યુનિવર્સિટી અનુદાન પંચ
(Universiti Grants Commission)
(Universiti Grants Commission)
v પ્રસ્તાવના :
ભારતમાં શિક્ષણ વિભાગની સ્થાપના લગભગ સો વર્ષ પહેલાંની આસપાસ થઇ હતી. દેશની સ્વતંત્રતા પહેલાં સન્ 1910 માં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ વિભાગની રચના કરવામાં આવી. જો કે 15 ઓગષ્ટ, સન્ 1947 ના રોજ સ્વતંત્રતા પ્રાપ્તિ પછી તરત જ 29 ઓગષ્ટ, સન્ 1947 એ માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અંતર્ગત પૂર્ણ રૂપથી શિક્ષણ ને સમર્પિત ‘શિક્ષણ વિભાગ’ ની સ્થાપના ફરીથી કરવામાં આવી. જો કે આ વિભાગ કાર્યપ્રણાલી અને જવાબદારીઓમાં સ્વતંત્રતા પછી સમય-સમય પર ઘણાંખરા ફેરફાર કરવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં મંત્રાલયની પાસે શિક્ષણના બે વિભાગ છે. :-
(i) ઉચ્ચ શિક્ષણ વિભાગ
(ii) શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ
આ ઉચ્ચ શિક્ષણ વિભાગ અંતર્ગત UGC ની ભૂમિકા વિશે આપણે જોઈશું.
v UGC નો અર્થ :
ભારતના વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ જેને અંગ્રેજીમાં University Grants Commission જેને ટૂંકમાં UGC દ્વારા ઓળખવામાં આવે છે. આ આયોગ કેન્દ્રીય સરકારનો એક ઉપક્રમ (આયોજન/કાર્યક્રમ) છે કે જે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયો (University) અને મહાવિદ્યાલયો (College) ને અનુદાન પ્રદાન કરે છે. આ જ આયોગ વિશ્વવિદ્યાલય ને માન્યતા પણ આપે છે.
v આયોગ નો ઇતિહાસ અને સ્થાપના :
- ભારતમાં ઉચ્ચ શિક્ષણનો આરંભ ખૂબ જૂનો છે. એના મૂળમાં 19 મી શતાબ્દી છે, જયારે વાઇસરોય લોર્ડ મૈકાલે એ પોતાની ભલામણ આપી હતી. ત્યારબાદ 20 મી શતાબ્દીના ઈ.સ. 1925 ‘ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ’ ની સ્થાપના કરવામાં આવી. જેનું પછીથી નામ ‘ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ’ (Association Of Indian University) પાડવામાં આવ્યું. આ સંસ્થા અંતર્ગત બધાં વિશ્વવિદ્યાલયો વચ્ચે શૈક્ષણિક, સાંસ્કૃતિક, અને સંબંધિત ક્ષેત્રોના વિષયમાં સૂચનાનું અદાન-પ્રદાન થવા લાગ્યું.
- ભારતીય સ્વતંત્રતા પછી 1948 માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની અધ્યક્ષતામાં ‘યુનિવર્સિટી એજ્યુકેશન કમીશન’ નો પાયો નાખવામાં આવ્યો. જેના અંતર્ગત દેશમાં શિક્ષણની જરૂરિયાતો અને એનામાં સુધારા કરવાના કામ માટે વિચાર કરવામાં આવતાં હતા.
- આ આયોગે સલાહ આપી કે આઝાદી પૂર્વની યુનિવર્સિટી ગ્રાન્ટ કમિટીને ફરીથી રચના કરવામાં આવે. જેના એક અધ્યક્ષ (અધિકારી) હોય અને એની સાથે દેશના મોટા શિક્ષણવિદો્ને પણ આ સમિતિમાં સાથે જોડવામાં આવે.
- ઈ.સ. 1952 માં સરકારે નિર્ણય લીધો કે કેન્દ્રીય અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આપવામાં આવતી નાણાંકીય/આર્થિક સહાયોની બાબતોને યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન ને આધીન લાવવામાં આવે. તેના આધારે 28 ડિસેમ્બર 1953 માં તત્કાલીન શિક્ષણ મંત્રી શ્રી મૌલાના અબુલ કલમ આઝાદે ઔપચારિક આધારના રૂપે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશનનો પાયો નાખ્યો.
