Foundation Of Management Of System Education लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
Foundation Of Management Of System Education लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

शनिवार, 12 सितंबर 2020

સામાજિક પરિવર્તનમાં શિક્ષણનો ફાળો

 Que. : સામાજિક પરિવર્તન એટલે શું ?

સામાજિક પરિવર્તન લાવનારાં પરિબળો સમજાવો.
સામાજિક પરિવર્તન લાવવામાં શિક્ષકની ભૂમિકા સમજાવો.
 
Social Change By Education
 
*               સામાજિક પરિવર્તન : અર્થ –
સામાજિક પરિવર્તન એટલે કોઈ પણ સામાજિક પ્રક્રિયાના સ્વરૂપમાં ફેરફાર, તરાહમાં ફેરફાર અને સ્વરૂપમાં ફેરફાર. સામાજિક પરિવર્તનની વિભાવના સમજવા માટે આપણે સામાજિક પરિવર્તનની કેટલીક વ્યાખ્યા જોઈશું.
Ø   કિંગ્સલે ડેવિસ : સામાજિક સંસ્થાના માળખામાં કે કાર્યપ્રણાલીમાં અન્ય વૈકલ્પિત બાબતોનો ઉદ્ભવ એટલે જ સામાજિક પરિવર્તન.
Ø   Maciver & Page : માનવની માનવસર્જિત રહેણીકરણી, વલણો અને ભૌતિક પરિવર્તનો એ સામાજિક પરિવર્તનો છે.
Ø   Miler : નિશ્ચિત સમયમર્યાદા નિશ્ચિત સમાજવ્યવસ્થાના સંદર્ભમાં સામાજિક સંબંધોમાં આવતું પરિવર્તન તે સામાજિક પરિવર્તન છે.
Ø   ભાટિયા : સામાજિક પરિવર્તન એટલે અન્ય પરિબળોને કારણે ભૌતિક કે સામાજિક રીતે પરિવર્તન પામતા પર્યાવરણ સાથે અનુકૂળ થવા વ્યક્તિ પોતાની જાતમાં એટલે કે તેવો, વલણો અને કાર્યપ્રણાલીમાં ફેરફાર કરે તે.

*               સામાજિક પરિવર્તન : સંકલ્પના –
ઉપરની બધી વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરતાં સામાજિક પરિવર્તનની સંકલ્પના વધુ સ્પષ્ટ થશે. સામાજિક પરિવર્તન એટલે –
Ø   માનવના રહેણીકરણી, વિચારો, માન્યતાઓ, વલણો, પરંપરાઓ, અને પ્રણાલિકાઓમાં આવતાં પરિવર્તનો.
Ø   સામાજિક માળખામાં, સામાજિક તરાહોમાં, સામાજિક આંતરક્રિયાઓ કે સામાજિક કર્તવ્યોમાં આવતાં પરિવર્તનો.
Ø   વાતાવરણ ખાસ કરીને સામાજિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં એટલે કે સમાજના વધુ સારા સભ્ય કે નાગરિક બનવા માટે વ્યક્તિની ટેવો, વલણો અને હેતુઓમાં આવતાં પરિવર્તનો.

