Current Concerns And Trends लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
Current Concerns And Trends लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

शनिवार, 12 सितंबर 2020

પ્રશાખા અભિગમ

 Que. : પ્રશાખા અભિગમની સમજૂતી આપો.

અભિક્રમિત અધ્યયનના સ્વરૂપો (પ્રકાર) :
અભિક્રમિત અધ્યયનના ખૂબ જ પ્રચલિત અને સામાન્ય પ્રકારો ત્રણ છે :
                                                                                         I.     રૈખિક અભિક્રમ
                                                                                        II.     પ્રશાખા અભિક્રમ
                                                                                      III.     મેથેટિક્સ
                                                                                         
આ પ્રકારોમાંથી આપણે પ્રશાખા અભિક્રમની વિગતે ચર્ચા કરીશું.
પ્રશાખા અભિક્રમ (Branched Programme) :
-     પ્રશાખા અભિક્રમ નાર્મન ક્રાઉડરે આપ્યો છે. તેથી ક્રાઉડેરિયન અભિક્રમ પણ કેહવાય છે. આ અભિક્રમમાં ભણનાર પોતે જ પોતાનો રસ્તો નક્કી કરે છે. તે ‘Intrinsic Programme’ તરીકે પણ ઓળખાય છે.
-     રૈખિક અભિક્રમમાં કોઈ વિદ્યાર્થી કોઈ ફરમાનો ઉત્તર ખોટો આપે તો પણ તેણે ત્યાર પછીના ફરમા પર જ જવાનું રહે છે.
-     પ્રશાખા અભિક્રમમાં ફરમા થોડા દીર્ઘ હોય છે અને તેમાં બહુવિકલ્પ કસોટીની માફક બે, ત્રણ કે ચાર ઉત્તરોમાંથી સાચો ઉત્તર શીખનારે શોધવાનો હોય છે.
-     જો વિદ્યાર્થી સાચો ઉત્તર આપે તો તે નવો ફરમો શરૂ કરી શકે છે, જેમાં નવી માહિતી આપવામાં આવે.
-     જો વિદ્યાર્થી સાચો જવાબ ન આપે તો તેણે એવા ફરમા પર જવાનું હોય છે કે જેમાં તેણે શી ભૂલ કરી તે અને સાચો જવાબ શો હોઈ શકે તેની સમજણ (નિદાન અને ઉપચાર) પૂરી પાડવામાં આવી હોય.
-     માત્ર બે - ત્રણ ઉત્તરો આપી દેવાથી કોઈ અભિક્રમ નથી બની જતો. વિકલ્પ પસંદ કર્યા પછી તે બધાં જ વિકલ્પો માટેની વિદ્યાર્થી માટે સમજ પૂરી પાડવામાં ન આવે તો આવાં અભિક્રમનો કોઈ હેતુ સરતો નથી.
-     આવા અભિક્રમને Intrinsic એટલા માટે કહે છે કે ભણનાર પોતે પોતાનો રસ્તો નક્કી કરે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વચ્ચે વચ્ચે Diversions આવે તેવું આમાં આવે છે.
-     આવાં અભિક્રમમાં દરેક વિદ્યાર્થીના માર્ગ અલગ રહે છે. ભૂલો ન થાય તો તે વિદ્યાર્થી સીધો જ ધોરીમાર્ગે આગળ વધે છે. ભૂલો કરનારને મૂળ માર્ગેથી જરૂર પ્રમાણે ફંટાવું પડે છે. આકૃતિ દ્વારા આ રીતે દર્શાવી શકાય.
-     પ્રશાખા અભિક્રમમાં અધ્યયનકર્તાના પક્ષે સ્વયં અધ્યયનક્રમ પસંદ કરવાની સ્વતંત્રતા રહેલી હોવાથી આ પ્રકારનો અભિક્રમ વિદ્યાર્થીઓની શક્તિઓમાં રહેલાં ઘણાં તફાવતોને પણ સંતોષે છે.
-     આ પ્રકારનાં અભિક્રમમાં ફરમાઓની ગોઠવણી નીચે દર્શાવ્યા પ્રમાણેની હોય છે :
આકૃતિ (1) : પ્રશાખા અભિક્રમ (Branching Programme)
 
