RESOURCE MANAGEMENT IN EDUCATION - 1 लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
RESOURCE MANAGEMENT IN EDUCATION - 1 लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

शनिवार, 12 सितंबर 2020

Resource Type and Manage in Educational Management

 Que. – What are the different Type of Resource and how can Manage in Educational Management ?

શાળાના સંચાલન કાર્યમાં મુખ્ય પાંચ પ્રકારનાં સ્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે.

(1)               Human Resource (માનવ સંસાધન) :

-          શૈક્ષણિક સંસ્થામાં માનવ સ્રોત એ તેનો મુખ્ય ભાગ છે. સમગ્ર કાર્ય તેનો (શિક્ષક) થકી કરવામાં આવે છે અને તેની (વિદ્યાર્થી) માટે કરવામાં આવે છે.
-          આચાર્ય દ્વારા કયો શિક્ષક કઈ પ્રવૃતિમાં શ્રેષ્ઠ છે તે તેનાં ગુણધર્મોને આધારે નક્કી કરી તેને કાર્ય સોંપણી કરે.
-          શિક્ષકના રસ, રુચિ, આવડતનાં તેમજ તેની કાર્ય ક્ષમતાઓને ધ્યાનમાં રાખી જે કાર્ય વહેંચણી કરવામાં આવે તો તેનાં દ્વારા જે તે કાર્ય પ્રવૃત્તિમાં અસરકારકતા જોવા મળે છે.
-          દા.ત.,- ભાષા શિક્ષકની અભિવ્યક્તિ સારી છે તો તેને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુત્રધાર કે સંચાલનની કામગીરી સોંપવામાં આવે ત તે કાર્યમાં પોતાનું હુમર કે Best Perform કરી શકે.

(2)           Material / Physical (સાધન સામગ્રી) :
          -          શાળાની ભાતિક સુવિધાઓ પણ શાળાની પ્રગતિમાં ભાગ ભજવે છે.
-          દા.ત.,- વિદ્યાર્થીને બેસવા માટે Banch ની વ્યવસ્થા, પ્રયોગશાળા, પ્રોજેક્ટર, બસ વ્યવસ્થા વગેરે.
-          શાળાની Bulding, P.T. ના સાધનો, પ્રયોગશાળાના સાધનો, પ્રાર્થના માટેના જરૂરી સાધનો, લાયબ્રેરી , પીવાના પાણીની વ્યવસ્થા વગેરેનો સમાવેશ શાળાની ભૌતિક સાધન-સામગ્રીમાં થાય છે.
-          શાળાને પ્રાપ્ય સાધન-સામગ્રીનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે. જેથી તેની અર્થપૂર્ણતા સાર્થક બને.
(3)          Financial (નાણાંભંડોળ) :
-          શાળાને સુચારુ રૂપે ચલાવવા તેમજ તે યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે નાણાભંડોળની આવશ્યક ભૂમિકા હોય છે.
-          શાળા કે સંસ્થાના ભૌતિક સાધન-સામગ્રીની ખરીદી કરવા અથવા જૂના સંસાધનોના સમારકામ માટે નાણાની જરૂર પડે છે.
-          શાળા કે સંસ્થામાં શૈક્ષણિક સ્ટાફ, બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ આચાર્યના પગારની ચૂકવણી માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
-          શાળાનું નાણાભંડોળ એકઠું કરવા માટે તે સરકાર તરફથી ગ્રાન્ટ (અનુદાન) મેળવે અથવા સંસ્થામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી ફી સ્વરૂપે મેળવવામાં આવે તેમજ સંસ્થાના ટ્રસ્ટી પોતાનાં નાણાંદ્વારા સંસ્થા ચલાવવામાં આવે છે.
-          સંસ્થાના નાણાંકીય ભંડોળનો સુયોગ્ય અને સુચારુ રીતે ઉપયોગ કરવામાં આવે તો ઓછા ખર્ચે સારી ગુણવત્તા મેળવી શકાય છે.
(4)          Time (સમય) :
-         સમય એ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. તેનો સુયોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું આવશ્યક છે.
     -         કયો કાર્યક્રમ ક્યારે લાગુ કરવો તેની માટે અગાઉથી તૈયારી સ્વરૂપે સમય નક્કી કરવામાં આવે તો સમયની બચત કરી ઈચ્છિત ધ્યેય હાંસલ કરી શકાય છે.
    -         પરીક્ષાનો સમય નક્કી કરવો, શાળા સત્રનો સમયગાળો નક્કી કરવો, શાળાનો સમય નક્કી કરવો - સવારે કે બપોરે, અભ્યાસક્રમને નિશ્ચિત સમયમાં પૂરો કરવા માટેનું વ્યવસ્થાપન કરવું.
-         શૈક્ષણિક કાર્યક્રમ સિવાય અન્ય કાર્યક્રમો જેવાં કે પ્રવાસ, સાંસ્કૃતિક પ્રોગ્રામ વગેરેનું વ્યવસ્થિત સંચાલન માટે અગાઉથી સમય નિર્ધારિત કરી તેને અમલમાં મૂકવું.
(5)           Curriculum (અભ્યાસક્રમ)
-          શાળાનો મુખ્ય ધ્યેય શિક્ષણ આપવાનો છે. જેમાં શિક્ષણને આપણે ત્રિ-ધ્રુવીય પ્રક્રિયા રીતે જોઇએ તો શિક્ષક, વિદ્યાર્થી અને પાઠ્યક્રમ એમ થાય છે.

-          શિક્ષણ કાર્યનો સંકલ્પ સિધ્ધ કરવા માટે નિશ્ચિત અભ્યાસક્રમ રચવામાં આવે છે.
-          શાળાના બે સત્રમાં અભ્યાસક્રમને વિચાજીત કરવામાં આવે છે. જેથી હેતુઓને પ્રાપ્ત કરી શકાય.
-          અભ્યાસક્રમ સરળતાથી સંકુલતા તરફ ગતિ કરે છે.
-          કયો એકમ કેટલા તાસ દરમિયાન પૂરો કરવામાં આવશે જેને પહેલેથી સુનિશ્ચિત કરવામાં આવે છે.
આમ, સ્રોતના પ્રકાર શિક્ષણિક સંસ્થામાં મહત્વના પૂરવાર સાબિત થાય છે.
+++++++++++++++++++++