- ત્યારબાદ 1956 માં UGC ને સંસદમાં એક વિશેષ વિધેયક (અધિનિયમ નો ખરડો/મુસદ્દો) પછી સરકારના આધીન લાવવામાં આવ્યું અને ત્યારે ઔપચારિક રૂપે એ સ્થાપિત માનવામાં આવી.
v UGC પ્રતીક ચિન્હ્ :
v આયોગની સંરચના/બંધારણ :
આયોગ નિમ્નલિખિત ને જોડીને બને છે—
કુલ નવ સભ્યો હોય છે અને એક સેક્રેટરી.
(અ) 3 જુદી-જુદી યુનિવર્સિટીઓના કુલપતિઓ –
- જે કૃષિ, વાણિજ્ય, વન વિજ્ઞાન અથવા ઉદ્યોગ ના જ્ઞાનનો અનુભવ ધરાવતા હોય.
- જે ઇન્જિનિયર, તબીબી અથવા અન્ય વિદ્વતવૃતિ (વિદ્વાનને છાજતું) ના વ્યક્તિ હોય.
- જે વિશ્વવિદ્યાલયોના કુલપતિ હોય. વિશ્વવિદ્યાલયોના શિક્ષક ન હોવાં છતાં કેન્દ્રીય સરકારની સલાહમાં ખ્યાતિપ્રાપ્ત/ ઉલ્લેખનીય શિક્ષણવિદ્ હોય અથવા જેમણે ઉચ્ચ શૈક્ષણિક વિશિષ્ટતાઓ પ્રાપ્ત કરી હોય.
- પરંતુ આ ખંડ ને આધારે પસંદ કરાયેલ વ્યક્તિઓમાંથી ઓછામાં ઓછા અધિકારી એ વ્યક્તિઓમાંથી હોય જે કેન્દ્રીય સરકાર અથવા કોઈ રાજ્ય સરકારના અધિકારી ન હોય.
(બ) 2 શિક્ષણ વિષયક સરકારી અધિકારીઓ –
- બે સભ્ય/સદસ્ય સરકારના અધિકારીઓમાંથી પસંદ કરવામાં આવશે કે જે કેન્દ્રીય સરકારનું પ્રતિનિધિત્વ કરશે.
(ક) 4 રાષ્ટ્રના ઉચ્ચ કક્ષાના કેળવણીકારો –
- ઓછામાં ઓછા ચાર સભ્ય એ વ્યક્તિઓમાંથી પસંદ કરવામાં આવશે કે જેઓ જે તે સમયે વિશ્વવિદ્યાલયોના શિક્ષક હોય.
v UGC ના ક્ષેત્રીય કાર્યાલય/કેન્દ્ર :
ભારતભરમાં ક્ષેત્રીય સ્તર પર પોતાના કાર્યોને સુચારુ રૂપથી આરંભ કરવા માટે UGC એ કેટલાંક સ્થાન પર પોતાના કાર્યાલયો ખોલ્યા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (1986) અનુસાર વિકેદ્રીકરણની આ પ્રક્રિયા ના રૂપમાં દેશમાં 7 સ્થાનો પર પોતાના કાર્યાલય સ્થાપ્યા.
- ક્ષેત્રીય કાર્યાલયને નીચે મુજબના રાજ્યોની સોંપણી કરવામાં આવી છે –
(1) દક્ષિણ પૂર્વીય ક્ષેત્રીય કાર્યાલય [Southern Eastern Rgional Office (SERO)]
સ્થાન : હેદ્રાબાદ
સ્થાપના દિન : 20-09-1994
કુલ કૉલેજ : 668
સમાવિષ્ટ રાજ્ય : આંધ્ર પ્રદેશ, પોંડીચેરી, આંદમાન-નિકોબાર અને તમિલનાડુ
(2) પશ્ચિમી ક્ષેત્રીય કાર્યાલય [Western Regional Office (WRO)]
સ્થાન : પુને
સ્થાપના દિન : 11-11-1994
કુલ કૉલેજ : 996
સમાવિષ્ટ રાજ્ય : મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દાદર અને નગર હવેલી, દમન અને દીવ
(3) મધ્યસ્થ ક્ષેત્રીય કાર્યાલય [Central Regional Office (CRO)]
સ્થાન : ભોપાલ
સ્થાપના દિન : 01-12-1994
કુલ કૉલેજ : 791
સમાવિષ્ટ રાજ્ય : મધ્ય પ્રદેશ અને રાજસ્થાન
(4) ઉત્તરીય ક્ષેત્રીય કાર્યાલય [Northern Regional College Bureua (NRCB)]
સ્થાન : દિલ્હી
કુલ કૉલેજ : 922
સમાવિષ્ટ રાજ્ય : જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ
