शनिवार, 12 सितंबर 2020

કોમ્પ્યુટર તાલીમ [Computer Training]

 

«   કોમ્પ્યુટર તાલીમ [Computer Training]

v   પ્રસ્તાવના :

સમાજના વિકાસની સાથે તાકનિકીનો શિક્ષણમાં વિનિયોગ કરવાથી એક નવી વિકસતી શાખા શૈક્ષણિક તકનિકીની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. આ વિકસતી શાખા છે. કારણ કે, જે તે સમયના સમાજની ભૌતિક આવશ્યકતાઓ અને અનુકૂળતાઓની તેની ઉપર અસર પડવાની જ છે. સમાજનો જેમ-જેમ વિકાસ થતો જશે તેમ-તેમ તકનિકી અને છેવટે શૈક્ષણિક તકનિકીનો વિકાસ પણ થતો રહેવાનો. તેથી જ, જેમ-જેમ તકનિકી નો વિકાસથતો જાય છે તેમ-તેમ તેની શૈક્ષણિક ઉપયોગીતા અંગેનો વૈજ્ઞાનિક અભ્યાસ વધુ ગંભીરતાપૂર્વક થાય છે.
કમ્પ્યુટરની વધતી જતી ઉપયોગીતા અને વપરાશ બાદ આજે કોમ્યુટર એ કોઈ ચોક્કસ ક્ષેત્ર પૂરતું માર્યાદિત ન રહેતા કેલ્ક્યુલેટર અને મોબાઈલ ની જેમ બધાં માટે ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. કમ્પ્યુટર એ માત્ર જ્ઞાન, જાણકારીનો વિષય કે વસ્તુ નથી, તેમાં કૌશલ્ય પ્રાપ્ત કરી યોગ્ય સર્જનાત્મકતા કેળવાય તે આવશ્યક છે. એ માટેનો ખાસ દૃષ્ટિકોણ જરૂરી છે.
શિક્ષણ ક્ષેત્રે પણ કમ્પ્યુટર સાથે કામ લેવાની આવડત એ એક પાયાની જરૂરીયાત બની ગઈ છે. ત્યારે કમ્પ્યુટર ક્ષેત્રે સારી એવી જાણકારી મેળવી લેવી એ એક શિક્ષક તરીકે વ્યવસાયિક સજ્જતાનું લક્ષણ છે.
આ ક્ષેત્ર શિક્ષકોને પારંગત કરવા માટે શિક્ષકોને તેમની તાલીમ દરમિયાન જ કમ્પ્યુટરની તાલીમ મળે તે અત્યંત જરૂરી થઇ પડ્યું છે અને આ કામ માત્ર શિક્ષક-શિક્ષણ જ કરી શકે.

v   કોમ્પ્યુટર તાલીમ આયોજન :

à   શિક્ષક-શિક્ષણમાં તાલીમ દરમિયાન કમ્પ્યુટર તાલીમનું પણ આયોજન થાય તેવા હેતુથી સમયપત્રકની રચના જોઈએ.
à   તાલીમી સંસ્થાઓમાં સારી સ્થિતિવાળો કમ્પ્યુટર વર્ગ હોવો જોઈએ.
à   વ્યવસાયલક્ષી ક્ષમતા ધરાવતા હોંશિયાર કમ્પ્યુટર શિક્ષકની નિમણુંક થયેલી હોવી જોઈએ.
à   તાલીમાર્થીઓ શૈક્ષણિક પાઠનું આયોજન કમ્પ્યુટર પર તૈયાર કરે તેવો આગ્રહ રાખવો જોઈએ.
à   તાલીમાર્થીઓને સતત ઉત્સાહ પ્રેરીને પોતાની પધ્ધતિનાં બે પાઠ કમ્પ્યુટર શિક્ષણથી જ આપે તેમ ગોઠવણ કરવી જોઈએ.
             આ મૂળભૂત જરૂરિયાતની સક્ષમતા મેળવવા માટે શિક્ષક શિક્ષણે હંમેશા સજાગ રહીને  અત્યંત આધુનિક કમ્પ્યુટર લેબ બનાવવી જોઈએ. જેમાં ઈન્ટરનેટના જોડાણ સાથેની બધી જ સુવિધા હોય જેમાં તાલીમાર્થીના દરરોજના તાસની ગોઠવણી થઇ શકે તેવું આયોજન કરવું જોઈએ.

