Teacher's Education लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
Teacher's Education लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

शनिवार, 12 सितंबर 2020

NCF - 2005 Purposes

 

Chapter : શિક્ષક – શિક્ષણ  અંગે વિચારણા

પ્રશ્ન: NCF સૂચવેલા (દરેક સ્તર) શિક્ષક-શિક્ષણની હેતુઓની વિસ્તારથી ચર્ચા કરો.

v   પ્રસ્તાવના :

NCF 2005 શિક્ષણની રાષ્ટ્રીય પ્રણાલીનું એવું માળખું પ્રસ્થાપિત કરે છે કે જેમાં કેટલાંક હાર્દરૂપ મૂલ્યો અને સ્વરૂપાંતરક્ષમ ધ્યેયો દર્શાવેલા હોય જે ભારતના બંધારણીય દર્શન સાથે સુસંગત હોય. પરંતુ 21 મી સદી માટે જરૂરી શિક્ષણના સ્વરૂપ અને તે માટેની પધ્ધતિઓ પાઠ્યપુસ્તકો, વર્ગખંડો, શિક્ષકો અને વલણોમાં આમૂલ પરિવર્તન તે હિમાયત કરે છે.

[1]     પૂર્વ પ્રાથમિક શિક્ષણના હેતુઓ :
1.        નાના બાળકો માટેની આત્મીયતા માટે પ્રેમ, લાગણી, સંવેદના અને સન્માન ભાવિ શિક્ષકોમાં પ્રત્યારોપિત કરવા.
2.        પૂર્વ પ્રાથમિક શાળાના સંશાધનોની પ્રાપ્તિ, સંગઠન, આયોજન અને વ્યવસ્થાપનના કૌશલ્યો ભાવિ શિક્ષકોમાં વિકસાવવા.
3.        વિશિષ્ટ જરૂરીયાતવાળા અધ્યેતાઓના અધ્યાપન માટે જરૂરી પદ્ધતિઓ અને સામગ્રીઓથી ભાવિ શિક્ષકોને સજ્જ કરવા.
4.        નાના બાળકોમાં સ્વાભાવિકપણે હસ્તાંતરણ કરી શકાય એવા મૂલ્યો ભાવિ શિક્ષકોમાં વિકસાવવા.
5.        બાળકોમાં તેમની નિકટના પર્યાવરણને જાણવાની તેમના પ્રત્યે પ્રેમ અને આદરભાવ રાખવાની ઈચ્છાઓનું આરોપણ કરવા માટે ભાવિ શિક્ષકોને સક્ષમ બનાવવા.
6.        નાના અધ્યેતાઓને સ્વસ્થ જીવન જીવવાનું શીખવી શકાય એ માટે સ્વાસ્થ્ય અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પ્રત્યેની જાગૃતિનું ભાવિ શિક્ષકોમાં નિર્માણ કરવું.
7.        સ્થાનિક સંસાધનો અને સ્થાનિક પરિપ્રેક્ષ્યોનો ઉપયોગ કરવા માટે ભાવિ શિક્ષકોને તૈયાર કરવા.
8.        પૂર્વ પ્રાથમિક ક્ષણ બાળકોના શારીરિક, સામાજિક, સાંવેગિક, બૌદ્ધિક, સૌન્દર્યાત્મક, ભાષાકીય, સાંસ્કૃતિક અને સંબંધિત પાસાઓના સર્વાંગીણ વિકાસને સમજવા માટે ભાવિ શિક્ષકોને સક્ષમ બનાવવા.

[2]      પ્રાથમિક શિક્ષક-શિક્ષણના હેતુઓ :
પ્રાથમિક શિક્ષક-શિક્ષણના હેતુઓ નીચે મુજબ છે. –
1.   વર્ગખંડમાં અને વર્ગખંડની બહાર સમગ્ર અભ્યાસક્રમ વ્યવહારની સાથે મૂલ્યોને ગૂંથી લેવા માટે ભાવિ શિક્ષકોને સક્ષમ બનાવવા.
2.   ભાષાઓને અસરકારક રીતે અને સર્જનાત્મક રીતે શીખવવા માટે શ્રાવણ અને ભાષણ સહિત ભાષા કૌશલ્યો ભાવિ શિક્ષકોમાં વિકસાવવા.
3.   ભાવિ શિક્ષકોને ICT ની તાકાતને સમજવા અને તેનો ઉપયોગ કરવા સમર્થ બનાવવા.
4.   અધ્યેતાઓની સામાજિક, આંતરવૈયક્તિક અને સાંવેગિક સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા ભાવિ શિક્ષકોમાં વિકસાવવી.
5.   ક્રિયાત્મક સંશોધન પ્રકલ્પો હાથ ધરવા મારે ભાવિ શિક્ષકોને સમર્થ બનાવવા.
6.   વિશિષ્ટ જરૂરિયાતવાળા અધ્યેતાઓના અધ્યાપન માટે પદ્ધતિઓ અને સામગ્રીઓથી ભાવિ શિક્ષકોને પરિચિત કરવા.
7.   નબળા અને સુવિધા વંચિત જૂથોના અધ્યેતાઓના શિક્ષણ માટેની ખાસ નિસ્બત ભાવિ શિક્ષકોમાં વિકસાવવા.
8.   સ્વાસ્થ્ય અને આરોગ્યની જાગૃતિ ભાવિ શિક્ષકોમાં વિકસાવવી.
9.   સતત, સર્વગ્રાહી અને નિદાનાત્મક મૂલ્યાંકન અને ઉપચારાત્મક અધ્યાપનનું આયોજન કરવાના કૌશલ્યો ભાવિ શિક્ષકમાં વિકસાવવા.

