Organizational Behavior And Management Of Education लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
Organizational Behavior And Management Of Education लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

शनिवार, 12 सितंबर 2020

Organization at Different Level Of Education (શિક્ષણ સંસ્થાના જુદા-જુદા સ્તર)

 Organization at Different Level Of Education :

   £  પ્રસ્તાવના :
    NCF 2005 શિક્ષણની રાષ્ટ્રીય પ્રણાલીનું એવું માળખું સ્થાપિત કરે છે કે જેમાં કેટલાંક હાર્દરૂપ મૂલ્યો અને સ્વરૂપાંતરક્ષમ ધ્યેયો દર્શાવેલા હોય જે ભારતના બંધારણીય દર્શન સાથે સુસંગત હોય. પરંતુ 21 મી સદી માટે જરૂરી શિક્ષણના સ્વરૂપ અને તે માટેની પદ્ધતિઓ પાઠ્યપુસ્તકો, વર્ગખંડો, શિક્ષકો અને વલણોમાં આમૂલ પરિવર્તનની તે હિમાયત કરે છે.
(1)      પૂર્વ પ્રાથમિક શિક્ષણ
(2)      પ્રાથમિક શિક્ષણ
(3)      માધ્યમિક શિક્ષણ
(4)      ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ
(5)      ઉચ્ચ શિક્ષણ

જેની આપણે નીચે મુજબની વિગતવાર ચર્ચા કરીશું.
(1)     પૂર્વ પ્રાથમિક શિક્ષણ :
-         પૂર્વ પ્રાથમિક શિક્ષણનો સમયગાળો ત્રણ વર્ષનો હોય છે.
-         જેમાં Play Center, junior K.G., senior K.G. નો સમાવેશ કરવામાં આવે છે.
-         અધ્યેતાની ઉંમરનો સમયગાળો લગભગ 3 વર્ષથી 6 વર્ષ દરમિયાનનો હોય છે.
-         નાના બાળકો માટેની આત્મીયતા માટે પ્રેમ, લાગણી, સંવેદના અને સન્માન કેળવવા.
-         બાળકોમાં મૂલ્ય શિક્ષણ સ્વાભાવિકપણે કેળવવા.
-         બાળકોમાં નિકટના પર્યાવરણને જાણવાની તેમના પ્રત્યે પ્રેમ અને આદરભાવ રાખવાની ઈચ્છાનું આરોપણ કરવું.
-         નાના બાળકોને આરોગ્ય જીવન જીવવાનું શીખવી શકાય એ માટે સ્વાસ્થ્ય અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પ્રત્યેની જાગૃતિનું નિર્માણ કરવું.
(2)     પ્રાથમિક શિક્ષણ :
-         પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 1 થી 7 નો સમાવેશ કરવામાં આવે છે.
-         પ્રાથમિક શિક્ષણનો સમયગાળો 7 વર્ષનો ફાળવવામાં આવ્યો છે.
-         અધ્યેતાની ઉંમર 6 વર્ષથી 14 વર્ષ વચ્ચેની હોય છે.
-         વર્ગખંડમાં અને વર્ગખંડની બહાર સમગ્ર અભ્યાસક્રમ વ્યવહારની સાથે મૂલ્યોને ગૂંથી લેવામાં આવે છે.
-         ભાષાઓને અસરકારક રીતે અને સર્જનાત્મક રીતે શીખવવામાં આવેછે.
-         શ્રવણ અને ભાષણ સહિત ભ્ષ કૌશલ્યો વિકસાવવામાં આવે છે.
-         ક્રિયાત્મક સંશોધન પ્રકલ્પો (Projects) હાથ ધરવામાં આવે છે.
-          સ્વાસ્થ્ય અને આરોગ્યની જાગૃતિથી સભાન કરવામાં આવે છે.
-         અધ્યેતાઓનો સામાજિક, આંતરવૈયક્તિક અને સાંવેગિક વિકાસ કરવામાં આવે છે.
-         ભાષા શિક્ષણ, પર્યાવરણ, ગણિત, p.t. જેવાં વિષયોને સમાવવામાં આવે છે.
-         મૂર્ત જ્ઞાનનો આપવામાં આવે છે.
(3)     માધ્યમિક શિક્ષણ :
-         માધ્યમિક શિક્ષણનો સમયગાળો 3 વર્ષનો રાખવામાં આવેલો છે.
-         અધ્યેતાની ઉંમર 14 થી  16 વર્ષ દરમિયાનનો હોય છે.
-         ધોરણ 8 થી 10 સુધીનો અભ્યાસ કરાવવાનો હોય છે.
-         વિવિધ વિષયો વચ્ચે જ્ઞાનની એકતા અંગેની સમજ આપવી.
-         વિદ્યાર્થીમાં પ્રત્યાયન (comunication) અને ભાષા સામર્થ્યના કૌશલ્યો વિકસાવવા.
-         વિદ્યાર્થીને અમૂર્ત સ્વરૂપે જ્ઞાન આપવામાં આવે છે.
-         પ્રયોગો, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાનનો સમાવેશ વિજ્ઞાન વિષય અંતર્ગત કરવામાં આવે છે.
-         વિદ્યાર્થીમાં જીવનના વિવિધ ક્ષેત્રે વિશ્વ સંસ્કૃતિમાં ભારતનો અને ભારતીય સંસ્કૃતિમાં વિશ્વના ફાળાને બિરદાવતા કરવા.
-         તમામ વિષયો અને પ્રવૃતિઓ સાથે મૂલ્યોને વણી લેવામાં આવે છે.
-         દા.ત.,- ધોરણ 8 નો ઈદગાહ પાઠ દ્વારા ધાર્મિક એકતા વિકસાવી શકાય.
(4)     ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ :
-         ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનો સમયગાળો 2 વર્ષનો નક્કી કરવામાં આવ્યો છે.
-         અધ્યેતાની ઉંમર 16 થી 18 વચ્ચેની હોય છે.
-         ઉ.મા.શિ. ના અભ્યાસને ત્રણ વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે.
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શાખા