*               સામાજિક પરિવર્તન લાવનારાં પરિબળો :
સામાજિક પરિવર્તનો લાવવામાં કેટલાંક પરિબળો જવાબદાર છે. આવાં પરિબળોમાં ભૌતિક પરિબળો કે કુદરતી પરિબળો હોય છે.
દા.ત., ભૂકંપ, જ્વાળામુખી, પૂર કે આગ કે જે લોકોને ઘર વિહોણા અને નિરાશ્રિત બનાવી દે છે. આ પરિસ્થિતિ લોકોને તેમની જીવન પધ્ધતિમાં પરિવર્તન લાવવા મજબૂર બનાવે છે, ઘણીવાર સ્થળાંતર કરવા ફરજ પાડે છે. સામાજિક પરિવર્તન લાવનારાં કેટલાંક પરિબળો આ મુજબ છે.
1.         વસ્તીવિષયક પરિબળ : વસ્તી વધારો સામાજિક પરિવર્તન લાવવામાં ઘણી રીતે જવાબદાર બને છે. ભારતમાં થતો ઝડપી વસ્તીવધારો  ઘણી સામાજિક સમસ્યા ઊભી કરે છે. મોટા શહેરોમાં અસ્તિત્વમાં આવેલ બહુમાળી મકાનો, શાળાઓમાં પાળી પધ્ધતિ, સંતતિ નિયમનના સાધનોનો પ્રચાર, નાનું કુટુંબ સુખી કુટુંબ, પુત્ર-પુત્રી એક સમાન જેવી વિચારસરણીનો પ્રચાર વગેરે વસ્તી વધારાના કારણે પ્રેરાયેલા પરિબળો છે. આ ઉપરાંત વસ્તી વધારાને કારણે સ્થળાંતર એટલે શહેરોમાં વસવાટ. અન્ય દેશમાં વસવાટને પણ એક સામાજિક પરિવર્તન ગણી શકાય.  
2.         રાજકીય પરિબળ : રાજકીય પરિબળ ઘણીવાર સામાજિક પરિવર્તનનું કારણ બને છે. સામ્યવાદી વિચારધારાને કારણે સામ્યવાદી દેશોના સામાજિક માળખામાં પરિવર્તન, ગાંધીજીની આઝાદી માટેની અહિંસક લડત સમયની ભારતની સામાજિક સ્થિતિ, યુધ્ધ પછી પરાજિત દેશની સામાજિક સ્થિતિ વગેરે સામાજિક પરિવર્તનનાં ઉદાહરણ છે, જે રાજકીય પરિબળોને કારણે ઉદ્ભવે છે.
3.         આર્થિક પરિબળ : ગરીબી, ફુગાવો, હરિયાળી ક્રાંતિ અને પરદેશમાં સ્થાયી થયેલા નાગરિકો દ્વારા વતનમાં મોકલવામાં આવતું અઢળક નાણું સામાજિક પરિવર્તન લાવનારું એક પરિબળ બને છે.
4.         ઔદ્યોગિક વિકાસ સમાજમાં થતો ઝડપી ઔદ્યોગિક વિકાસ ઘણાં સામાજિક પરિવર્તનો લાવે છે. ઔદ્યોગિકરણથી રોજગારીમાં વૃધ્ધિ થાય છે, લોકોની આવકમાં વધારો થાય છે. જ્યાં ઉદ્યોગો વિકસે તે શહેરોના ઝડપી વિકાસ થાય છે. કામદાર યુનિયનો રચાય છે. સંઘર્ષ પણ થાય છે. આમ, ઔદ્યોગિકરણ તે પ્રદેશના સામાજિક જીવનમાં ઘણાં પરિવર્તનો લાવે છે.
5.         વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીનો વિકાસ : છેલા કેટલાક વર્ષોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો અદ્ભુત વિકાસ થયો છે. વાહન-વ્યવહાર અને સંદેશા વ્યવહાર અતિ ઝડપી બન્યો છે. દેશ-દેશ વચ્ચેના અંતર ઘટ્યા છે. વિવિધ દેશો વચ્ચે વ્યાપાર વધ્યા છે. ટેલીવિઝન, ઈન્ટરનેટ, ઈ-મેઈલ, વગેરેને કારણે વિવિધ સંસ્કૃતિઓ એકમેકની નિકટ આવી છે.ઔદ્યોગિકરણ ઝડપી બન્યું છે. વ્યવસાયોમાં પરિવર્તન આવ્યા છે. ઘરના રસોડાથી માંડીને ખેતરના સીમાડા સુધી ટેક્નોલોજીના પ્રવેશથી તેમાં ઘણાં પરિવર્તનો આવ્યા છે.
6.         સાંસ્કૃતિક – સામાજિક પરિબળો : વિવિધ સંસ્કૃતિઓની નીકટતાને કારણે ઘણાં સામાજિક – સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે. વિવિધ પ્રદેશના પોશાક – ફેશન, સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી સમાનતાના અધિકાર, સામાજિક નવજાગૃતિ, ગાંધીજીનો સત્યાગ્રહ વગેરેએ ચોક્કસ રીતે સામાજિક પરિવર્તન આણ્યાં છે.

