Chapter : શિક્ષક – શિક્ષણ અંગે વિચારણા
પ્રશ્ન: NCF સૂચવેલા (દરેક સ્તર) શિક્ષક-શિક્ષણની હેતુઓની વિસ્તારથી ચર્ચા કરો.
v પ્રસ્તાવના :
NCF 2005 શિક્ષણની રાષ્ટ્રીય પ્રણાલીનું એવું માળખું પ્રસ્થાપિત કરે છે કે જેમાં કેટલાંક હાર્દરૂપ મૂલ્યો અને સ્વરૂપાંતરક્ષમ ધ્યેયો દર્શાવેલા હોય જે ભારતના બંધારણીય દર્શન સાથે સુસંગત હોય. પરંતુ 21 મી સદી માટે જરૂરી શિક્ષણના સ્વરૂપ અને તે માટેની પધ્ધતિઓ પાઠ્યપુસ્તકો, વર્ગખંડો, શિક્ષકો અને વલણોમાં આમૂલ પરિવર્તન તે હિમાયત કરે છે.
[1] પૂર્વ પ્રાથમિક શિક્ષણના હેતુઓ :
1. નાના બાળકો માટેની આત્મીયતા માટે પ્રેમ, લાગણી, સંવેદના અને સન્માન ભાવિ શિક્ષકોમાં પ્રત્યારોપિત કરવા.
2. પૂર્વ પ્રાથમિક શાળાના સંશાધનોની પ્રાપ્તિ, સંગઠન, આયોજન અને વ્યવસ્થાપનના કૌશલ્યો ભાવિ શિક્ષકોમાં વિકસાવવા.
3. વિશિષ્ટ જરૂરીયાતવાળા અધ્યેતાઓના અધ્યાપન માટે જરૂરી પદ્ધતિઓ અને સામગ્રીઓથી ભાવિ શિક્ષકોને સજ્જ કરવા.
4. નાના બાળકોમાં સ્વાભાવિકપણે હસ્તાંતરણ કરી શકાય એવા મૂલ્યો ભાવિ શિક્ષકોમાં વિકસાવવા.
5. બાળકોમાં તેમની નિકટના પર્યાવરણને જાણવાની તેમના પ્રત્યે પ્રેમ અને આદરભાવ રાખવાની ઈચ્છાઓનું આરોપણ કરવા માટે ભાવિ શિક્ષકોને સક્ષમ બનાવવા.
6. નાના અધ્યેતાઓને સ્વસ્થ જીવન જીવવાનું શીખવી શકાય એ માટે સ્વાસ્થ્ય અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પ્રત્યેની જાગૃતિનું ભાવિ શિક્ષકોમાં નિર્માણ કરવું.
7. સ્થાનિક સંસાધનો અને સ્થાનિક પરિપ્રેક્ષ્યોનો ઉપયોગ કરવા માટે ભાવિ શિક્ષકોને તૈયાર કરવા.
8. પૂર્વ પ્રાથમિક ક્ષણ બાળકોના શારીરિક, સામાજિક, સાંવેગિક, બૌદ્ધિક, સૌન્દર્યાત્મક, ભાષાકીય, સાંસ્કૃતિક અને સંબંધિત પાસાઓના સર્વાંગીણ વિકાસને સમજવા માટે ભાવિ શિક્ષકોને સક્ષમ બનાવવા.
[2] પ્રાથમિક શિક્ષક-શિક્ષણના હેતુઓ :
પ્રાથમિક શિક્ષક-શિક્ષણના હેતુઓ નીચે મુજબ છે. –
1. વર્ગખંડમાં અને વર્ગખંડની બહાર સમગ્ર અભ્યાસક્રમ વ્યવહારની સાથે મૂલ્યોને ગૂંથી લેવા માટે ભાવિ શિક્ષકોને સક્ષમ બનાવવા.
