शनिवार, 12 सितंबर 2020

Process of Resource Management (Different Step)

 Que. – What are the different step in the Management of the Resources ? explain with illustrations?

£ Process of Resource Management :

   (1)   Identification :
(સ્રોતની ઓળખ મેળવવી ) :
  • સ્રોતોની ઓળખ મેળવવી એ સ્રોત સંચાલનની પ્રક્રિયાની પહેલી પ્રવૃત્તિ છે.
  • શાળામાં કરવામાં આવતી કામગીરીને ધ્યાનમાં રાખીને સ્રોતની તૈયારી કરાતી યાદીનો સમાવેશ કરે છે.
  • સ્રોતનું સંચાલન આચાર્ય દ્વારા થાય છે.
  • દરેક પ્રકારનાં ચોક્કસ કાર્ય માટે કયા સ્રોતની જરૂર પડશે તેની યાદી બનાવવામાં આવે છે.
  • દા.ત.,- શાળામાં નવા શિક્ષકની જરૂરિયાત છે. તો તેની માટે શાળા દ્વારા જાહેર ખબર આપવી. તેમજ ચોક્કસ સમયે ઇન્ટરવ્યુ લેનાર ટીમ નક્કી કરવી વગેરે વ્યવસ્થા કરવી.
  • કઈ ગુણવત્તાવાળા અથવા લાયકાત ધરાવતા શિક્ષકની જરૂરત છે તેની જાહેરાત કરવી.

(2)  Utilization/Optimization :
   (સ્રોતોનો સારામાં સારી રીતે ઉપયોગ કરવો)
  • સ્રોતોનો વ્યવસ્થિત રૂપમાં ઉપયોગ કરવો જોઈએ.
  • સ્રોતોનો ઉપયોગ સારામાં સારી (વ્યવસ્થિત) રીતે ન કરવામાં આવે તો તેનો ઉપયોગ ઓછા પ્રમાણમાં થશે.
  • દા.ત.,- શૈક્ષણિક સંસ્થાએ પ્રાપ્ય ચોક્કસ રકમ કે ફંડનો ઉપયોગ કરવો જોઈએ.
  • સ્રોતોનો યોગ્ય રીતનો ઉપયોગ ચોક્કસ પ્રવૃત્તિમાં ઉપયોગના ભાગ તરીકે જરૂરી હોય છે. જે સ્રોતોનાં ઉપયોગ માટે વિવિધ પરિસ્થિતિ નક્કી કરે છે.
  • દા.ત.,- શાળાના કોમ્પ્યુટર રૂમનો મહત્તમમાં મહત્તમ ઉપયોગ થાય તેવું Timetable ની રચના કરવી.
  •  કુદરતી સ્રોત અને કૃત્રિમ સ્રોતની ક્ષમતા, ગુણવત્તાને ધ્યાનમાં રાખીને તેની યોગ્યતા અનુસાર તેને કામમાં લેવા.

(3)   Replenishment :
             (સ્રોતોનો ફરીથી ઉપયોગ કરવો)
  • શૈક્ષણિક સંસ્થા માનવ અને ભૌતિક સાધન સામગ્રી બંને પ્રકારનાં સ્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે.
  • આ સ્રોતો જયારે ખૂટતા જણાય ત્યારે તે સ્રોતોની જગ્યાએ નવા સ્રોતો અથવા જૂના સ્રોતોમાં વખતો-વખત સુધારણા કે સુધારા-વધારા કરાવીને ફરીથી તેને ઉપયોગમાં લેવામાં આવે છે.
  • દા.ત.,- પ્રયોગ શાળામાં ઉપયોગમાં આવતાં રસાયણો અને ગેસ સિલિન્ડરને પણ ફરીથી ભરવાની જરૂર પડે છે.
  • જરૂર પડે ત્યારે સ્રોતો બદલવાની જરૂર પડે છે. તે કારણને લીધે સાધન સામગ્રી અને નવા સાધન સામગ્રીની ભરતી માટે તેનાં ચોક્કસ નીતિ અને નિયમોને પ્રસ્થાપિત કરવા તેમનું અનુસરણ કરવાનું હોય છે.
  • સ્રોત સંચાલનની પ્રક્રિયામાં સ્રોતોની નવેસરથી પૂર્તિ કરવી. જરૂરી સ્રોતોને સંસ્થામાં ફરીથી લાવવા કેબદલવા એ મુદ્દો મહત્વનો મુદ્દો છે.
  • દા.ત.,- જો શિક્ષક રીટાયર્ડ તાવના હોય તો તેમના રીટાયર્ડના 6 મહિના પહેલાં જાહેરાત બહાર પાડી નવી ભરતી કરવી.


(4)     Appraisal :
(સ્રોતોનું મૂલ્યાંકન કરવું)
  • સ્રોતો સંચાલનની પ્રક્રિયાનું અંતિમ પગથીયું સ્રોતોનું મૂલ્યાંકન કરવાનું છે.
  • સ્રોતોના યોગ્ય પરિણામને ધારેલા વિકાસ તેમજ સાચા વિકાસ સાથે સરખાવવો પડે છે.
  • જ્યાં સુધી સંતોષ થાય તેટલો ઉત્કર્ષ ન મળે ત્યાં સુધી આ પ્રક્રિયા પુનરાવર્તિત કરવામાં આવે છે.
  • જે ધ્યેયને ધ્યાનમાં રાખી Resources ને ઉપયોગ કરવામાં આવ્યા તે કેટલા અંશે સફળ રહ્યા છે તે જાણવું.
  • સમગ્ર વર્ષ દરમિયાનના અધ્યાપનને શાળાના વર્ષના અંતે મળતું પરિણામ દ્વારા તેની સફળતા કે નિષ્ફળતા માપી શકાય.
  • દા.ત.,- શાળાનું પરિણામ.

£   

0 comments:

एक टिप्पणी भेजें