[3]     માધ્યમિક શિક્ષક-શિક્ષણના હેતુઓ :
માધ્યમિક કક્ષાએ શિક્ષક-શિક્ષણના સામાન્ય હેતુઓ નીચે મુજબ છે. –
1.        ભાવિ શિક્ષકોને માત્ર વિષયો જ નહીં પરંતુ વિવિધ વિષયો વચ્ચે જ્ઞાનની એકતા અંગેની સમજ આપવી.
2.        ભાવિ શિક્ષકોને અધ્યેતાઓ જ્ઞાનનું સર્જન કેવી રીતે કરે છે તે જાણવા અને પ્રક્રિયા પૂરી પાડવા સમર્થ બનાવવા.
3.        ભાવિ શિક્ષકોમાં પ્રત્યાયન અને ભાષા સામર્થ્યના કૌશલ્યો વિકસાવવા.
4.        ભાવિ શિક્ષકોમાં સ્થાનિક ઉપલબ્ધ શિક્ષણિક સંસાધનોના ઉપયોગની ક્ષમતા વિકસાવવી.
5.        ભાવિ શિક્ષકોમાં તેમના વ્યવસાય વિકાસ માટે આજીવન અધ્યેતા બનવાના કૌશલ્યો વિકસાવવા.
6.        આંતર્ગ્રહિત શિક્ષણ (Inclusive Education) પ્રત્યે દોરી જતાં વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતવાળા અધ્યેતાઓ સાથે કામ પાડવાની ક્ષમતાઓ ભાવિ શિક્ષકોમાં વિકસાવવી.
7.        ભાવિ શિક્ષકોને ભારતની વિવિધતામાં એકતાને બિરદાવતા કરવા.
8.        ભાવિ શિક્ષકોને જીવનના વિવિધ ક્ષેત્રે વિશ્વસંસ્કૃતિમાં ભારતનો અને ભારતીય સંસ્કૃતિમાં વિશ્વના ફાળાને બિરદાવતા કરવા.
9.        માર્ગદર્શન અને સલાહ માટેના કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે ભાવિ શિક્ષકોને સમર્થ બનાવવા.
10.    તમામ વિષયો અને પ્રવૃતિઓ સાથે મૂલ્યોને વણી લેવા માટે ભાવિ શિક્ષકોને સક્ષમ બનાવવા.
11.    ભાવિ શિક્ષકોને ક્ષતિરહિત, પ્રતિચારાત્મક અને પારદર્શક મૂલ્યાંકન માટેની ક્ષમતાઓ વિકસાવવા સમર્થ બનાવવા.

[4]     ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના હેતુઓ :
-       રમત-ગમત
-       જૂથ ચર્ચા પધ્ધતિનો ઉપયોગ
-       પ્રોજેકટ પદ્ધતિનો ઉપયોગ
-       વર્તમાન પ્રવાહની જાણકારી
-       માર્ગદર્શન અને સલાહ
-       શારીરિક માર્ગદર્શન
-       કારકિર્દી માર્ગદર્શન
-       સાંસ્કૃતિક પ્રવૃત્તિ આયોજન.

1.     માર્ગદર્શન અને સલાહ :
à ભાવિ શિક્ષકોમાં તેમના વ્યવસાયિક વિકાસ માટે આજીવન અધ્યેતા બનવાના કૌશલ્યો વિકસાવવા.

2.     સાંસ્કૃતિક શિક્ષણ પધ્ધતિનું આયોજન :
à આંતર્ગ્રહિત શિક્ષણ પ્રત્યે દોરી જતાં વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતોવાળા અધ્યેતાઓ સાથે કામ પડાવવાની ક્ષમતાઓ ભાવિ શિક્ષકોમાં વિકસાવે.

3.     ભાષા સજ્જતા :
à ભાષા એ શિક્ષકોમાં પ્રત્યાયન અને ભાષા કૌશલ્યો વિકસાવવા.