v   શિક્ષક-પ્રશિક્ષણમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કમ્પ્યુટરનું મહત્વ :
શિક્ષક-શિક્ષણ પ્રશિક્ષણાર્થીઓના કમ્પ્યુટરના પાયાના જ્ઞાનની સાથે-સાથે કમ્પ્યુટર સાથે Multi Dimensional Work (બહુ આયામી કામ/વિવિધ પરિમાણીય કામગીરી) પણ કરી શકે તેવા કાર્યક્રમો કે સેમિનારો યોજીને તેમને સારી રીતે સુસજ્જ કરવા જોઈએ.
શિક્ષક-પ્રશિક્ષણમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કમ્પ્યુટરનું મહત્વ પ્રશિક્ષણ આપનાર અને લેનાર બંને ધ્રુવો માટે વિચારીશું. પ્રશિક્ષણ આપનાર આચાર્ય અને અધ્યાપક માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની ઉપયોગીતા તેમજ પ્રશિક્ષણ લેનાર તાલીમાર્થીઓ માટેની ઉપયોગીતા ક્રમશઃ નીચે મુજબ છે.

v   આચાર્ય માટે  :
à  વાર્ષિક, માસિક, અઠવાડિક, દૈનિક આયોજનની નોંધ રાખવી.
à  તાલીમાર્થીઓના આંતરિક ગુણોને રેકોર્ડ રાખવા.
à  કૉલેજનું વાર્ષિક, માસિક, અઠવાડિક કેલેન્ડર બનાવવા.
à  સહઅભ્યાસિક પ્રવૃત્તિના કામની વહેંચણીની નોંધ રાખવા.
à  સહઅભ્યાસિક પ્રવૃતિનું માસવાર આયોજન કરવા.
à  કૉલેજની પ્રવૃતિઓ વિશેની માહિતી સાચવવા.
à  પ્રાયોગિક સમયપત્રક, પરીક્ષાના પ્રશ્નપત્રો તૈયાર કરવા.
à  પરીક્ષાના સંચાલન સાથે સંબંધિત કાર્યો કરવા.
à  પરીક્ષાના પરિણામ બનાવવા અને લાંબા સમય સુધી સાચવી રાખવા.
à  જુદા-જુદા વર્ષના પરિણામની સરખામણી કરવા અને આલેખાત્મક રજૂઆત કરવા.
à  પ્રાયોગિક પાઠ ગોઠવવા માટે શાળા સંબંધિત મોટાભાગની માહિતીની તાત્કાલિક નકલ મેળવવા.
à   નવીન શૈક્ષણિક સાધનો, પ્રયુક્તિઓ અને વિચારો જાણવા અને તેની સાથે તાલ મેળવવા.
à   બુલેટિન બોર્ડ પર મુકાતી બાબતોની ગુણવત્તા વધારવા.
à   જનરલ રજિસ્ટર સંબંધી નોંધ રાખવા અને જરૂર પડે ત્યારે તરત જ એલ.સી. કાઢવા.
à   કૉલેજના કર્મચારી ગણના ફોટોગ્રાફ સાથે બાયોડેટા રાખવા.
à   તાલીમાર્થીઓના ફોટોગ્રાફ સાથે બાયોડેટા રાખવા અને સમયાંતરે અપગ્રેડ કરવા.
à   શાળાના નીતિનિયમો સવલતો વિશેષતાઓ વાલીઓ સુધી પહોંચાડવા.
à   કૉલેજમાં નોટીસ પાઠવવા.
à   દેશની વિદેશની કૉલેજો સુધીની માહિતી મેળવવા અને આપવા.
à   દેશ-વિદેશના તજજ્ઞો સાથે વિચારોની આપ-લે કરવા.
à   વિદેશમાં કામ કરતી નોંધપાત્ર શૈક્ષણિક સંસ્થાઓ સાથે સબંધ કેળવવા અને જરૂરી માહિતી મેળવવા.
à   કૉલેજની મુલાકાતે આવેલા મહાનુભાવોને કૉલેજની માહિતી દર્શાવવા.
à   આચાર્યોએ પોતે કરેલાં વિશિષ્ટ કાર્યોની નોંધ રાખવા.
à   સરકારી અને બિનસરકારી પત્રવ્યવહાર કરવા.
à   પ્રાધ્યાપક ગેરહાજર હોય ત્યારે તાસની સમસ્યા હલ કરવા.
à   કૉલેજને સર્વોપરી સ્થાને લઇ જવા.
à   શાળામાં નવીન કાર્યોના પ્લાન બનાવવા.