વિજ્ઞાન પ્રવાહ
વાણિજ્ય
વિનયન
રસાયણ વિજ્ઞાન 
નામના મૂળતત્વ
ભારતીય સંસ્કૃતિ 
ગણિત
વાણિજ્ય વ્યવસ્થા 
મનોવિજ્ઞાન
ભૌતિક શાસ્ત્ર
વાણિજ્ય ગણિત
તર્કશાસ્ત્ર
જીવ વિજ્ઞાન
અર્થશાસ્ત્ર
ભૂગોળ

(5)     ઉચ્ચ શિક્ષણ :
-         ઉચ્ચ શિક્ષણમાં 3 વર્ષના અભ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
-         અધ્યેતાની ઉંમર 18 થી 21 વર્ષની હોય છે.
-         જેમાં વિદ્યાર્થીને જે-તે પ્રવાહને સંલગ્ન અભ્યાસ કરાવવામાં આવે છે.
-         જે-તે વિષયને ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવે છે.

આમ, શિક્ષણના સ્તરને 10+2+3 મુજબ અનુસરવામાં આવે છે.

Different Types Of Organisation

 Different Types Of Organisation :

[સંસ્થાના (શાળા) પ્રકાર ]

(1) Government School (સરકારી શાળા) :

-     બધાં જ પ્રકારનાં ફંડ સરકાર તરફથી પ્રાપ્ત થાય છે.
-     બધાં જ સંચાલનો/વ્યવસ્થાઓ સરકાર દ્વારા નક્કી થાય છે.
-     પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણના સ્તરના શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે.
-     ગામડાં વિસ્તારની પ્રાથમિક શાળાનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણ દ્વારા થાય છે.
-     તેમાં આચાર્ય માટે નાણાંકીય સ્વતંત્રતા હોતી નથી.
-     તેમાં નવા શિક્ષકની નિમણુંક સરકાર દ્વારા જ કરવામાં આવે છે.
-     કર્મચારીનો પગાર સરકાર શ્રી દ્વારા જ ચૂકવવામાં આવે છે.
-     આચાર્ય માટે ઘણાં નાના પાયે વહીવટ માટે સ્વતંત્રતા હોય છે.
-     દા.ત.,- કોર્પોરેશનની શાળાઓ, નગર પ્રાથમિક શાળા, નવોદય વિદ્યાલય.

(2) Government Granted School/ Gov. Based School :

-        વીજળી બિલ, પગાર, ઝેરોક્ષ વ્યવથા, સ્ટેશનરી, સંલગ્ન ગ્રાન્ટ, વર્ષ દરમિયાનનો ટેક્ષ, વગેરે માટે સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે. (એટલે કે નીભાવ ખર્ચ)
-        આ બધાં ખર્ચમાંથી બચતા નાણાંમાંથી શાળાની અભ્યાસને લગતી સામગ્રીઓ ખરીદી શકાય છે.
-        શાળાનું સંચાલન ટ્રસ્ટ દ્વારા થાય છે.

(3) Semi Government School :

-        આ પ્રકારની શાળાઓ નથી સરકારી પ્રકારની હોતી કે પછી કાયદાકીય ટ્રસ્ટ નથી હોતા.
-        તેમાં પરોક્ષ (indirect) રીતે ફંડ સરકાર દ્વારા મળે છે.
-        આચાર્યન થોડી સ્વતંત્રતા ધરાવે છે.
-        તે સરકારી કે ખાનગી શાળા નથી હોતી.

(4) Private School (ખાનગી શાળા) :

-          આ પ્રકારની શાળા ફંડ ઉપર ચાલે છે.
-          સંચાલનની કાર્યવાહી ખાનગી ટ્રસ્ટ દ્વારા થાય છે.
-          આ પ્રકારની શાળાને સરકાર તફથી કોપણ પ્રકારનાં લાભ મળતા નથી.
-          આ પ્રકારની શાળાઓ વિદ્યાર્થી પાસેથી ફી સ્વરૂપે નાણા મેળવે છે.
-          આ પ્રકારની શાળાના નિયમો તેના પોતાનાં દ્વારા રચવામાં આવે છે. તે તેમ કરવા માટે સ્વતંત્રતા ધરાવે છે.
-          તે પોતાનાં નિયમો, ધ્યેય, વિઝન સ્વતંત્ર રીતે ઘડી શકે છે.
-          તે પોતાની શાળાની ફી નક્કી કરવા માટેની પણ છૂટ ધરાવે છે.
આમ, શાળાના મુખ્ય ચાર પ્રકારની જોવા મળે છે.