4.     વર્તમાન પ્રવાહની જાણકારી :
à વિષયવસ્તુની જાણકારી સાથે વિદ્યાર્થીઓને વર્તમાન સમયની સાથે થઇ રહેલ પ્રગતિ અને વિવિધ જાણકારીઓનું શિક્ષણ આપવું.
à ભાવિ શિક્ષકોમાં સ્થાનિક ઉપલબ્ધ શૈક્ષણિક સંસાધનોના ઉપયોગથી ક્ષમતા વિકસાવવી.
à ભાવિ શિક્ષકોને કાર્ય વ્યવહન અને મૂલ્યાંકન માટે તમામ પ્રકારના વ્યૂહરચનાઓ, ક્ષમતાઓ અને કૌશલ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરવી.
à ભાવિ શિક્ષકોને ક્ષતિરહિત, પ્રતિચારાત્મક અને પારદર્શક મૂલ્યાંકન માટેની ક્ષમતાઓ વિકસાવવા સમર્થ બનાવવા.
à ભાવિ શિક્ષકોને અધ્યેતાઓ જ્ઞાનનું સર્જન કેવી રીતે કરે છે તે જાણવા અને પ્રક્રિયા પૂરી પાડવા સમર્થ બનાવવા.
à ભાવિ શિક્ષકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને સંવેદનશીલતા વિકસાવવા અને પર્યાવરણીય પડકારોને પહોંચી વળવા માટે કૌશલ્યો કેળવવા.

v    ઉપસંહાર :
ઉપયુક્ત હેતુઓ ઉપરાંત NCF દસ્તાવેજમાં ઉચ્ચતરમાં સેવાકાલીન શિક્ષક-શિક્ષણ શિક્ષક અંગેના હેતુઓ પણ દર્શાવવામાં આવ્યા છે. આ રીતે Curriculum Framwork For Teacher Education એક આદર્શ દસ્તાવેજ છે. પરંતુ તેને વ્યવહારમાં મૂકવો સરળ નથી. વર્તમાન સમયમાં માળખાકીય સુવિધાઓનો સદંતર અને નવવિચારોથી સભર NCF ભલામણો અમલીકૃત બને તે માટે તો માત્ર આશા જ સેવી શકાય.
*********************************************************

NCF 2005 Documentary

 Chapter : શિક્ષક શિક્ષણ અંગે વિચારણા


NCF Logo
પ્રશ્ન : શિક્ષક શિક્ષણના સંદર્ભમાં NCF નો દસ્તાવેજ જણાવો. NCF ના મહત્વના મુદ્દા અને લક્ષણોની ચર્ચા કરો.
અથવા
NCF ની હિમાયત (ભલામણ) કાર્ય જણાવી તેના મહત્વના મુદ્દા અને લક્ષણોની ચર્ચા શિક્ષક શિક્ષણના સંદર્ભમાં કરો.

v   પ્રસ્તાવના :
શિક્ષક શિક્ષણને આગળ ધપાવવા માટે યોગ્ય અભ્યાસક્રમ, પધ્ધતિ, પ્રયુક્તિ, વાતાવરણની તાતી જરૂર હતી કે જેથી શિક્ષણ ક્ષેત્ર ગુણવત્તા પ્રાપ્તિ કરી શકે જેના માટે NCERT સંસ્થાએ કેટલાંક વર્ષોમાં ત્રણ રાષ્ટ્રીય અભ્યાસક્રમ પ્રારૂપ તૈયાર કરી આપ્યો છે. જે ક્રમશ: 1986, 2000 અને 2005 માં રજૂ કાર્યો.

v   NCF – 2005 દ્વારા સૂચવાયેલા શિક્ષક શિક્ષકના હેતુઓ :
NCERT એ છેલ્લા કેટલાંક વર્ષોમાં ત્રણ રાષ્ટ્રીય અભ્તાસ્ક્રમ પ્રારૂપ તૈયાર કરી આપ્યા છે 1986, 2000 અને 2005 માં ક્રમશ: આ અભ્યાસક્રમ પ્રરુપો રજૂ થયા.

v   NCF 2005 દ્વારા સૂચિત ભલામણો (સમજ) :
à   National Curriculum Framwork For School Education – 2005 ના નામે ઓળખાતો શિક્ષણ અને સંશોધન તાલીમ માટેની રાષ્ટ્રીય પરિષદ (NCERT) દ્વારા તૈયાર કરાયેલો 124 પાનાનો આ દસ્તાવેજ છે. આ દસ્તાવેજ શાળા અભ્યાસક્રમના ઇતિહાસમાં એક સીમાસ્તંભ સમાન છે.
à   NCF 2005 શિક્ષણની રાષ્ટ્રીય પ્રણાલીનું એવું માળખું પ્રસ્થાપિત કરે છે કે જેમાં કેટલાંક હાર્દરૂપ મૂલ્યો અને સ્વરૂપાંતરક્ષમ ધ્યેયો દર્શાવેલા હોય જે ભારતના બંધારણીય દર્શન સાથે સુસંગત હોય.
à   પરંતુ 21 મી સદી માટે જરૂરી શિક્ષણના સ્વરૂપ અને તે માટેની પદ્ધતિઓ, પાઠ્યપુસ્તકો, વર્ગખંડો, શિક્ષકો અને વલણોમાં અમૂલ પરિવર્તનની તે હિમાયત કરે છે.

