शनिवार, 12 सितंबर 2020

ભારતના સંવિધાનમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અને માતૃભાષા દ્વારા શિક્ષણ અંગેની જોગવાઈઓ સમજાવો.

 Que. : ભારતના સંવિધાનમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ

અને
માતૃભાષા દ્વારા શિક્ષણ અંગેની જોગવાઈઓ સમજાવો.
*      ભારતીય સંવિધાન :
*      પ્રસ્તાવના :
First Little Step
કોઈ પણ રાષ્ટ્ર પોતાના દેશનું રાજ્યતંત્ર ચલાવવા માગતું હોય તો તેની પાસે પોતાનું બંધારણ હોવું જરૂરી છે. સુવ્યવસ્થિત, સુચારુ, શાસન વ્યવાથાનું પથ પ્રદર્શન કરનાર કોઈ પણ રાષ્ટ્રનું બંધારણ યા સંવિધાન હોય છે. બંધારણ એ કોઈ પણ રાષ્ટ્રની પ્રજાની આકાંક્ષાઓનો અને અપેક્ષાઓનું પ્રતિબિંબ છે. રાષ્ટ્રની કાનૂની ઇચ્છાશક્તિ (Will Power) એટલે જ કોઈ પણ રાષ્ટ્રનું સંવિધાન દેશને યોગ્ય માર્ગે (Right Track) પણ લઇ જનાર એ પથદર્શક – દિશાદર્શક પાટિયું (Sign Board) છે. રાષ્ટ્રની શાસન નાવને યોગ્ય દિશામાં પ્રેરનાર એ રાષ્ટ્રની દીવાદાંડી છે. બંધારણ વિના કોઈ પણ રાષ્ટ્ર પોતાની શાસન અંગેની નીતિનો અમલ કરી શકતી નથી. બંધારણની ગેરહાજરીમાં રાષ્ટ્રમાં અરાજકતા અને અવ્યવસ્થા ફેલાય છે. ભારત જેવા વિશાળ લોકશાહી દેશમાં બંધારણ અત્યંત મહત્વનું બની જાય છે. પહેલાં આપણે સંવિધાન યા બંધારણ એટલે શું તે સમજીશું.

*  બંધારણ એટલે શું ?
(1) Constitution is a set of established rules embodying and directing the government.
     સંવિધાન એ સરકારની રચના કરવાના અને સરકારને માર્ગદર્શન આપવાના નિયમોની શ્રેણી છે.
(2) “Constitution is the fundamental law of a country which refleets the Fundamental Principles on which the government of the country is based.”
    સંવિધાન એ કોઈ પણ દેશનો એવો મૂળભૂત કાનુન છે કે જે તે દેશની સરકાર જે જે મૂળભૂત સિધ્ધાંતોને આધારે રચાયેલી હોય છે તેમાં તેમનું પ્રતિબિંબ પાડે છે.

*   ભારતના સંવિધાનમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ :
  • શિક્ષણને સંબંધિત સંવિધાનમાં નિર્દિષ્ટ મહત્વનું લક્ષ્યાંક નિ:શુલ્ક, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ  છે.
  • બંધારણના અનુચ્છેદ 45 માં 6 થી 14 વર્ષનિ વયજૂથના બાળકો માટે નિ:શુલ્ક, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ છે.

