય છે.
-          આ પ્રકારની શાળાને સરકાર તફથી કોપણ પ્રકારનાં લાભ મળતા નથી.
-          આ પ્રકારની શાળાઓ વિદ્યાર્થી પાસેથી ફી સ્વરૂપે નાણા મેળવે છે.
-          આ પ્રકારની શાળાના નિયમો તેના પોતાનાં દ્વારા રચવામાં આવે છે. તે તેમ કરવા માટે સ્વતંત્રતા ધરાવે છે.
-          તે પોતાનાં નિયમો, ધ્યેય, વિઝન સ્વતંત્ર રીતે ઘડી શકે છે.
-          તે પોતાની શાળાની ફી નક્કી કરવા માટેની પણ છૂટ ધરાવે છે.
આમ, શાળાના મુખ્ય ચાર પ્રકારની જોવા મળે છે.