ફરમા 1 ને અંતે ત્રણ વિકલ્પો હોય છે : a, b & c. જો અધ્યયનકર્તા a કે b ની પસંદગી કરે તો તેણે ફરીથી ફરમો વાંચવો પડે કારણ કે તે ખોટા ઉત્તરના પાના સાથે સંબંધિત છે. પણ જો વિકલ્પનિ પસંદગી કરે તો તે બીજા ફરમા પર આગળ વધે છે અને વધારાની નવી માહિતી પ્રાપ્ત કરે છે. આને ગૃહ પાનું કહે છે.
આમ, પ્રશાખા અભિક્રમમાં બે પ્રકારનાં પાનાં હોય છે :
(1)     ગૃહ પાનું અને
(2)     ખોટાં ઉત્તરનું પાનું.
(1)    ગૃહ પાનાંમાંથી અધ્યયન કર્તાને શૈક્ષણિક માહિતી અને હકીકતો મળે છે. જયારે,
(2)    ખોટાં ઉત્તરના પાનાંઓ અધ્યયન કર્તાએ કરેલી ભૂલ અંગેનો ખુલાસો કરીને વધુ સ્પષ્ટતા કરે છે. કે જે એને પોતે કરેલી ભૂલનું જો કોઈ કારણ હોય તો તે શોધવામાં મદદરૂપ બને છે.  
ઉપર દર્શાવ્યા મુજબ 1C, 2C અને 3C એ ગૃહ પાનાં છે. ગૃહ પાનાં પર કે ખોટાં ઉત્તરના પાનાં પર અધ્યયન કર્તાઓએ આગલાં પાનાં પરથી પસંદ કરેલાં ઉત્તરનું પુનરાવર્તન કરેલું હોય છે કે જેથી વિદ્યાર્થી આકસ્મિક રીતે પણ જો ખોટાં પાનાં પર પહોંચી જાય તો તેથી ઉદ્ભવતી મૂંઝવણ ટાળી શકાય.
પ્રશાખા અભિક્રમ ત્યારે જ અસરકારક બની શકે કે તેની પ્રશાખાઓની (ખોટાં ઉત્તારોના વિકલ્પોની) બુધ્ધિગમ્યતા પર ખાસ કાળજીપૂર્વક વિચારીને રચના કરવામાં આવી હોય.
પ્રશાખા અભિક્રમનિ લાક્ષણિકતાઓ :
-     રૈખિફ અભિક્રમની તુલનામાં પ્રશાખા અભિક્રમના ફરમા મોટા હોય છે. આ ફરમાઓમાં એકથી વધુ વિચારોનો સમાવેશ હોય છે.
-     સામાન્ય રીતે ફરમાને અંતે બહુવિકલ્પવાળો પ્રશ્ન હોય છે.
-     સાચો ઉત્તર પસંદ કરવા, પહેલાં વિદ્યાર્થીએ ફરમામાં આપેલા મુદ્દાઓ વચ્ચેનો સંબંધ યોગ્ય રીતે સમજાવો પડે છે.
-     પ્રશાખા અભિક્રમનું વિશિષ્ટ લક્ષણ છે ‘ભૂલોનો સ્વીકાર’. આ અભિક્રમમાં વિદ્યાર્થીઓ ભૂલો કરી શકે, એવી અપેક્ષા સાથે કરેલી ભૂલો માટે સુધારક (Remedial) શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.
-     પ્રશાખા અભિક્રમમાં વિદ્યાર્થીઓ બહુવિકલ્પવાળા પ્રશ્નોમાંથી સાચો ઉત્તર પસંદ કરે છે.
-     વિદ્યાર્થી કયા ફરમા પર જશે, તેનો આધાર વિદ્યાર્થી કયો જવાબ પસંદ કરે છે, તેની પર રહે છે. જો જવાબ સાચો હોય તો વિદ્યાર્થી જે ફરમા પર જાય છે, તેમાં નવો વિચાર, નવી માહિતી હોય છે. પણ જો તેણે ખોટો જવાબ પસંદ કર્યો હોય તો, તે જે ફરમા પર જાય છે ત્યાં તેને તેની ભૂલ સમજાવવામાં આવે છે અને ત્યાર પછી જ તે આગળ વધે છે.

પ્રશાખા અભિક્રમના પ્રકાર :
(1)  પ્રશાખા પીછે
(2)  પ્રશાખા આગે.
(1)  પ્રશાખા પીછે : પહેલાં ફરમા પરથી બીજા ફરમા પર વિદ્યાર્થી ત્યારે જ જઈ શકે જયારે તેના પહેલાં ફરમાનો ઉત્તર સાચો હોય. જો તે ખોટો જવાબ પસંદ કરે તો તેને સુધારણા ફરમા પર જઈ પૂરી સમજ મેળવ્યા પછી પહેલાં ફરમા પર મેળવવામાં આવે છે., જેથી તે ફરમો બરાબર સમજી શકે અને સાચો ઉત્તર પસંદ કરી શકે. આ પ્રકારમાં વિદ્યાર્થી એક ફરમો બે વાર વાંચે છે. સુધારણા ફરમા પર જતાં પહેલાં અને પછી.
નીચેની આકૃતિ ઉપરથી આ સ્પષ્ટ થશે. આકૃતિમાં + નિશાની સાચો પ્રતિચાર સૂચવે છે. જયારે  નિ નિશાની ખોટો પ્રતિચાર સૂચવે છે.
 