v  NCF – 2005 ના મહત્વના મુદ્દા :
1.         શાળા અભ્યાસક્રમમાં સંસ્કૃતિ શિક્ષણનું સુગ્રથન.
2.      આ પ્રારૂપ હાલમાં તો ભારતમાં શાળા શિક્ષણ કાર્યક્રમોની અંતર્ગત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને સ્ધ્યાપણ અનુદેશન માટે પ્રારૂપ પૂરું પાડે છે.
3.         NCF 2005 દસ્તાવેજ અગાઉના શિક્ષણ ઉપરના સરકારી અહેવાલમાંથી તેની નીતિના આધારો શોધે છે.
4.          ભાર વિનાના ભણતર ઉપર ભાર મૂકે છે.
5.         રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 – 1992  અને જૂથ ચર્ચાને પ્રકાશિત કરે છે.
6.         ફેબ્રુઆરી 2008 માં ડાયરેક્ટર ક્રિશ્નકુમારે દસ્તાવેજની સામેના પડકારોની ચર્ચા એક ઇન્ટરવ્યુમાં કરી.
7.     અહીં તેમને NCF – 2005 “Elite Schools” માટે નથી એવી દલીલ સામે દસ્તાવેજ નો બચાવ કાર્યો.

à     એ સાચું છે કે તેના પર આધારિત અભ્યાસક્રમ અને પુસ્તકો તમામ CBSE શાળાઓમાં વપરાય છે. પરંતુ કેટલાંક રાજ્યો જેવાં કે – ગોવા, સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ વગેરેએ આ પુસ્તકો પુન: મુદ્રિત કરવાના કોપી રાઇટની પરમીશન મેળવી લીધી. આથી આવી NCF પર આધારિત સામગ્રીનો ઉપયોગ ઘણાં રાજ્યોમાં થવા લાગ્યો.
à   NCF દ્વારા સૂચિત અભ્યાસક્રમ મુજબ પોતાની પ્રાદેશિક ભાષામાં અભ્યાસક્રમ ઘડવા અને સૂચિત અભ્યાસક્રમ સાથે ચાલુ અભ્યાસક્રમની તુલના કરી ભાવિ સુધારાઓની યોજના કરવા NCERT એ એક વખત L 10 લાખની ગ્રાન્ટ દરેક રાજ્યને આપી હતી.
à   ઉત્તરપ્રદેશ, લખનૌમાં તમામ જીલ્લા શિક્ષણ તાલીમ ભવનોને NCF અને તેની રાજ્યમાં સુસંગતતા અંગે પૃથક્કરણની પ્રક્રિયામાં ભાગ લેવા નિયંત્રિત કાર્ય.

v  NCF 2005 ના મુખ્ય લક્ષણો :
દસ્તાવેજ પાંચ ક્ષેત્રમાં વહેંચાયેલો છે. –
1.        પરિપ્રેક્ષ્ય / યથાદર્શન
2.        અધ્યયન અને જ્ઞાન
3.        અભ્યાસક્રમ ક્ષેત્રો, શાળા સ્તરો અને પરીક્ષણ
4.        શાળા અને વર્ગખંડ પર્યાવરણ
5.        પધ્ધતિસરના સુધારા

પ્રવર્તમાન સમયમાં શામેલ શિક્ષણ સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થાના એક મહત્વપૂર્ણ અંગ તરીકે પ્રાદુર્ભાવ પામ્યું છે. આ દ્વારા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે વ્યક્તિ અને રાષ્ટ્ર બંનેની વિકાસ પ્રક્રિયામાં મહત્વનું પ્રદાન કરે.

à   અભ્યાસક્રમની રચના આ નવીનીકરણ પ્રક્રિયાનો આધાર છે અને સમાજમાં થતા રહેતા વિવિધ પરિવર્તનોને ધ્યાનમાં રાખી અભ્યાસક્રમના ગુણાત્મક વિકાસ માટે એક પ્રકારની સતત ખોજ રૂપે તેને જોવો પડશે.

v  NCF 2005 દ્વારા સૂચિત અભ્યાસક્રમ ;
અભ્યાસક્રમ આનુષંગિક બાબતોમાં NCF નીચેના મુદ્દાઓને સ્વીકારે કરે છે. –
1.   સમરસતાપૂર્ણ સમજ માટેનું શિક્ષણ. આમાં કન્યા કેળવણી, વિશિષ્ટ જરૂરીયાતવાળા અધ્યેતાઓનું શિક્ષણ, સુવિધા વંચિત સમુદાયોના અધ્યેતાઓનું શિક્ષણ, તેજસ્વી અને પ્રતિભાવાન બાળકોનું શિક્ષણ વગેરેનો સમાવેશ કરે છે.
2.        રાષ્ટ્રીય અસ્મિતાનું શિક્ષણ.
3.        ભારતીય જ્ઞાનધારા અને માનવજાતને ભારતના પ્રદાનનું સંકલન.
4.        વૈશ્વીકરણની અસર પરત્વે પ્રતિભાવ.
5.        જીવન કૌશલ્યો સાથે શિક્ષણનો સંબંધ.
6.        મૂલ્ય વિકાસ માટે શિક્ષણ.
7.        પ્રારંભિક શિક્ષણ માટે સાર્વત્રીકરણ.
8.        કાર્ય જગત સાથે શિક્ષણનો સંબંધ.
9.        અભ્યાસક્રમના ભારણને અટકાવવું.
10.    જ્ઞાન નિર્માણના રૂપમાં બાળકો.
11.    જ્ઞાન, સંવેદના અને ક્રિયા વચ્ચે સામંજસ્ય.
12.    સંસ્કૃતિ આધારિત શિક્ષણશાસ્ત્ર.
13.    સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન.

