તુચ્છ જીવાત્મા
- Kaushalya
__________
હે જીવાત્મા
જરા વિચાર કરી લે
તારા નિજ હલકા કર્મ થી
તારું કર્મ નું ભાથું ન બાંધ
પ્રભુ ના જનને સતાવવાનું છોડી દે
એટલું જાણ કે
આજે કરેલા કર્મ તારા
આવતી કાલે સંચિત થયી
પ્રારબ્ધ બની ફરી વળશે
ત્યારે તારું કઈ નહિ ચાલે
ત્યાં તારા બુદ્ધિના તર્કો નકામાં થાશે
સ્વાર્થી બુદ્ધિ સાથ નહીં આપે
જરા વિચાર કરી લે
સંતો ની વાણી છે
જેનું ઘર કાચ નું હોય,
તે બીજાના ઘર પર પથ્થર નો મારે
હે તુચ્છ જીવાત્મા
તને સંતોષ ક્યાંય નહીં મળે
તારા મનને શાંતિ ક્યાંય નહીં મળે
તારા હૈયાને હામ નહીં મળે
ન્યાયના દેવતાનો ખૌફ રાખ
નહીં તો તારા કર્મો જ
તારી અધોગતિનું મૂળ કારણ બનશે.
જરા વિચાર કરી લે
તારે કઈ દિશામાં પગ માંડવા
અધોગતિ કે ઉત્થાન તરફ
એક ક્ષણ માટે થોભી જા
અને દ્રષ્ટિપાત કર આ સૃષ્ટિ પર
નથી રહ્યા રાવણ ના રાજ,
નથી રહી કંસ ની નગરી,
નથી રહી હિરણ્યકશ્યપ ની હસ્તી,
નથી રહી શકુની ની સત્તા,
ઉદાહરણ લે ઈતિહાસ થી
ચિરસ્થાયી ને સાસ્વત છે શું.
જરા વિચાર કરી લે
તું સમજે.. તું છલે છે જગને
પરંતુ હકીકત તો એ છે કે
જગની આડમાં તું પોતાની જાતને જ છલે છે
હે જીવાત્મા
જરા વિચાર કરી લે
જે સુખની મહેચ્છાથી કરે તું આ કર્મ
એ સુખ નહીં આવે સાથે તારી
કાળ બની મુત્યુ જયારે આવશે
નહિ ચાલે તારી દલીલો
સગા-સંબંધી સ્મશાન સુધી છોડશે
ઘરના તારા મહિનો અશ્રુ વહાવશે
ત્યારબાદ ભૂલી જશે તુજને હર કોઈ
ફક્ત આવશે સાથે તારા કર્મ
ત્યારે તારા કર્મોનું સરવૈયું નીકળશે.
માટે સમજી જા
હે જીવાત્મા
દુષ્કર્મો ત્યજી સત્કર્મો કર..
_
અસ્તુ
હે જીવાત્મા
જરા વિચાર કરી લે
તારા નિજ હલકા કર્મ થી
તારું કર્મ નું ભાથું ન બાંધ
પ્રભુ ના જનને સતાવવાનું છોડી દે
એટલું જાણ કે
આજે કરેલા કર્મ તારા
આવતી કાલે સંચિત થયી
પ્રારબ્ધ બની ફરી વળશે
ત્યારે તારું કઈ નહિ ચાલે
ત્યાં તારા બુદ્ધિના તર્કો નકામાં થાશે
સ્વાર્થી બુદ્ધિ સાથ નહીં આપે
જરા વિચાર કરી લે
સંતો ની વાણી છે
જેનું ઘર કાચ નું હોય,
તે બીજાના ઘર પર પથ્થર નો મારે
હે તુચ્છ જીવાત્મા
તને સંતોષ ક્યાંય નહીં મળે
તારા મનને શાંતિ ક્યાંય નહીં મળે
તારા હૈયાને હામ નહીં મળે
ન્યાયના દેવતાનો ખૌફ રાખ
નહીં તો તારા કર્મો જ
તારી અધોગતિનું મૂળ કારણ બનશે.
જરા વિચાર કરી લે
તારે કઈ દિશામાં પગ માંડવા
અધોગતિ કે ઉત્થાન તરફ
એક ક્ષણ માટે થોભી જા
અને દ્રષ્ટિપાત કર આ સૃષ્ટિ પર
નથી રહ્યા રાવણ ના રાજ,
નથી રહી કંસ ની નગરી,
નથી રહી હિરણ્યકશ્યપ ની હસ્તી,
નથી રહી શકુની ની સત્તા,
ઉદાહરણ લે ઈતિહાસ થી
ચિરસ્થાયી ને સાસ્વત છે શું.
જરા વિચાર કરી લે
તું સમજે.. તું છલે છે જગને
પરંતુ હકીકત તો એ છે કે
જગની આડમાં તું પોતાની જાતને જ છલે છે
હે જીવાત્મા
જરા વિચાર કરી લે
જે સુખની મહેચ્છાથી કરે તું આ કર્મ
એ સુખ નહીં આવે સાથે તારી
કાળ બની મુત્યુ જયારે આવશે
નહિ ચાલે તારી દલીલો
સગા-સંબંધી સ્મશાન સુધી છોડશે
ઘરના તારા મહિનો અશ્રુ વહાવશે
ત્યારબાદ ભૂલી જશે તુજને હર કોઈ
ફક્ત આવશે સાથે તારા કર્મ
ત્યારે તારા કર્મોનું સરવૈયું નીકળશે.
માટે સમજી જા
હે જીવાત્મા
દુષ્કર્મો ત્યજી સત્કર્મો કર..
_
અસ્તુ
एक दिन पास के जंगल में राजा जी शिकार करने के लिए अपने वज़ीर और सिपाही के साथ गए। शिकार की ढूंढ़ में तीनो बिछड़ गए। एक-दुसरे की शोध में वो आगे बढे।