v   પ્રાધ્યાપક માટે :
à   વર્ગમાં શૈક્ષણિક સાધન તરીકે ઉપયોગ કરવા.
à   માત્ર શાબ્દિક માહિતી રજૂ કરવા. (દા.ત.,- કોઠા,તફાવત,નોંધ વગેરે)
à   ધ્વનિયુક્ત શાબ્દિક માહિતી રજૂ કરવા. (દા.ત.,- કોઠા,તફાવત,ચાર્ટ, લેખક, વૈજ્ઞાનિક, ઐતિહાસિક પત્ર વગેરેની સાથે શિક્ષકોના આવાજ પણ હોય.)
à   એનિમેશન (ગતિશીલતા) ધરાવતી માહિતી રજૂ કરવા. (દા.ત.,- ચિત્રો, પાચનતંત્ર, જ્વાળામુખી, ધરતીકંપ, વિજ્ઞાનના પ્રયોગ વગેરે.)
à   તૈયાર શૈક્ષણિક સોફ્ટવેરની મદદ વડે શૈક્ષણિક કાર્ય કરવા.
à   પોતાના વિષયની વિવિધતા સભર અને ઊંડાણપૂર્વક માહિતી મેળવવા અને રજૂ કરવા.
à   પોતાના વિષયના સંદર્ભગ્રંથો વાંચવા.
à   સંશોધન કાર્ય કરવા માટે.
à   અભ્યાસક્રમ અને પાઠ્યક્રમનું વાર્ષિક – માસિક – અઠવાડિક આયોજન કરવા.
à   પોતાના શૈક્ષણિક કાર્યને રસમય, સમૃદ્ધ અને ગુણવત્તાયુક્ત બનાવવા.
à   સ્વ-અધ્યયન સાહિત્ય તૈયાર કરવા.
à   વર્ગના તાલીમાર્થીઓની વિવિધ માહિતી તૈયાર કરી વાલી સુધી પહોંચાડવા.
à   પ્રશ્નબેંક તૈયાર કરવા.
à   સંદેશ વ્યવહાર માટે એ-મેઈલ નો ઉપયોગ કરવા.
à   સમયાંતરે કસોટી લેવા માટે પ્રશ્નપત્ર ની રચના કરવામાં તેમજ તાલીમાર્થીઓના પરિણામ નો સંગ્રહ કરીને તાલીમાર્થીઓની પ્રગતિનો અંક જાણવા.
à   તાલીમાર્થીઓના પ્રાયોગિક ગુણ તેમજ આંતરિક ગુણની માહિતી સાચવવા.
à   વિવિધ વિષયો અંગેની વિસ્તૃત માહિતી મેળવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા.