*          સામાજિક પરિવર્તન લાવવામાં શિક્ષણની ભૂમિકા :
-     આપણે આગળ વિચાર્યું તેમ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ સામાજિક પરિવર્તનો લાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, પરંતુ વિજ્ઞાન અને ટેક્નોલોજીનિ શોધો લોકો સુધી શિક્ષણ દ્વારા જ પહોંચે છે.
-     દા.ત., સંકર બિયારણ કે સુધારેલાં બિયારણનો ઉપયોગ, રસાયણિક ખાતરોનો ઉપયોગ, જંતુ નાશકોનો ઉપયોગ વગેરેનો પ્રચાર ખેડૂતોને આ અંગે સુશિક્ષિત કર્યા પછી જ થયો છે. આકાશવાણી અને દૂરદર્શનનાં ખેતીવાડીને લગતા કાર્યક્રમો, કૃષિ યુનિવર્સીટીઓના સેવા વિસ્તરણના કાર્યક્રમો દ્વારા ખેડૂતોને શિક્ષિત કરી શકાયા છે. વસ્તી નિયંત્રણ માટેનો કાર્યક્રમ સફળ બનાવવા રેડિયો, ટી.વી., દૈનિક પત્રો, પોસ્ટરો વગેરે દ્વારા લોકોને શિક્ષિત કરવામાં આવ્યા છે.
-     એવી જ રીતે અંધશ્રદ્ધા અને વહેમ દૂર કરવાનું કાર્ય શિક્ષણ દ્વારા જ થયું છે. સતીપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, કન્યા વિક્રય, દહેજ પ્રથા જેવાં સામાજિક દૂષણો શિક્ષણ દ્વારા જ દૂર થઇ શકે.
-     ઘણાં સંતોએ શિક્ષક તરીકેનું કાર્ય કરી લોકોને પરિવર્તનો સ્વીકારવા તૈયાર કર્યા છે. નરસિંહ મહેતાએ ઘણાં વર્ષો પહેલાં અસ્પૃશ્યતા નિવારવાનું કાર્ય કર્યું હતું.
-     આ જ રીતે કબીર, રહીમ, તુકારામ અને તુલસીદાસ જેવાં સંતોએ સમાજ શિક્ષણ દ્વારા સામાજિક પરિવર્તનો લાવવા નોંધપાત્ર કાર્ય કર્યું છે.
-     શિક્ષણ દ્વારા જ નૂતન વિચારો સ્વીકારવા લોકોને તૈયાર કરી શકાય. નૂતન પરિવર્તનો પ્રત્યે લોકોની શંકાઓનું નિવારણ શીકાહ્સન દ્વારા થઇ શકે.
-     ગાંધીજીએ સત્ય, અહિંસા, સ્વદેશીનો પ્રચાર અભૂતપૂર્વ રીતે કર્યો છે. ગાંધીદર્શન કે ગાંધીવિચાર નામની એક નૂતન વિચારધારાએ ભારતીય સમાજમાં ઘણાં પરિવર્તનો લાવવાનું કાર્ય કર્યું છે.
-     સુઆયોજિત સામાજિક પરિવર્તનો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય, સામાજિક પરિવર્તનો ગતિશીલ બનાવવાનું કાર્ય, પરિવર્તનોની આડે આવતા અવરોધો નિવારવાનું કાર્ય શિક્ષાને કરવાનું છે.
-     શિક્ષણ દ્વારા જ લોકોમાં બૌધિક કે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવી શકાયો છે.
આમ, સામાજિક પરિવર્તનો લાવાવમાં શિક્ષણનો ફાળો ઘણો મોટો છે.       
    

ભારતના સંવિધાનમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અને માતૃભાષા દ્વારા શિક્ષણ અંગેની જોગવાઈઓ સમજાવો.