2. ભાષાઓને અસરકારક રીતે અને સર્જનાત્મક રીતે શીખવવા માટે શ્રાવણ અને ભાષણ સહિત ભાષા કૌશલ્યો ભાવિ શિક્ષકોમાં વિકસાવવા.
3. ભાવિ શિક્ષકોને ICT ની તાકાતને સમજવા અને તેનો ઉપયોગ કરવા સમર્થ બનાવવા.
4. અધ્યેતાઓની સામાજિક, આંતરવૈયક્તિક અને સાંવેગિક સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા ભાવિ શિક્ષકોમાં વિકસાવવી.
5. ક્રિયાત્મક સંશોધન પ્રકલ્પો હાથ ધરવા મારે ભાવિ શિક્ષકોને સમર્થ બનાવવા.
6. વિશિષ્ટ જરૂરિયાતવાળા અધ્યેતાઓના અધ્યાપન માટે પદ્ધતિઓ અને સામગ્રીઓથી ભાવિ શિક્ષકોને પરિચિત કરવા.
7. નબળા અને સુવિધા વંચિત જૂથોના અધ્યેતાઓના શિક્ષણ માટેની ખાસ નિસ્બત ભાવિ શિક્ષકોમાં વિકસાવવા.
8. સ્વાસ્થ્ય અને આરોગ્યની જાગૃતિ ભાવિ શિક્ષકોમાં વિકસાવવી.
9. સતત, સર્વગ્રાહી અને નિદાનાત્મક મૂલ્યાંકન અને ઉપચારાત્મક અધ્યાપનનું આયોજન કરવાના કૌશલ્યો ભાવિ શિક્ષકમાં વિકસાવવા.
[3] માધ્યમિક શિક્ષક-શિક્ષણના હેતુઓ :
માધ્યમિક કક્ષાએ શિક્ષક-શિક્ષણના સામાન્ય હેતુઓ નીચે મુજબ છે. –
1. ભાવિ શિક્ષકોને માત્ર વિષયો જ નહીં પરંતુ વિવિધ વિષયો વચ્ચે જ્ઞાનની એકતા અંગેની સમજ આપવી.
2. ભાવિ શિક્ષકોને અધ્યેતાઓ જ્ઞાનનું સર્જન કેવી રીતે કરે છે તે જાણવા અને પ્રક્રિયા પૂરી પાડવા સમર્થ બનાવવા.
3. ભાવિ શિક્ષકોમાં પ્રત્યાયન અને ભાષા સામર્થ્યના કૌશલ્યો વિકસાવવા.
4. ભાવિ શિક્ષકોમાં સ્થાનિક ઉપલબ્ધ શિક્ષણિક સંસાધનોના ઉપયોગની ક્ષમતા વિકસાવવી.
5. ભાવિ શિક્ષકોમાં તેમના વ્યવસાય વિકાસ માટે આજીવન અધ્યેતા બનવાના કૌશલ્યો વિકસાવવા.
6. આંતર્ગ્રહિત શિક્ષણ (Inclusive Education) પ્રત્યે દોરી જતાં વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતવાળા અધ્યેતાઓ સાથે કામ પાડવાની ક્ષમતાઓ ભાવિ શિક્ષકોમાં વિકસાવવી.
7. ભાવિ શિક્ષકોને ભારતની વિવિધતામાં એકતાને બિરદાવતા કરવા.
8. ભાવિ શિક્ષકોને જીવનના વિવિધ ક્ષેત્રે વિશ્વસંસ્કૃતિમાં ભારતનો અને ભારતીય સંસ્કૃતિમાં વિશ્વના ફાળાને બિરદાવતા કરવા.
9. માર્ગદર્શન અને સલાહ માટેના કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે ભાવિ શિક્ષકોને સમર્થ બનાવવા.
10. તમામ વિષયો અને પ્રવૃતિઓ સાથે મૂલ્યોને વણી લેવા માટે ભાવિ શિક્ષકોને સક્ષમ બનાવવા.