આ ઉપરાંત શિક્ષણ એક આજીવન પ્રક્રિયાના રૂપમાં સ્વીકારતા શિક્ષણ ઘર, વિદ્યાલય, સમુદાય, મીડિયા વગેરે જેવાં જીવન ક્ષેત્રોમાં ઘટિત થાય છે. અગ્રીમ હરોળના પાઠ્યક્રમની દિશામાં કેટલાંક ક્ષેત્રો તરત જ સામેલ કરવા યોગ્ય હશે.

જેમ કે, - સંચાર પ્રણાલીમાં નવીનતમ વિકાસ, સ્વાસ્થ્ય સંબંધી નવીન બાબતો, ઊર્જા અને પર્યાવરણ, પુરાતત્વીય શોધો વગેરે.

                   આમ, NCF 1986 અને 2000 માં દર્શાવેલ મુદ્દાઓ ઉપરાંત NCF 2005 એકવીસમી સદીમાં જ્ઞાન સમાજના સુયોગ્ય સભ્ય બનવા માટે વ્યક્તિ અને સમાજની જરૂરિયાતોના સંદર્ભની શિક્ષણની નવીનતમ ભૂમિકાઓ આંકી આપી છે.
~*~*~*~


યુનિવર્સિટી અનુદાન પંચ (Universiti Grants Commission)

 

યુનિવર્સિટી અનુદાન પંચ 
(Universiti Grants Commission)
 v   પ્રસ્તાવના :
ભારતમાં શિક્ષણ વિભાગની સ્થાપના લગભગ સો વર્ષ પહેલાંની આસપાસ થઇ હતી. દેશની સ્વતંત્રતા પહેલાં સન્ 1910 માં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ વિભાગની રચના કરવામાં આવી. જો કે 15 ઓગષ્ટ, સન્ 1947 ના રોજ સ્વતંત્રતા પ્રાપ્તિ પછી તરત જ 29 ઓગષ્ટ, સન્ 1947 એ માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અંતર્ગત પૂર્ણ રૂપથી શિક્ષણ ને સમર્પિત ‘શિક્ષણ વિભાગ’ ની સ્થાપના ફરીથી કરવામાં આવી. જો કે આ વિભાગ કાર્યપ્રણાલી અને જવાબદારીઓમાં સ્વતંત્રતા પછી સમય-સમય પર ઘણાંખરા ફેરફાર કરવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં મંત્રાલયની પાસે શિક્ષણના બે વિભાગ છે. :-
                                            (i)        ઉચ્ચ શિક્ષણ વિભાગ
                                           (ii)        શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ
આ ઉચ્ચ શિક્ષણ વિભાગ અંતર્ગત UGC ની ભૂમિકા વિશે આપણે જોઈશું.

 v   UGC નો અર્થ :
ભારતના વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ જેને અંગ્રેજીમાં University Grants Commission જેને ટૂંકમાં UGC દ્વારા ઓળખવામાં આવે છે. આ આયોગ કેન્દ્રીય સરકારનો એક ઉપક્રમ (આયોજન/કાર્યક્રમ) છે કે જે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયો (University) અને મહાવિદ્યાલયો (College) ને અનુદાન પ્રદાન કરે છે. આ જ આયોગ વિશ્વવિદ્યાલય ને માન્યતા પણ આપે છે.

 v   આયોગ નો ઇતિહાસ અને સ્થાપના :

