* માઈક્રોટીચિંગ પાઠ :
(1) વિષયાભિમુખ કૌશલ્ય (૫ મિનીટ) : આ કૌશલ્ય માં પાઠ કે કાવ્ય નું જે મથાળું (Title) હોય છે તે વિદ્યાર્થીઓ ને કેહતા પેહલા તેના લાગતું કે તેના જેવું કોઈક ઉદાહરણ કે પછી ગીત કે વાર્તા કે નાટક કરીને પોતાના વિષય પર લાવવાનું હોય છે..બે કે ત્રણ સવાલ પૂછવાના અને તેમાં છેલ્લા સવાલ માં અપનાં Title (મથાળું) આવી જવું જોઈએ..તે કરવા માટે માત્ર ૫ મિનીટ ફાળવવામાં આવી છે.
(2) સ્પષ્ટીકરણ કૌશલ્ય (૫ મિનીટ) : આ કૌશલ્ય માં વિદ્યાર્થી ને આપણે જે ભણાવવાના છે તેના વિષે ની સમજુતી હોય છે..અને તેણે એવી રીતે કેહવાની કે દરેક વાક્ય ને આપણે પૂર્ણવિરામ નહિ મુકવાનું પણ તેની જગ્યાએ "અને, તો, માટે, દ્વારા, એમાં, તેમાં, એણે, આથી, આવી રીતે, આમ..." વગેરે જેવા શબ્દો બોલીને જોડી ને કહેવાનું...પાઠ ની હોય કે કાવ્ય ની સમજુતી તે આ પ્રમાણે જ કહેવાનું રહેશે.
(3) પ્રશ્નોતરી કૌશલ્ય/પ્રશ્નાપ્રવાહિતા કૌશલ્ય (૫ મિનીટ) : આમાં વિદ્યાર્થી નો આપણે જે ભણાવ્યું હોય તેના પ્રશ્નો પૂછવાના ...એક કે બે વાક્ય માં હોવા જોઈએ તે સવાલ..કારણ કે બાળકો ને તે સરળતા થી યાદ રાખી શકે અને જવાબ આપી શકે તેવા સવાલ પૂછવાના હોય છે.
(4) કાળા પાટિયાનું કાર્ય કૌશલ્ય/કા.પા. કાર્ય (૫ મિનીટ) : આમાં અમારે પાઠ કે કાવ્ય માં આવતા "શબ્દાર્થ , વ્યાકરણ, પાઠમાં કે કાવ્ય માં જે વાત પર ભાર મુકવામાં આવ્યો હોય તેવું વાક્ય કે પંક્તિ ના શબ્દો ને શૈક્ષણિક મુદ્દા કહેવામાં આવે તે નોંધવાના " બોર્ડ પર લખેલું બધું વિદ્યાર્થીઓને નોટબૂક માં લખવાનું કેહવાનું વગેરે.
(5) સુદ્રઢીકરણ કૌશલ્ય (૫ મિનીટ) : આમાં શિક્ષક દ્વારા પૂછવામાં આવેલા સવાલ નો જવાબ વિદ્યાર્થી આપે ત્યારે તેને ભણવા પ્રોત્સાહન મળે અને જવાબ આપવા અને બોલવા માટે પ્રેરે તેવા શબ્દો નો પ્રયોગ કરવાનો.
જેવા કે - "શાબાશ , સરસ, સુંદર, બરાબર છે, ખુબ સરસ (જયારે અઘરા સવાલ નો જવાબ આપે ત્યારે), Good , Very Good , સ્મિત કરીને .." આ રીતે તેને પ્રોત્સાહન મળે.
- અને નકારાત્મક મુદ્રા કે શબ્દો ન બોલવા કારણ કે તેનાથી વિદ્યાર્થી લઘુતાગ્રંથી થી પીડાય છે. તેમજ જવાબ આપવા માટે તૈયાર ન થાય, તેવા કર્યો કે શબ્દો નો ઉપયોગ ન કરવો.
જેવા કે - "વિદ્યાર્થી જવાબ આપતો હોય ત્યારે તેની તરફ ન જોવું, માથું ખંજવાળવું કે બારી બહાર દેખવું, નથી આવડતું, કાપડ ચઢાવવી, ના માં ડોકું હલાવવું, વગેરે.."
જો વિદ્યાર્થી ને જવાબ આપવામાં મોડું થાય કે અટકી અટકી ને બોલે તો તેને પ્રોત્સાહન આપે તેવું બોલવું.
જેવું કે - હા હા પ્રયત્ન કરો, તમે બોલી શકો છો, યાદ કરીને બોલો..આવડશે...,તમને આવડે જ છે..પ્રયત્ન કરો વગેરે જેવા શબ્દો બોલવાના, જેથી વિદ્યાર્થીના ઉત્સાહમાં વૃદ્ધિ થાય.
