B.ed. Notes लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
B.ed. Notes लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

शनिवार, 12 सितंबर 2020

ભારતના સંવિધાનમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અને માતૃભાષા દ્વારા શિક્ષણ અંગેની જોગવાઈઓ સમજાવો.

 Que. : ભારતના સંવિધાનમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ

અને
માતૃભાષા દ્વારા શિક્ષણ અંગેની જોગવાઈઓ સમજાવો.
*      ભારતીય સંવિધાન :
*      પ્રસ્તાવના :
First Little Step
કોઈ પણ રાષ્ટ્ર પોતાના દેશનું રાજ્યતંત્ર ચલાવવા માગતું હોય તો તેની પાસે પોતાનું બંધારણ હોવું જરૂરી છે. સુવ્યવસ્થિત, સુચારુ, શાસન વ્યવાથાનું પથ પ્રદર્શન કરનાર કોઈ પણ રાષ્ટ્રનું બંધારણ યા સંવિધાન હોય છે. બંધારણ એ કોઈ પણ રાષ્ટ્રની પ્રજાની આકાંક્ષાઓનો અને અપેક્ષાઓનું પ્રતિબિંબ છે. રાષ્ટ્રની કાનૂની ઇચ્છાશક્તિ (Will Power) એટલે જ કોઈ પણ રાષ્ટ્રનું સંવિધાન દેશને યોગ્ય માર્ગે (Right Track) પણ લઇ જનાર એ પથદર્શક – દિશાદર્શક પાટિયું (Sign Board) છે. રાષ્ટ્રની શાસન નાવને યોગ્ય દિશામાં પ્રેરનાર એ રાષ્ટ્રની દીવાદાંડી છે. બંધારણ વિના કોઈ પણ રાષ્ટ્ર પોતાની શાસન અંગેની નીતિનો અમલ કરી શકતી નથી. બંધારણની ગેરહાજરીમાં રાષ્ટ્રમાં અરાજકતા અને અવ્યવસ્થા ફેલાય છે. ભારત જેવા વિશાળ લોકશાહી દેશમાં બંધારણ અત્યંત મહત્વનું બની જાય છે. પહેલાં આપણે સંવિધાન યા બંધારણ એટલે શું તે સમજીશું.

*  બંધારણ એટલે શું ?
(1) Constitution is a set of established rules embodying and directing the government.
     સંવિધાન એ સરકારની રચના કરવાના અને સરકારને માર્ગદર્શન આપવાના નિયમોની શ્રેણી છે.
(2) “Constitution is the fundamental law of a country which refleets the Fundamental Principles on which the government of the country is based.”
    સંવિધાન એ કોઈ પણ દેશનો એવો મૂળભૂત કાનુન છે કે જે તે દેશની સરકાર જે જે મૂળભૂત સિધ્ધાંતોને આધારે રચાયેલી હોય છે તેમાં તેમનું પ્રતિબિંબ પાડે છે.

*   ભારતના સંવિધાનમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ :
  • શિક્ષણને સંબંધિત સંવિધાનમાં નિર્દિષ્ટ મહત્વનું લક્ષ્યાંક નિ:શુલ્ક, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ  છે.
  • બંધારણના અનુચ્છેદ 45 માં 6 થી 14 વર્ષનિ વયજૂથના બાળકો માટે નિ:શુલ્ક, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ છે.