આકૃતિ (2) : પ્રશાખા પીછે (Backward Branching)
(2)  પ્રશાખા આગે : આ પ્રકારનાં અભિક્રમમાં વિદ્યાર્થી ભૂલ કરે કે ન કરે, તે હંમેશા નવા ફરમા પર જાય છે. જે વિદ્યાર્થી સાચો જવાબ પસંદ કરે છે તે મુખ્ય ક્રમના નવા ફરમા પર જાય છે. જે વિદ્યાર્થી ખોટો જવાબ પસંદ કરે છે તે સુધારણા ફરમા પર જાય છે, જ્યાં તેને ખોટાં જવાબની સમજણ પ્રાપ્ત થાય છે. પછી તે મુખ્ય ક્રમના બીજા ફરમા પર જાય છે. અહીં આપણે આકૃતિ દ્વારા સમજીશું.            
આકૃતિ (3) : પ્રશાખા આગે (Forward Branching)
્રશાખા અભિક્રમના લાભ :
-     ફરમા મોટા હોવાથી એકની એક વસ્તુ અને એકના એક જવાબનું વારંવાર પુનરાવર્તન થતું નથી. આમ, થવાથી અધ્યયનનો સમય ઘટે છે અને થાક લાગતો નથી.
-     ખોટાં ઉત્તરની સમજૂતી સુધારણા ફરમામાં એવી રીતે આપવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓ સાચો જવાબ જાણી શકે છે અને અમુક જવાબ ખોટો કેમ છે અને કઈ રીતે ખોટો છે, તેની ખબર પણ એને પડે છે.
આપણા દેશમાં પ્રશાખા અભિક્રમ ખાસ પ્રચલિત બન્યો નથી, રૈખિક અભિક્રમ જ વધુ પ્રસર્યો છે. આમ છતાં પ્રશાખા અભિક્રમનો ઉપયોગ દૃષ્ટિવંત શિક્ષકો અવશ્ય કરી શકે. આ અભિક્રમનો ઉપયોગ ક્યારે કરીશું ?
-     જયારે વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનની કક્ષા જુદી-જુદી હોય.
-     જયારે વિષયવસ્તુમાં થતી શક્ય ભૂલોથી અભિક્રમક પહેલાંથી પરિચિત હોય અને વિષયવસ્તુના અધ્યયન દરમિયાન આવતી વિચારધારાનું તેને ભાન હોય.

રૈખિક અભિક્રમ અને પ્રશાખા અભિક્રમમાં રહેલો તફાવત :

રૈખિક  અભિક્રમ

પ્રશાખા અભિક્રમ
1
ફરમા ટૂંકા
1
ફરમા લાંબા
2
જવાબ રચવા પર ભાર મૂકે.
2
જવાબ આપેલાં બે-ત્રણ જવાબોમાંથી શોધવાના.
3
ભૂલો ઓછામાં ઓછી અને નહીવત હોય એવો આગ્રહ
3
ભૂલો અનિવાર્ય અને તે ન હોય તો અનિચ્છનીય છે.
4
બધાં વિદ્યાર્થીઓ એક જ માર્ગે આગળ વધે.
4
બધાં વિદ્યાર્થીઓના માર્ગ જુદા પસંદ કરેલાં જવાબના આધારે વિદ્યાર્થીએ ફંટાવું પડે.
5
ફરમા પ્રમાણમાં ઓછા અઘરા
5
ફરમા વિશેષ મુશ્કેલ
6
લોકપ્રિય
6
પ્રમાણમાં ઓછા લોકપ્રિય
7
સ્કિનરની પ્રયુક્તિ
7
ક્રાઉડરની પ્રયુક્તિ


સંદર્ભ સાહિત્ય :
(1)  શિક્ષણમાં પ્રવર્તમાન પ્રશ્નો અને પ્રવાહો (વરિષેણ)
(2)  વર્તમાન હિતસંબંધો (નીશબતો) અને શિક્ષણના પ્રવાહો (નીરવ)