Que. : કાર્યશિબિર નો અર્થ અને લક્ષણો :
* પ્રસ્તાવના :
વર્કશોપને કાર્યસત્ર, કાર્યશાળા વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ઉચ્ચશિક્ષણમાં જટિલ સમસ્યાઓના ઉકેલ માટેની આવી કાર્યશિબિરો યોજવામાં આવે છે.
* કાર્યશિબિર અર્થ :
વર્કશોપ વિશિષ્ટ પ્રકારની શક્તિવાળા વ્યવસ્થિત અભ્યાસજૂથો માટે ચર્ચાલાક્ષી અને નિર્માણલક્ષી કાર્યનિર્માણની પધ્ધતિ છે. વર્કશોપમાં જોડાતા વિદ્યાર્થી પોતાના વિષયમાં સુસજ્જ હોય છે. એટલું જ નહિ પણ તેમનામાં કાર્ય હાથ ધરવાનો કસબ/કલા/આવડત પણ હોય છે.
* વ્યાખ્યા :
એક જાણીતા ચિંતકે કાર્યશિબિર (Workshop) ની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે –
“A Workshop is a face to face primary group in which social interaction is more intimate and directly influencing social control over the individuals.” – Dr. Pritamsingh
è અન્ય એક કેળવણીકારના મંતવ્ય મુજબ –
“Workshop is defined as assembled group of ten to twenty five personswho share common interest or problem. They Meet Together is improve their individual skill of subject through intensive study, research, practice and discussion.” – Dr. R.S.Sharma
* કાર્યશિબિરના લક્ષણો :
આ પધ્ધતિમાં.....
1. જૂથના સભ્યોની સંખ્યા માર્યાદિત હોય છે.
2. જૂથનાં સભ્યો માહિતી ભેગી કરવાનું, નોંધ, યાદી વગેરે તૈયાર કરવાનું, માહિતી તારવવાનું અને અન્ય નિર્માણકાર્ય કરવાનું કૌશલ્ય ધરાવતા હોય છે.
3. કાર્યનિર્માણ અર્થે જૂથ નેતા વિધાયક (હકારાત્મક) નેતૃત્વશક્તિ ધરાવતા હોય છે.
4. ઘણીવાર કોઈ સમસ્યાની ઉકેલની દિશાના ક્ષેત્રમાં નિષ્ણાત એવી પથદર્શક વ્યક્તિઓ Resource Person તરીકે ઉપયોગ થાય છે.
5. શિક્ષક એક કુશળ Foreman અર્થાત કાર્યવિદ્ તરીકે ભાગ ભજવે છે.
* કાર્યશિબિરના ફાયદા :
1. આ કાર્યશિબિર એ ઘણી જ વ્યવહારમૂલ્ય શિક્ષણ પધ્ધતિ છે.
2. જૂથ સભ્યોના વ્યવસાયી કૌશલ્યોને વિકસાવે છે.
3. સમસ્યાના ઉકેલની દિશાની સ્પષ્ટતા કરે છે.
4. સમસ્યાના ઉકેલ માટે સાધન-સંદર્ભનું નિર્માણ કરે છે.
5. વિદ્યાર્થીઓને મેળવેલા સૈધ્ધાંતિક જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરાવે છે.
6. વિદ્યાર્થીઓને સર્જનનો આનંદ આપે છે.
7. સમગ્ર અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયાને સક્રિય અને જીવંત બનાવે છે.
* વર્ગખંડમાં આ પદ્ધતિનો વિનિયોગ કરવાની રીત :
- વર્કશોપ એ પ્રવૃતિલક્ષી જૂથ અભ્યાસની પદ્ધતિ છે. શાળાના અભ્યાસક્રમના સંદર્ભમાં આ પદ્ધતિનો ઉપયોગ કયા અને ક્યાં વિષય મુદ્દાઓમાં થઇ શકે તે વિશે શિક્ષક પોતાના વિદ્યાર્થીઓની શક્તિ મર્યાદાઓને ધ્યાનમાં લઈને વિચારી શકે.
- સામાન્ય રીતે વિદ્યાર્થી માત્ર પ્રવૃત્તિ અને સર્જનાત્મક કાર્યનો ચાહક હોવાથી કાર્ય શિબિરનો વર્ગમાં વિનિયોગ કરવાની ઘણી તકો રહે છે.
- ઉદાહરણ:- શિક્ષકને કાર્યશિબિર પધ્ધતિ દ્વારા ધોરણ- 10માં ‘વર્તમાન ભારતની સમસ્યાઓ’ નો નિબંધ તૈયાર કરાવવો છે. આ માટે 40 વિદ્યાર્થીઓની સંખ્યાવાળા વર્ગમાં દસ-દસ વિદ્યાર્થીઓના જૂથ પાડી શિક્ષક ચારેય જૂથને નીચે પ્રમાણે કાર્ય સોંપણી કરે.