Ø  અનુચ્છેદ 45 :
  • રાજ્ય સરકાર બંધારણ અમલમાં આવ્યા પછી દસ વર્ષની સમયાવધિમાં 14 વર્ષની વાય પૂરી થાય ત્યાં સુધી નિ:શુલ્ક અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરશે.
  • આ અનુચ્છેદ અનુસાર બંધારણમાં નક્કી થયેલું મુખ્ય લક્ષ્યાંક 6 થી 14 વર્ષની વયજૂથનાં તમામ બાળકોને 1960 સુધીમાં નિ:શુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે એવી જોગવાઈ કરવાનું હતું.
  • શિક્ષણ એ રાજ્યનો વિષય હોવાથી આ કાર્ય રાજ્ય કરે એવું માનવામાં આવ્યું. પરંતુ આ અંગેની જવાબદારીમાં કેન્દ્ર સરકાર પણ જોડાય એ હેતુથી શિક્ષણ ને હવે રાજ્ય અને કેન્દ્રની સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યું છે.
  • આજે સન્ 2004 માં પણ 6 થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોને શાળામાં લાવવાનું લક્ષ્યાંક સિધ્ધ થયું નથી.
  • દેશની સાક્ષરતાનો દર 60 ટકાની આસપાસ જ રહ્યો છે.
  • દેશમાં પ્રતિ વર્ષ નિરક્ષરોની સંખ્યા વધતી જાય છે.
  • ગરીબી, અજ્ઞાન (અંધશ્રધ્ધા, ધાર્મિક માન્યતાઓ) અને શિક્ષણ માટે જાગૃતિના અભાવના કારણે કરોડોની સંખ્યામાં બાળકોએ શાળાનું પગથિયું જોયું નથી.
  • આ પરિસ્થિતિ નિવારવાના ઘણા પ્રયાસો થઇ રહ્યા છે.
  • ડી.પી.ઈ.પી. (ડીસ્ટ્રીક પ્રાયમરી એજ્યુકેશન પ્રોગ્રામ) યોજના સર્વ શિક્ષા અભિયાન જેવા કાર્યક્રમો અમલી બનાવાઈ રહ્યા છે.

*      માતૃભાષા દ્વારા શિક્ષણ અંગેની જોગવાઈ :
-      શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા જ હોઈ શકે. આ બાબતને મનોવૈજ્ઞાનિકનો  ટેકો મળેલો છે.
-      ભારતમાં કે જ્યાં વિવિધ ભાષાઓ બોલાય છે ત્યાં પ્રાથમિક કક્ષાએ માતૃભાષામાં શિક્ષણ મળે એવી જોગવાઈ બંધારણના અનુચ્છેદ 350 (A) માં કરવામાં આવી છે.

Ø  અનુચ્છેદ 350 (A) :
  • ભાષાકીય લઘુમતિ જૂથોના બાળકોને શિક્ષણની પ્રાથમિક કશે માતૃભાષામાં શિક્ષણ આપવાની પૂરતી સગવડો કરી આપવા માટે દરેક રાજ્યે અથવા રાજયોમાંના દરેક સ્થાનિક સત્તામંડળે પ્રયાસ કરવો જોઈએ. અને એવી સગવડો કરી આપવા માટે રાષ્ટ્રપતિ પોતાને જરૂરી અથવા યોગ્ય લાગે તેવા આદેશો રાજ્ય સરકારોને આપી શકશે.
  • બંધારણનો આ અનુચ્છેદ બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અપાય એવો લક્ષ્યાંક સૂચવે છે.
  • ગાંધીજીએ સૂચવેલ બુનિયાદી શિક્ષણમાં પણ માતૃભાષા દ્વારા શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે.
  • ભારતનાં વિવિધ રાજ્યોમાં જુદીજુદી ભાષાઓ બોલાય છે.
  • તે રાજ્યમાં વસતા બહુમતી લોકોનાં બાળકો તે રાજ્યમાં બોલાતી ભાષામાં પ્રાથમિક શિક્ષણ સરળતાથી મેળવી શકે.
  • પરંતુ તે રાજ્યમાં વસતા અન્ય ભાષાના લોકોનાં બાળકો પ્રાથમિક શિક્ષણ તેમની માતૃભાષામાં મેળવે એવી બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે.

Ø  સંદર્ભ સાહિત્ય :
-     -        શિક્ષણની આધારશિલાઓ અને એક તંત્ર તરીકે શિક્ષણનું વ્યવસ્થાપન
લેખક : મૂળશંકર એક. જોષી
પ્રકાશન : વરિષેણ પ્રકાશન
-     -        એક પ્રણાલિ તરીકે શિક્ષણ : આધારશિલા અને વ્યવસ્થાપન
લેખક : પ્રિ. નટુભાઈ વી. રાવલ
પ્રકાશન : નીરવ પ્રકાશન