11. ભાવિ શિક્ષકોને ક્ષતિરહિત, પ્રતિચારાત્મક અને પારદર્શક મૂલ્યાંકન માટેની ક્ષમતાઓ વિકસાવવા સમર્થ બનાવવા.
[4] ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના હેતુઓ :
- રમત-ગમત
- જૂથ ચર્ચા પધ્ધતિનો ઉપયોગ
- પ્રોજેકટ પદ્ધતિનો ઉપયોગ
- વર્તમાન પ્રવાહની જાણકારી
- માર્ગદર્શન અને સલાહ
- શારીરિક માર્ગદર્શન
- કારકિર્દી માર્ગદર્શન
- સાંસ્કૃતિક પ્રવૃત્તિ આયોજન.
1. માર્ગદર્શન અને સલાહ :
à ભાવિ શિક્ષકોમાં તેમના વ્યવસાયિક વિકાસ માટે આજીવન અધ્યેતા બનવાના કૌશલ્યો વિકસાવવા.
2. સાંસ્કૃતિક શિક્ષણ પધ્ધતિનું આયોજન :
à આંતર્ગ્રહિત શિક્ષણ પ્રત્યે દોરી જતાં વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતોવાળા અધ્યેતાઓ સાથે કામ પડાવવાની ક્ષમતાઓ ભાવિ શિક્ષકોમાં વિકસાવે.
3. ભાષા સજ્જતા :
à ભાષા એ શિક્ષકોમાં પ્રત્યાયન અને ભાષા કૌશલ્યો વિકસાવવા.
4. વર્તમાન પ્રવાહની જાણકારી :
à વિષયવસ્તુની જાણકારી સાથે વિદ્યાર્થીઓને વર્તમાન સમયની સાથે થઇ રહેલ પ્રગતિ અને વિવિધ જાણકારીઓનું શિક્ષણ આપવું.
à ભાવિ શિક્ષકોમાં સ્થાનિક ઉપલબ્ધ શૈક્ષણિક સંસાધનોના ઉપયોગથી ક્ષમતા વિકસાવવી.
à ભાવિ શિક્ષકોને કાર્ય વ્યવહન અને મૂલ્યાંકન માટે તમામ પ્રકારના વ્યૂહરચનાઓ, ક્ષમતાઓ અને કૌશલ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરવી.
à ભાવિ શિક્ષકોને ક્ષતિરહિત, પ્રતિચારાત્મક અને પારદર્શક મૂલ્યાંકન માટેની ક્ષમતાઓ વિકસાવવા સમર્થ બનાવવા.
à ભાવિ શિક્ષકોને અધ્યેતાઓ જ્ઞાનનું સર્જન કેવી રીતે કરે છે તે જાણવા અને પ્રક્રિયા પૂરી પાડવા સમર્થ બનાવવા.
à ભાવિ શિક્ષકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને સંવેદનશીલતા વિકસાવવા અને પર્યાવરણીય પડકારોને પહોંચી વળવા માટે કૌશલ્યો કેળવવા.
v ઉપસંહાર :
ઉપયુક્ત હેતુઓ ઉપરાંત NCF દસ્તાવેજમાં ઉચ્ચતરમાં સેવાકાલીન શિક્ષક-શિક્ષણ શિક્ષક અંગેના હેતુઓ પણ દર્શાવવામાં આવ્યા છે. આ રીતે Curriculum Framwork For Teacher Education એક આદર્શ દસ્તાવેજ છે. પરંતુ તેને વ્યવહારમાં મૂકવો સરળ નથી. વર્તમાન સમયમાં માળખાકીય સુવિધાઓનો સદંતર અને નવવિચારોથી સભર NCF ભલામણો અમલીકૃત બને તે માટે તો માત્ર આશા જ સેવી શકાય.
*********************************************************