 Que. : ભારતના સંવિધાનમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ

અને
માતૃભાષા દ્વારા શિક્ષણ અંગેની જોગવાઈઓ સમજાવો.
*      ભારતીય સંવિધાન :
*      પ્રસ્તાવના :
First Little Step
કોઈ પણ રાષ્ટ્ર પોતાના દેશનું રાજ્યતંત્ર ચલાવવા માગતું હોય તો તેની પાસે પોતાનું બંધારણ હોવું જરૂરી છે. સુવ્યવસ્થિત, સુચારુ, શાસન વ્યવાથાનું પથ પ્રદર્શન કરનાર કોઈ પણ રાષ્ટ્રનું બંધારણ યા સંવિધાન હોય છે. બંધારણ એ કોઈ પણ રાષ્ટ્રની પ્રજાની આકાંક્ષાઓનો અને અપેક્ષાઓનું પ્રતિબિંબ છે. રાષ્ટ્રની કાનૂની ઇચ્છાશક્તિ (Will Power) એટલે જ કોઈ પણ રાષ્ટ્રનું સંવિધાન દેશને યોગ્ય માર્ગે (Right Track) પણ લઇ જનાર એ પથદર્શક – દિશાદર્શક પાટિયું (Sign Board) છે. રાષ્ટ્રની શાસન નાવને યોગ્ય દિશામાં પ્રેરનાર એ રાષ્ટ્રની દીવાદાંડી છે. બંધારણ વિના કોઈ પણ રાષ્ટ્ર પોતાની શાસન અંગેની નીતિનો અમલ કરી શકતી નથી. બંધારણની ગેરહાજરીમાં રાષ્ટ્રમાં અરાજકતા અને અવ્યવસ્થા ફેલાય છે. ભારત જેવા વિશાળ લોકશાહી દેશમાં બંધારણ અત્યંત મહત્વનું બની જાય છે. પહેલાં આપણે સંવિધાન યા બંધારણ એટલે શું તે સમજીશું.

*  બંધારણ એટલે શું ?
(1) Constitution is a set of established rules embodying and directing the government.
     સંવિધાન એ સરકારની રચના કરવાના અને સરકારને માર્ગદર્શન આપવાના નિયમોની શ્રેણી છે.
(2) “Constitution is the fundamental law of a country which refleets the Fundamental Principles on which the government of the country is based.”
    સંવિધાન એ કોઈ પણ દેશનો એવો મૂળભૂત કાનુન છે કે જે તે દેશની સરકાર જે જે મૂળભૂત સિધ્ધાંતોને આધારે રચાયેલી હોય છે તેમાં તેમનું પ્રતિબિંબ પાડે છે.

*   ભારતના સંવિધાનમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ :
  • શિક્ષણને સંબંધિત સંવિધાનમાં નિર્દિષ્ટ મહત્વનું લક્ષ્યાંક નિ:શુલ્ક, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ  છે.
  • બંધારણના અનુચ્છેદ 45 માં 6 થી 14 વર્ષનિ વયજૂથના બાળકો માટે નિ:શુલ્ક, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ છે.