v  તાલીમાર્થીઓ માટે :
à  તાલીમાર્થીઓ શૈક્ષણિક સોફ્ટવેરનો વર્ગખંડમાં ઉપયોગ કરી શકે છે.
à  વર્ડ પ્રોસેસિંગમાં જુદા-જુદા ચાર્ટ, નકશા, કોઠા, વગેરે બનાવી શકાય છે.
-   દા.ત.,- વિજ્ઞાનમાં સમતોલ આહારનો ચાર્ટ, ભૂગોળમાં વસ્તી શિક્ષણનો ચાર્ટ, ઇતિહાસમાં સમય રેખા, ભાષામાં કવિ, લેખક અને તેમની કૃતિઓની યાદી અને વ્યાકરણ ને પણ દર્શાવી શકાય છે.
à  તાલીમાર્થી પોતાની ફાઈલમાં Save કરી રાખશે અને ભવિષ્યમાં શિક્ષક તરીકે દર વર્ષે આ ફાઈલ નવા આવનારાવિદ્યાર્થીઓને દર્શાવશે.
à  Paint Brush, Power Point, Corel Draw ના ઉપયોગ દ્વારા વિષયવસ્તુની આકર્ષક રજૂઆત કરી શકે છે. જુદા-જુદા વિષયોના આકર્ષક ચાર્ટ્સ ચિત્રો બનાવી શકાય છે.
-   વિજ્ઞાન     : પાચનતંત્રના અવયવો, હૃદય, કોશ વગેરે.
-   ગણિત    : વર્તુળ, ત્રિકોણ, ત્રિકોણનો અંદરનો-બહારનો ભાગ, ખૂણા, જોડાણના પ્રકાર, ક્ષેત્રફળ,  ઘનફળ, ચતુષ્કોણ
-   સમાજવિદ્યા : રાજ્યકર્તાઓના ફોટોગ્રાફ્સ, નકશાપૂર્તિ, બંધો, નદીઓ, પર્વતમાળાઓ, ઉચ્ચ પ્રદેશો, દરિયાઈ પ્રદેશો, પહેરવેશ, અક્ષાંશ-રેખાંશ, પૃથ્વીના ભાગો વગેરે.
-   ભાષા       : લેખક, કવિના ફોટોગ્રાફ્સ, જેતે ભષાના શબ્દો સમજાવવા માટે ચિત્રો, નમૂના વગેરે.
à  Corel Draw જેવાં એનીમેશન ધરાવતા સોફ્ટવેરનો ઉપયોગ કરીને અધ્યાપનમાં વિવિધતા લાવી શકે છે.
à  બજારમાં કેટલાંક માહિતીજન્ય સોફ્ટવેર તૈયાર મળે છે. જે તાલીમાર્થીઓને ખૂબ જ ઉપયોગી થઇ શકે. આવાં સોફ્ટવેર Multi Media Based સોફ્ટવેર હોય છે.
-   દા.ત.,- encyclopaedia (જ્ઞાનકોશ/વિશ્વકોશ), ચોક્કસ પ્રકારનાં શબ્દકોશ જેમાં એનીમેશન તેમજ ઓડિયો બંને હોય છે.
à  પ્રાણીઓની યાદી ચિત્રો તેમના આવાજ તેની ઉપયોગીતા, વિશેષતા વગેરે દર્શાવેલી હોય છે.
à  વિજ્ઞાનમાં અમુક પ્રયોગો કહી બતાવવામાં આવે છે.
à  આ ઉપરાંત, અંગ્રેજી ડિક્શનરી, ગુજરાતી શબ્દકોશ વગેરે. આ ઉપરાંત કેટલાંક સોફ્ટવેર ઈન્ટરનેટ પરથી પણ Download કરી શકાય છે.
à  ક્રિયાત્મક સંશોધન તેમજ પ્રોજેક્ટ તૈયારી કરવામાં.
à  ગણિતીક ગણતરી કરવા અને ચકાસવા.
à  બુલેટિન બોર્ડ પર મૂકવાની માહિતી તૈયારી કરવા.
à  પરીક્ષાલક્ષી માહિતી તૈયાર કરવા.
à  પ્રર્થના સભાની યાદી તૈયાર કરવા.
à  પોતાની સમજ અને આવડતના આધારે શૈક્ષણિક ફાઈલ તૈયાર કરવા.
à  જુદી-જુદી શૈક્ષણિક રમતો રમવા.

v  શિક્ષક-શિક્ષણમાં કોમ્પ્યુટર તાલીમના લાભ :

     (1)    અધ્યયન અધ્યાપનની અસરકારકતા વધારવા –
à  કમ્પ્યુટર તાલીમથી પ્રશિક્ષણાર્થીની જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોક્રિયાત્મકતાનો વિકાસ થાય છે. તેનાથી શિક્ષણ કાર્ય અધ્યેતાકેન્દ્રી બને છે.
à  Chalk (ચોક) અને Talk (ટોક/કથન) ની કંટાળાજનક પધ્ધતિ વિરુદ્ધ કમ્પ્યુટર શિક્ષણને લીધે પ્રશિક્ષણર્થીની અધ્યયન ક્ષમતામાં ધરમૂળથી સુધારા થાય છે.