(5) ઉત્તર-પૂર્વીય ક્ષેત્રીય કાર્યાલય [North-Eastern Regional Office (NERO)]
સ્થાન : ગુવાહાટી
સ્થાપના દિન : 01-04-1995
કુલ કૉલેજ : 253
સમાવિષ્ટ રાજ્ય : અસમ, મેઘાલય, મિઝોરમ, મણીપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ
(6) પૂર્વીય ક્ષેત્રીય કાર્યાલય [Eastern Regional Office (ERO)]
સ્થાન : કોલકત્તા
સ્થાપના દિન : 03-09-1996
કુલ કૉલેજ : 1009
સમાવિષ્ટ રાજ્ય : પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા અને સિક્કિમ
(7) દક્ષિણ પશ્ચિમી ક્ષેત્રીય કાર્યાલય [South-Western Regional Office (SWRO)]
સ્થાન : બેંગલોર
સ્થાપના દિન : 25-04-1999
કુલ કૉલેજ : 714
સમાવિષ્ટ રાજ્ય : કેરલા, કર્નાટક અને લક્ષદ્વીપ
v UGC નો કાર્ય વિસ્તાર :
UGC નો કાર્ય વિસ્તાર નીચે મુજબ છે –
1. દેશની યુનિવર્સિટીઓની ગુણવત્તાના ધોરણો અંગે સરકારને જરૂરી સલાહ આપવી.
2. દેશની યુનિવર્સિટીઓની જરૂરીયાતોની તપાસ કરી શૈક્ષણિક તેમજ ભૌતિક સુવિધાઓ માટે જરૂરી અનુદાનની વહેંચણી કરવી અને તે અંગે જરૂરી સલાહ આપવી.
3. નવી યુનિવર્સિટીના સ્થાપના અને વિસ્તાર અંગેની દરખાસ્તો પર સરકારોને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપવું.
4. નવી સંસ્થાઓની સ્થાપના માટે રાજ્ય સરકારને સલાહ આપે છે.
5. યુનિવર્સિટીઓ દ્વારા આપેલી ડીગ્રીની માન્યતા અંગે સરકારને સલાહ આપવી.
6. યુનિવર્સિટીઓને ઉચ્ચ શિક્ષણ સુધારણા અંગેના પગલાં લેવા માટે જરૂરી સલાહ આપવી, માર્ગદર્શન આપવું.
7. કેન્દ્રીય ધારા અન્વયે સ્થપાયેલ મધ્યસ્થ યુનિવર્સિટીને નિભાવ(સંભાળ), વિકાસ માટે અનુદાન આપવું.
8. કેટલીક ગુણવત્તાહીન કૉલેજો ને સમ્બદ્ધતા પ્રદાન કરવાવાળી વિશ્વવિદ્યાલય તથા આયોગના નિયમનના પાલન કરવામાં જે વિશ્વવિદ્યાલયો/કોલેજો અસફળ નીવડી છે તેવી વિશ્વવિદ્યાલયો અને કૉલેજો ને મળવા પાત્ર અનુદાન તેમજ માન્યતા આયોગ દ્વારા સમાપ્ત કરવામાં આવે છે.
v UGC ગ્રાન્ટ :
è UGC માટે ગ્રાન્ટ –
- દેશના ઉચ્ચતર શિક્ષણને સંબંધિત મુખ્ય નીતિઓ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. આ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ ને અનુદાન પ્રદાન કરે છે.
è વિકાસ ખર્ચ ગ્રાન્ટ –
- મધ્યસ્થ યુનિવર્સિટીઓના તેમજ યુનિવર્સિટીઓને તેમના વિકાસ કાર્યક્રમો માટે ગ્રાન્ટ આપવામાં આવે છે.
- UGC ની ગ્રાન્ટ પાંચ વર્ષના ધોરણે હોય છે. તેનું ફંડ પંચવર્ષીય યોજનાની ફાળવણી પ્રમાણે થાય છે.
v UGC ની સિદ્ધિઓ :
ભારતના ઉચ્ચતર શિક્ષણને પ્રોત્સાહન અર્થે UGC દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. જે નીચે મુજબની સિદ્ધિઓ મેળવવામાં મદદરૂપ થાય છે –
1. અધ્યાપકોના મકાન બાંધવામાં, કૉલેજ હોસ્ટેલ બાંધવામાં ઉદાર હાથે મદદ કરે છે.