-      ભારતમાં ઉચ્ચ શિક્ષણનો આરંભ ખૂબ જૂનો છે. એના મૂળમાં 19 મી શતાબ્દી છે, જયારે વાઇસરોય લોર્ડ મૈકાલે એ પોતાની ભલામણ આપી હતી. ત્યારબાદ 20 મી શતાબ્દીના ઈ.સ. 1925 ‘ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ’ ની સ્થાપના કરવામાં આવી. જેનું પછીથી નામ ‘ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ’ (Association OIndian University) પાડવામાં આવ્યું. આ સંસ્થા અંતર્ગત બધાં વિશ્વવિદ્યાલયો વચ્ચે શૈક્ષણિક, સાંસ્કૃતિક, અને સંબંધિત ક્ષેત્રોના વિષયમાં સૂચનાનું અદાન-પ્રદાન થવા લાગ્યું.
-      ભારતીય સ્વતંત્રતા પછી 1948 માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની અધ્યક્ષતામાં ‘યુનિવર્સિટી એજ્યુકેશન કમીશન’ નો પાયો નાખવામાં આવ્યો. જેના અંતર્ગત દેશમાં શિક્ષણની જરૂરિયાતો અને એનામાં સુધારા કરવાના કામ માટે વિચાર કરવામાં આવતાં હતા.
-      આ આયોગે સલાહ આપી કે આઝાદી પૂર્વની યુનિવર્સિટી ગ્રાન્ટ કમિટીને ફરીથી રચના કરવામાં આવે. જેના એક અધ્યક્ષ (અધિકારી) હોય અને એની સાથે દેશના મોટા શિક્ષણવિદો્ને પણ આ સમિતિમાં સાથે જોડવામાં આવે.
-      ઈ.સ. 1952 માં સરકારે નિર્ણય લીધો કે કેન્દ્રીય અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આપવામાં આવતી નાણાંકીય/આર્થિક સહાયોની બાબતોને યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન ને આધીન લાવવામાં આવે. તેના આધારે 28 ડિસેમ્બર 1953 માં તત્કાલીન શિક્ષણ મંત્રી શ્રી મૌલાના અબુલ કલમ આઝાદે ઔપચારિક  આધારના રૂપે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશનનો પાયો નાખ્યો.
-      ત્યારબાદ 1956 માં UGC ને સંસદમાં એક વિશેષ વિધેયક (અધિનિયમ નો ખરડો/મુસદ્દો) પછી સરકારના આધીન લાવવામાં આવ્યું અને ત્યારે ઔપચારિક રૂપે એ સ્થાપિત માનવામાં આવી.

 v   UGC પ્રતીક ચિન્હ્ :

 v   આયોગની સંરચના/બંધારણ :
આયોગ નિમ્નલિખિત ને જોડીને બને છે—
કુલ નવ સભ્યો હોય છે અને એક સેક્રેટરી.

(અ) 3 જુદી-જુદી યુનિવર્સિટીઓના કુલપતિઓ –
-     જે કૃષિ, વાણિજ્ય, વન વિજ્ઞાન અથવા ઉદ્યોગ ના જ્ઞાનનો અનુભવ ધરાવતા હોય.
-     જે ઇન્જિનિયર, તબીબી અથવા અન્ય વિદ્વતવૃતિ (વિદ્વાનને છાજતું) ના વ્યક્તિ હોય.
-     જે વિશ્વવિદ્યાલયોના કુલપતિ હોય. વિશ્વવિદ્યાલયોના શિક્ષક ન હોવાં છતાં કેન્દ્રીય સરકારની સલાહમાં ખ્યાતિપ્રાપ્ત/ ઉલ્લેખનીય શિક્ષણવિદ્ હોય અથવા જેમણે ઉચ્ચ શૈક્ષણિક વિશિષ્ટતાઓ પ્રાપ્ત કરી હોય.
-     પરંતુ આ ખંડ ને આધારે પસંદ કરાયેલ વ્યક્તિઓમાંથી ઓછામાં ઓછા અધિકારી એ વ્યક્તિઓમાંથી હોય જે કેન્દ્રીય સરકાર અથવા કોઈ રાજ્ય સરકારના અધિકારી ન હોય.
(બ)  2 શિક્ષણ વિષયક સરકારી અધિકારીઓ –
-      બે સભ્ય/સદસ્ય સરકારના અધિકારીઓમાંથી પસંદ કરવામાં આવશે કે જે કેન્દ્રીય સરકારનું  પ્રતિનિધિત્વ કરશે.

(ક)  4 રાષ્ટ્રના ઉચ્ચ કક્ષાના કેળવણીકારો –
-      ઓછામાં ઓછા ચાર સભ્ય એ વ્યક્તિઓમાંથી પસંદ કરવામાં આવશે કે જેઓ જે તે સમયે વિશ્વવિદ્યાલયોના શિક્ષક હોય.

 v   UGC ના ક્ષેત્રીય કાર્યાલય/કેન્દ્ર :
ભારતભરમાં ક્ષેત્રીય સ્તર પર પોતાના કાર્યોને સુચારુ રૂપથી આરંભ કરવા માટે UGC એ કેટલાંક સ્થાન પર પોતાના કાર્યાલયો ખોલ્યા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (1986) અનુસાર વિકેદ્રીકરણની આ પ્રક્રિયા ના રૂપમાં દેશમાં 7 સ્થાનો પર પોતાના કાર્યાલય સ્થાપ્યા.