     (2)    મહત્તમ નીપજ મેળવવા 
à  કમ્પ્યુટર તાલીમથી પ્રશિક્ષણાર્થીઓને ઈન્ટરનેટ પરથી પોતાના પ્રોજેક્ટ વર્ક અને પાઠ્યક્રમની તૈયારી કરી શકે છે. જેનાથી તેઓ પોતાના સૈદ્ધાંતિક વિષયોને ઊંડાણમાં અભ્યાસ કરી શકે છે.
à  આઈ.ટી. (IT) અને વૈશ્વિકીકરણના આ સમયમાં કમ્પ્યુટરની તાલીમથી પ્રશિક્ષણાર્થીઓ ઈ-લર્નિંગ અને 3D (ત્રિપરિમાણીય) અને સ્લાઈડ પ્રેઝન્ટેશન લેશન દ્વારા પોતાની મહેનતની મહત્તમ નીપજ મેળવી શકે.

     (3)    પ્રો. અગ્રવાલે (2003) માં જણાવેલા અન્ય ફાયદા –
à  વૈયક્તિક અધ્યાપન કાર્ય માટે.
à  શિક્ષણમાં ગુણવત્તા સુધારવા માટે.
à  સમૂહ શિક્ષણની સમસ્યાઓને પહોંચી વળવા માટે.
à  શૈક્ષણિક તકોની સમાનતા માટે.
à  નિરંતર શિક્ષણને પહોંચી વળવા માટે પણ કમ્પ્યુટર શિક્ષણની તાલીમ પ્રશિક્ષણાર્થીઓ માટે જરૂરી છે. જેનાથી યોગ્ય અસરકારક પરિણામ મેળવી શકાય છે.

v  કમ્પ્યુટરના તાલીમમાં નડતાં કેટલાંક અવરોધો :
à  જો શિક્ષક-શિક્ષણની તાલીમ આપતી કૉલેજોમાં પૂરતા પ્રમાણમાં કમ્પ્યુટર ન હોય તો કમ્પ્યુટર તાલીમ આપવામાં અવરોધ ઊભો થાય છે.
à  કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્શનની અણઆવડતોથી પણ કમ્પ્યુટર તાલીમ અવરોધાય છે.
à  પ્રશિક્ષણાર્થીઓની ઉદાસીનતાથી પણ આ તાલીમ અવરોધાય છે.
à  શૈક્ષણિક તકનિકી અને કમ્પ્યુટર તાલીમ ક્ષેત્રે યોગ્ય હકારાત્મક વલણોનો અભાવ.
à  તકનિકી અને શિક્ષણ કાર્ય વચ્ચે અનુબંધ બંધાવાની ક્ષમતાનો અભાવ.
à  યોગ્ય પાઠ્યક્રમ અભાવ. (Basic Knowledge)
à  પૂરતી તાસ ફાળવણીનો અભાવ.

v  ઉપસંહાર :
                    જો માનવજીવનની કોઈ સમસ્યા ઉકેલવામાં, સુવિધા વધારવામાં કે વિકાસમાં મદદરૂપ થાય તેવા વિજ્ઞાનના સિદ્ધાંતની મદદથી શોધેલાં સાધનો, વસ્તુઓ, કાર્ય કૌશલ્યો કે પ્રક્રિયાને ટેક્નોલોજી (Technology) કહેવાય છે. તો ટેક્નોલોજી શિક્ષણ ક્ષેત્ર માટે પણ ઉપયોગમાં લેવાય છે. આમ, શિક્ષણના હેતુઓની સિદ્ધિ માટે ઉપયોગી થતી પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, અને ઉપકરણોનો સમાવેશ શૈક્ષણિક ટેક્નોલોજીમાં થાય છે. તેથી કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં ધરખમ ફેરફારો લાવી શકાય છે. તેમજ શિક્ષક પ્રશિક્ષણ ની ગુણવત્તા વધારવામાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

*************

v  સંદર્ભ સુચિ :
è  શિક્ષક – શિક્ષણ
ડૉ. મોહિનીબેન આચાર્ય
અક્ષર પબ્લિકેશન, અમદાવાદ (૨૦૦૯)
è  વર્તમાન હિતસબંધો (નિસબતો) અને શિક્ષણના પ્રવાહો
પ્રિ.. નટુભાઈ રાવલ
નીરવ પ્રકાશન (અદ્યતન આવૃત્તિ : ૨૦૦૯-૨૦૧૦)





0 comments:

एक टिप्पणी भेजें