જૂથ – 1 : વર્તમાન ભારતની રાજકીય સમસ્યાઓ
જૂથ – 2 : વર્તમાન ભારતની સામાજિક સમસ્યાઓ
જૂથ – 3 : વર્તમાન ભારતની આર્થિક સમસ્યાઓ
જૂથ – 4 : વર્તમાન ભારતની શૈક્ષણિક સમસ્યાઓ
- ત્યારબાદ દરેક જૂથને પોતાના જૂથસભ્યોની સાથે પોતાના સોંપાયેલ વિષય પાસાં અંગેની માહિતી એકઠી કરવા સાધનો – સંદર્ભો વિશે વિચારે, ચર્ચા કરે, સામયિકો, વર્તમાનપત્રો વ્યક્તિ-મુલાકાતો વગેરે નિબંધ તૈયાર કરવામાં કઈ રીતે ઉપયોગી થાય તે નક્કી કરે,
- વ્યક્તિગત અથવા બે–ત્રણના પ્રત્યેક જૂથ કાર્ય વહેંચણી કરે.
- નિબંધ ઉપસાવવા આ કાર્ય અંગે પ્રત્યેક જૂથમાં હવે તેની ચર્ચા થાય.
- મુદ્દાઓને વિશુધ્ધ રૂપ અપાય.
- ફરીવાર બધાં જૂથો ભેગા મળે ત્યારે જૂથકાર્યનો હેવાલ જૂથનેતા દ્વારા વર્ગમાં રજૂ થાય.
- અહીં પણ પ્રત્યેક જૂથના કાર્યની ચર્ચા લઇ શકાય.
- અંતે દરેક વિદ્યાર્થી વ્યક્તિગત રીતે નિબંધ તૈયાર કરે.
- ટૂંકમાં આ પધ્ધતિ દ્વારા નિબંધ તૈયાર કરવા માટે કે શબ્દયાદીઓ તૈયાર કરવા માટે વિજ્ઞાનના કોઈ પ્રયોગ માટે કે ઈતિહાસની કોઈ એક વ્યક્તિના મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓ જૂથનેતાના સલાહસૂચન પ્રમાણે વ્યક્તિગત અને સામૂહિક કાર્ય પધ્ધતિ નક્કી કરે છે.
- માહિતીના ઉપલબ્ધ સાધનોનો યોગ્ય ઉપયોગ કરે છે.
- ચર્ચા દ્વારા મુદ્દાઓ વિકસાવી નવીન ઉત્પાદન કરે છે.
* સફળતા માટેની શરતો :
1. શિક્ષકે પ્રત્યેક જૂથના નેતાની પસંદગી સાવચેતીપૂર્વક કરવી જોઈએ. પછી જે-તે જૂથને જ પોતાના નેતા પસંદ કરવાની તાલીમ આપવી જોઈએ.
2. શિક્ષકે પ્રત્યેક જૂથને કરવાના કાર્ય અંગે પૂર્વઆયોજન વિચારી લેવું જોઈએ. જૂથ પોતે પોતાના કાર્યનું આયોજન પોતાને શિરે લઇ લે તેવી તેને પણ તાલીમ આપવી જોઈએ.
3. પ્રત્યેક જૂથ પોતાને જોઈતી જરૂરી સાધનસામગ્રી અને સંદર્ભ સહેલાઈથી પ્રાપ્ય બને તેવી વ્યવસ્થા અગાઉથી વિચારવી પડે.
4. જૂથનું નિર્માણકાર્ય ગુણવત્તાવાળું બને તે જરૂરી છે.
5. દરેક જૂથ પોતાના કાર્યનું મૂલ્યાંકન કરે તે પણ જરૂરી છે.
* શિક્ષકની ભૂમિકા :
- શિક્ષક જૂથનેતા સાથે પૂર્વ આયોજન મુજબ ચર્ચા-વિચારણા કરી દરેક જૂથને કરવાના કાર્યથી માહિતગાર કરે છે. તેમને કાર્યના આયોજન અને અમલમાં જરૂરી સાધનસામગ્રી અંગે સહાય અને દિશાસૂચન કરે છે.
- તેમનાં તમામ કાર્યનું સતત મૂલ્યાંકન કરે છે અને પ્રત્યેક જૂથ તેમની મૂંઝવણમાં યોગ્ય દિશાસૂચન કરે છે.
* ઉપસંહાર :
આપણે ઉપરોક્ત કાર્યશિબિર પદ્ધતિમાં તેનો અર્થ, વ્યાખ્યા/સંકલ્પના તેમજ યોગ્ય લાક્ષણિકતાઓ અને વર્ગખંડના વિનિયોગની ચર્ચ કરી., સાથે સાથે તેનો સફળતા માટેની શરતો ત્યારબાદ તેમાં શિક્ષકની ભૂમિકા જોઈ જે યોગ્ય હતી.
*· સંદર્ભ સાહિત્ય :
> શિક્ષણમાં પ્રવર્તમાન પ્રશ્નો અને પ્રવાહો
લેખક : ડૉ. જગદીશભાઈ આર. મહીડા
(વારીષેણ પ્રકાશન)
> અધ્યાપનમાં માહિતી અને પ્રત્યાયન પ્રોદ્યોગિકી
લેખક : પ્રિ. નટુભાઈ રાવળ
ડૉ. આર.એસ.પટેલ
(નીરવ પ્રકાશન )