-      ક્ષેત્રીય કાર્યાલયને નીચે મુજબના રાજ્યોની સોંપણી કરવામાં આવી છે –

(1)     દક્ષિણ પૂર્વીય ક્ષેત્રીય કાર્યાલય [Southern Eastern Rgional Office (SERO)]
સ્થાન : હેદ્રાબાદ
સ્થાપના દિન : 20-09-1994
કુલ કૉલેજ : 668
સમાવિષ્ટ રાજ્ય : આંધ્ર પ્રદેશ, પોંડીચેરી, આંદમાન-નિકોબાર અને તમિલનાડુ
(2)     પશ્ચિમી ક્ષેત્રીય કાર્યાલય [Western Regional Office (WRO)]
સ્થાન : પુને
સ્થાપના દિન : 11-11-1994
કુલ કૉલેજ : 996
સમાવિષ્ટ રાજ્ય : મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દાદર અને નગર હવેલી, દમન અને દીવ
(3)     મધ્યસ્થ ક્ષેત્રીય કાર્યાલય [Central Regional Office (CRO)]
સ્થાન : ભોપાલ
સ્થાપના દિન : 01-12-1994
કુલ કૉલેજ : 791
સમાવિષ્ટ રાજ્ય : મધ્ય પ્રદેશ અને રાજસ્થાન
(4)     ઉત્તરીય ક્ષેત્રીય કાર્યાલય [Northern Regional College Bureua (NRCB)]
સ્થાન : દિલ્હી
કુલ કૉલેજ : 922
સમાવિષ્ટ રાજ્ય : જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ
(5)     ઉત્તર-પૂર્વીય ક્ષેત્રીય કાર્યાલય [North-Eastern Regional Office (NERO)]
સ્થાન : ગુવાહાટી
સ્થાપના દિન : 01-04-1995
કુલ કૉલેજ : 253
સમાવિષ્ટ રાજ્ય : અસમ, મેઘાલય, મિઝોરમ, મણીપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ
(6)     પૂર્વીય ક્ષેત્રીય કાર્યાલય [Eastern Regional Office (ERO)]
સ્થાન : કોલકત્તા
સ્થાપના દિન : 03-09-1996
કુલ કૉલેજ : 1009
સમાવિષ્ટ રાજ્ય : પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા અને સિક્કિમ
(7)     દક્ષિણ પશ્ચિમી ક્ષેત્રીય કાર્યાલય [South-Western Regional Office (SWRO)]
સ્થાન : બેંગલોર
સ્થાપના દિન : 25-04-1999
કુલ કૉલેજ : 714
સમાવિષ્ટ રાજ્ય : કેરલા, કર્નાટક અને લક્ષદ્વીપ

 v   UGC નો કાર્ય વિસ્તાર :
UGC નો કાર્ય વિસ્તાર નીચે મુજબ છે –

1.       દેશની યુનિવર્સિટીઓની ગુણવત્તાના ધોરણો અંગે સરકારને જરૂરી સલાહ આપવી.
2.       દેશની યુનિવર્સિટીઓની જરૂરીયાતોની તપાસ કરી શૈક્ષણિક તેમજ ભૌતિક સુવિધાઓ માટે જરૂરી અનુદાનની વહેંચણી કરવી અને તે અંગે જરૂરી સલાહ આપવી.
3.       નવી યુનિવર્સિટીના સ્થાપના અને વિસ્તાર અંગેની દરખાસ્તો પર સરકારોને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપવું.
4.       નવી સંસ્થાઓની સ્થાપના માટે રાજ્ય સરકારને સલાહ આપે છે.
5.       યુનિવર્સિટીઓ દ્વારા આપેલી ડીગ્રીની માન્યતા અંગે સરકારને સલાહ આપવી.  
6.       યુનિવર્સિટીઓને ઉચ્ચ શિક્ષણ સુધારણા અંગેના પગલાં લેવા માટે જરૂરી સલાહ આપવી, માર્ગદર્શન આપવું.
7.       કેન્દ્રીય ધારા અન્વયે સ્થપાયેલ મધ્યસ્થ યુનિવર્સિટીને નિભાવ(સંભાળ), વિકાસ માટે અનુદાન આપવું.
8.       કેટલીક ગુણવત્તાહીન કૉલેજો ને સમ્બદ્ધતા પ્રદાન કરવાવાળી વિશ્વવિદ્યાલય તથા આયોગના નિયમનના પાલન કરવામાં જે વિશ્વવિદ્યાલયો/કોલેજો અસફળ નીવડી છે તેવી વિશ્વવિદ્યાલયો અને કૉલેજો ને મળવા પાત્ર અનુદાન તેમજ માન્યતા આયોગ દ્વારા સમાપ્ત કરવામાં આવે છે.

 v   UGC ગ્રાન્ટ :

è  UGC માટે ગ્રાન્ટ –
-      દેશના ઉચ્ચતર શિક્ષણને સંબંધિત મુખ્ય નીતિઓ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. આ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ ને અનુદાન પ્રદાન કરે છે.
è  વિકાસ ખર્ચ ગ્રાન્ટ –
-      મધ્યસ્થ યુનિવર્સિટીઓના તેમજ યુનિવર્સિટીઓને તેમના વિકાસ કાર્યક્રમો માટે ગ્રાન્ટ આપવામાં આવે છે.
-      UGC ની ગ્રાન્ટ પાંચ વર્ષના ધોરણે હોય છે. તેનું ફંડ પંચવર્ષીય યોજનાની ફાળવણી પ્રમાણે થાય છે.