Ø  અનુચ્છેદ 45 :
  • રાજ્ય સરકાર બંધારણ અમલમાં આવ્યા પછી દસ વર્ષની સમયાવધિમાં 14 વર્ષની વાય પૂરી થાય ત્યાં સુધી નિ:શુલ્ક અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરશે.
  • આ અનુચ્છેદ અનુસાર બંધારણમાં નક્કી થયેલું મુખ્ય લક્ષ્યાંક 6 થી 14 વર્ષની વયજૂથનાં તમામ બાળકોને 1960 સુધીમાં નિ:શુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે એવી જોગવાઈ કરવાનું હતું.
  • શિક્ષણ એ રાજ્યનો વિષય હોવાથી આ કાર્ય રાજ્ય કરે એવું માનવામાં આવ્યું. પરંતુ આ અંગેની જવાબદારીમાં કેન્દ્ર સરકાર પણ જોડાય એ હેતુથી શિક્ષણ ને હવે રાજ્ય અને કેન્દ્રની સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યું છે.
  • આજે સન્ 2004 માં પણ 6 થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોને શાળામાં લાવવાનું લક્ષ્યાંક સિધ્ધ થયું નથી.
  • દેશની સાક્ષરતાનો દર 60 ટકાની આસપાસ જ રહ્યો છે.
  • દેશમાં પ્રતિ વર્ષ નિરક્ષરોની સંખ્યા વધતી જાય છે.
  • ગરીબી, અજ્ઞાન (અંધશ્રધ્ધા, ધાર્મિક માન્યતાઓ) અને શિક્ષણ માટે જાગૃતિના અભાવના કારણે કરોડોની સંખ્યામાં બાળકોએ શાળાનું પગથિયું જોયું નથી.
  • આ પરિસ્થિતિ નિવારવાના ઘણા પ્રયાસો થઇ રહ્યા છે.
  • ડી.પી.ઈ.પી. (ડીસ્ટ્રીક પ્રાયમરી એજ્યુકેશન પ્રોગ્રામ) યોજના સર્વ શિક્ષા અભિયાન જેવા કાર્યક્રમો અમલી બનાવાઈ રહ્યા છે.

*      માતૃભાષા દ્વારા શિક્ષણ અંગેની જોગવાઈ :
-      શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા જ હોઈ શકે. આ બાબતને મનોવૈજ્ઞાનિકનો  ટેકો મળેલો છે.
-      ભારતમાં કે જ્યાં વિવિધ ભાષાઓ બોલાય છે ત્યાં પ્રાથમિક કક્ષાએ માતૃભાષામાં શિક્ષણ મળે એવી જોગવાઈ બંધારણના અનુચ્છેદ 350 (A) માં કરવામાં આવી છે.

Ø  અનુચ્છેદ 350 (A) :
  • ભાષાકીય લઘુમતિ જૂથોના બાળકોને શિક્ષણની પ્રાથમિક કશે માતૃભાષામાં શિક્ષણ આપવાની પૂરતી સગવડો કરી આપવા માટે દરેક રાજ્યે અથવા રાજયોમાંના દરેક સ્થાનિક સત્તામંડળે પ્રયાસ કરવો જોઈએ. અને એવી સગવડો કરી આપવા માટે રાષ્ટ્રપતિ પોતાને જરૂરી અથવા યોગ્ય લાગે તેવા આદેશો રાજ્ય સરકારોને આપી શકશે.
  • બંધારણનો આ અનુચ્છેદ બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અપાય એવો લક્ષ્યાંક સૂચવે છે.
  • ગાંધીજીએ સૂચવેલ બુનિયાદી શિક્ષણમાં પણ માતૃભાષા દ્વારા શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે.
  • ભારતનાં વિવિધ રાજ્યોમાં જુદીજુદી ભાષાઓ બોલાય છે.
  • તે રાજ્યમાં વસતા બહુમતી લોકોનાં બાળકો તે રાજ્યમાં બોલાતી ભાષામાં પ્રાથમિક શિક્ષણ સરળતાથી મેળવી શકે.
  • પરંતુ તે રાજ્યમાં વસતા અન્ય ભાષાના લોકોનાં બાળકો પ્રાથમિક શિક્ષણ તેમની માતૃભાષામાં મેળવે એવી બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે.

Ø  સંદર્ભ સાહિત્ય :
-     -        શિક્ષણની આધારશિલાઓ અને એક તંત્ર તરીકે શિક્ષણનું વ્યવસ્થાપન
લેખક : મૂળશંકર એક. જોષી
પ્રકાશન : વરિષેણ પ્રકાશન
-     -        એક પ્રણાલિ તરીકે શિક્ષણ : આધારશિલા અને વ્યવસ્થાપન
લેખક : પ્રિ. નટુભાઈ વી. રાવલ
પ્રકાશન : નીરવ પ્રકાશન