2. યુનિવર્સિટી પુસ્તકાલયોનો વિકાસ કરવા માટે ગ્રાન્ટ આપે છે.
3. અનુસ્નાતક કક્ષાના શિક્ષણ સંશોધન કરવા માટે જરૂરી ગ્રાન્ટની વ્યવસ્થા કરવા આપે છે.
4. કોલેજની પ્રયોગ શાળાઓના વિકાસ કરવા માટે જરૂરી ગ્રાન્ટ આપે છે.
5. નવી યુનિવર્સિટીઓ શરૂ કરવા સારા પ્રમાણમાં ગ્રાન્ટ આપે છે.
6. ઉચ્ચ શિક્ષણનાં ધોરણો સુધારવા વિદ્યાર્થી પ્રવેશ નિયંત્રિત કરવાની ભલામણ કરી છે.
7. શિક્ષણની સુધારણા માટે દેશભરમાં વિશેષ કાર્યક્રમ યોજી જાગૃતિ ફેલાવવી છે.
8. શિક્ષણ કાર્યની પધ્ધતિનાં ધોરણો ઊંચા લઇ જવા ટ્યુટોરિયલ પધ્ધતિ દાખલ કરી છે.
9. માનવ હિતવાદી વિષયોમાં ગ્રાન્ટ આપીને સંશોધનની સગવડતાઓ કરવામાં આવી છે.
v મર્યાદાઓ :
કેટલીક સિદ્ધિઓ હોવાં છતાં પણ તેની કેટલી મર્યાદાઓ જોવા મળે છે. –
1. નાણાંકીય ભંડોળ માર્યાદિત હોવાથી યુનિવર્સિટીઓના વિકાસ માટે પૂરતી મદદ કરી શકતું નથી કે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ આપી શકતું નથી.
2. નવી યુનિવર્સિટીઓ શરૂ કરવા સંબંધમાં કેટલાંક પરિબળોને કારણે જરૂરી નિયંત્રણ કરી શકતું નથી. દા.ત., નવી યુનિવર્સિટી શરૂ કરવા માટે પ્રાદેશિક, રાજકીય અને કોમી પરિબળો દખલગીરી કરે છે.
3. નાણાંકીય ભંડોળ માર્યાદિત હોવાથી શિક્ષક-વિદ્યાર્થી પ્રમાણનો આંક ઘણો મોટો છે. પ્રમાણનો આંક નીચે લાવી શકતું નથી, જેની અસર શિક્ષણની ગુણવત્તા પર થાય છે.
4. મધ્યસ્થ યુનિવર્સિટીઓને વધારે ગ્રાન્ટ આપવી પડે છે, જેથી અન્યને પૂરતી ગ્રાન્ટ આપી શકતી નથી.
5. શિક્ષણની ગુણવત્તા સુધારવણા માટે માર્યાદિત ગ્રાન્ટ નડતરરૂપ બને છે.
v ઉપસંહાર :
આમ, UGC એ દેશમાં એક માત્ર એવી અનુદાન આપવાવાળી સંસ્થા છે કે જેમાં એક સાથે બે જવાબદારીયો સમાયેલી છે. ઉચ્ચ શિક્ષણ માટે ભંડોળ પૂરું પડવું અને સાથે સાથે સંસ્થાનું મૂલ્યાંકન કરી તેની ગુણવત્તા જાળવણી પ્રત્યે જાગ્રત રહી સતત તેના વિકાસ માટે કાર્યરત રહે છે. આ એક અદ્વિતીય ગૌરવ ની વાત છે.
_______
v સંદર્ભ સુચિ :
(1) विश्व विद्यालय अनुदान आयोग अधिनियम, 1956
प्रबंधक : भारत सरकार मुद्रणालय
(2) विश्वविद्यालय अनुदान आयोग (भारत)
(3) भारत का राष्ट्रीय पोर्टल
(4) નવી શિક્ષણનીતિ વિમર્શ
(રાષ્ટ્રીય શિક્ષણ વિમર્શ શ્રેણી - 1)
સંપાદક : ડૉ. બળવંત જાની
પર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
(5) શિક્ષક શિક્ષણ
લેખક : મોહિનીબેન આચાર્ય
પ્રકાશક : અક્ષર પબ્લિકેશન