 v   UGC ની સિદ્ધિઓ :
ભારતના ઉચ્ચતર શિક્ષણને પ્રોત્સાહન અર્થે UGC દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. જે નીચે મુજબની સિદ્ધિઓ મેળવવામાં મદદરૂપ થાય છે –
1.       અધ્યાપકોના મકાન બાંધવામાં, કૉલેજ હોસ્ટેલ બાંધવામાં ઉદાર હાથે મદદ કરે છે.
2.       યુનિવર્સિટી પુસ્તકાલયોનો વિકાસ કરવા માટે ગ્રાન્ટ આપે છે.
3.       અનુસ્નાતક કક્ષાના શિક્ષણ સંશોધન કરવા માટે જરૂરી ગ્રાન્ટની વ્યવસ્થા કરવા આપે છે.
4.       કોલેજની પ્રયોગ શાળાઓના વિકાસ કરવા માટે જરૂરી ગ્રાન્ટ આપે છે.
5.       નવી યુનિવર્સિટીઓ શરૂ કરવા સારા પ્રમાણમાં ગ્રાન્ટ આપે છે.
6.       ઉચ્ચ શિક્ષણનાં ધોરણો સુધારવા વિદ્યાર્થી પ્રવેશ નિયંત્રિત કરવાની ભલામણ કરી છે.
7.       શિક્ષણની સુધારણા માટે દેશભરમાં વિશેષ કાર્યક્રમ યોજી જાગૃતિ ફેલાવવી છે.
8.       શિક્ષણ કાર્યની પધ્ધતિનાં ધોરણો ઊંચા લઇ જવા ટ્યુટોરિયલ પધ્ધતિ દાખલ કરી છે.
9.       માનવ હિતવાદી વિષયોમાં ગ્રાન્ટ આપીને સંશોધનની સગવડતાઓ કરવામાં આવી છે.

 v   મર્યાદાઓ :
કેટલીક સિદ્ધિઓ હોવાં છતાં પણ તેની કેટલી મર્યાદાઓ જોવા મળે છે. –
1.       નાણાંકીય ભંડોળ માર્યાદિત હોવાથી યુનિવર્સિટીઓના વિકાસ માટે પૂરતી મદદ કરી શકતું નથી કે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ આપી શકતું નથી.
2.       નવી યુનિવર્સિટીઓ શરૂ કરવા સંબંધમાં કેટલાંક પરિબળોને કારણે જરૂરી નિયંત્રણ કરી શકતું નથી. દા.ત., નવી યુનિવર્સિટી શરૂ કરવા માટે પ્રાદેશિક, રાજકીય અને કોમી પરિબળો દખલગીરી કરે છે.
3.       નાણાંકીય ભંડોળ માર્યાદિત હોવાથી શિક્ષક-વિદ્યાર્થી પ્રમાણનો આંક ઘણો મોટો છે. પ્રમાણનો આંક નીચે લાવી શકતું નથી, જેની અસર શિક્ષણની ગુણવત્તા પર થાય છે.
4.       મધ્યસ્થ યુનિવર્સિટીઓને વધારે ગ્રાન્ટ આપવી પડે છે, જેથી અન્યને પૂરતી ગ્રાન્ટ આપી શકતી નથી.
5.       શિક્ષણની ગુણવત્તા સુધારવણા માટે માર્યાદિત ગ્રાન્ટ નડતરરૂપ બને છે.



 v   ઉપસંહાર :
આમ, UGC એ દેશમાં એક માત્ર એવી અનુદાન આપવાવાળી સંસ્થા છે કે જેમાં એક સાથે બે જવાબદારીયો સમાયેલી છે. ઉચ્ચ શિક્ષણ માટે ભંડોળ પૂરું પડવું અને સાથે સાથે સંસ્થાનું મૂલ્યાંકન કરી તેની ગુણવત્તા જાળવણી પ્રત્યે જાગ્રત રહી સતત તેના વિકાસ માટે કાર્યરત રહે છે. આ એક અદ્વિતીય ગૌરવ ની વાત છે.

_______

 v   સંદર્ભ સુચિ :

(1)     विश्व विद्यालय अनुदान आयोग अधिनियम, 1956
प्रबंधक : भारत सरकार मुद्रणालय
(2)     विश्वविद्यालय अनुदान आयोग (भारत)
मुक्त ज्ञानकोष विकिपीडिया से – www.hi.wikipedia.org/wiki/विश्वविद्यालय_अनुदान_आयोग_(भारत)
(3)     भारत का राष्ट्रीय पोर्टल
(4)     નવી શિક્ષણનીતિ વિમર્શ
(રાષ્ટ્રીય શિક્ષણ વિમર્શ શ્રેણી - 1)
સંપાદક : ડૉ. બળવંત જાની
પર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
(5)     શિક્ષક શિક્ષણ
લેખક : મોહિનીબેન આચાર્ય
પ્રકાશક : અક્ષર પબ્લિકેશન