Ø  > અનુચ્છેદ 45 :
  • રાજ્ય સરકાર બંધારણ અમલમાં આવ્યા પછી દસ વર્ષની સમયાવધિમાં 14 વર્ષની વાય પૂરી થાય ત્યાં સુધી નિ:શુલ્ક અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરશે.
  • આ અનુચ્છેદ અનુસાર બંધારણમાં નક્કી થયેલું મુખ્ય લક્ષ્યાંક 6 થી 14 વર્ષની વયજૂથનાં તમામ બાળકોને 1960 સુધીમાં નિ:શુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે એવી જોગવાઈ કરવાનું હતું.
  • શિક્ષણ એ રાજ્યનો વિષય હોવાથી આ કાર્ય રાજ્ય કરે એવું માનવામાં આવ્યું. પરંતુ આ અંગેની જવાબદારીમાં કેન્દ્ર સરકાર પણ જોડાય એ હેતુથી શિક્ષણ ને હવે રાજ્ય અને કેન્દ્રની સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યું છે.
  • આજે સન્ 2004 માં પણ 6 થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોને શાળામાં લાવવાનું લક્ષ્યાંક સિધ્ધ થયું નથી.
  • દેશની સાક્ષરતાનો દર 60 ટકાની આસપાસ જ રહ્યો છે.
  • દેશમાં પ્રતિ વર્ષ નિરક્ષરોની સંખ્યા વધતી જાય છે.
  • ગરીબી, અજ્ઞાન (અંધશ્રધ્ધા, ધાર્મિક માન્યતાઓ) અને શિક્ષણ માટે જાગૃતિના અભાવના કારણે કરોડોની સંખ્યામાં બાળકોએ શાળાનું પગથિયું જોયું નથી.
  • આ પરિસ્થિતિ નિવારવાના ઘણા પ્રયાસો થઇ રહ્યા છે.
  • ડી.પી.ઈ.પી. (ડીસ્ટ્રીક પ્રાયમરી એજ્યુકેશન પ્રોગ્રામ) યોજના સર્વ શિક્ષા અભિયાન જેવા કાર્યક્રમો અમલી બનાવાઈ રહ્યા છે.

*      માતૃભાષા દ્વારા શિક્ષણ અંગેની જોગવાઈ :
-      શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા જ હોઈ શકે. આ બાબતને મનોવૈજ્ઞાનિકનો  ટેકો મળેલો છે.
-      ભારતમાં કે જ્યાં વિવિધ ભાષાઓ બોલાય છે ત્યાં પ્રાથમિક કક્ષાએ માતૃભાષામાં શિક્ષણ મળે એવી જોગવાઈ બંધારણના અનુચ્છેદ 350 (A) માં કરવામાં આવી છે.

Ø  > અનુચ્છેદ 350 (A) :
  • ભાષાકીય લઘુમતિ જૂથોના બાળકોને શિક્ષણની પ્રાથમિક કશે માતૃભાષામાં શિક્ષણ આપવાની પૂરતી સગવડો કરી આપવા માટે દરેક રાજ્યે અથવા રાજયોમાંના દરેક સ્થાનિક સત્તામંડળે પ્રયાસ કરવો જોઈએ. અને એવી સગવડો કરી આપવા માટે રાષ્ટ્રપતિ પોતાને જરૂરી અથવા યોગ્ય લાગે તેવા આદેશો રાજ્ય સરકારોને આપી શકશે.
  • બંધારણનો આ અનુચ્છેદ બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અપાય એવો લક્ષ્યાંક સૂચવે છે.
  • ગાંધીજીએ સૂચવેલ બુનિયાદી શિક્ષણમાં પણ માતૃભાષા દ્વારા શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે.
  • ભારતનાં વિવિધ રાજ્યોમાં જુદીજુદી ભાષાઓ બોલાય છે.
  • તે રાજ્યમાં વસતા બહુમતી લોકોનાં બાળકો તે રાજ્યમાં બોલાતી ભાષામાં પ્રાથમિક શિક્ષણ સરળતાથી મેળવી શકે.
  • પરંતુ તે રાજ્યમાં વસતા અન્ય ભાષાના લોકોનાં બાળકો પ્રાથમિક શિક્ષણ તેમની માતૃભાષામાં મેળવે એવી બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે.

Ø  > સંદર્ભ સાહિત્ય :
-     -        શિક્ષણની આધારશિલાઓ અને એક તંત્ર તરીકે શિક્ષણનું વ્યવસ્થાપન
લેખક : મૂળશંકર એક. જોષી
પ્રકાશન : વરિષેણ પ્રકાશન
-     -        એક પ્રણાલિ તરીકે શિક્ષણ : આધારશિલા અને વ્યવસ્થાપન
લેખક : પ્રિ. નટુભાઈ વી. રાવલ
પ્રકાશન : નીરવ પ્રકાશન

સિનેકટિક્સ મોડેલ દ્વારા સર્જનાત્મકતા વિકાસ (Development Of The Creativity By Synectics Model)

 Que. : સિનેકટિક્સ મોડેલ દ્વારા સર્જનાત્મકતા વિકાસ :

 * પ્રસ્તાવના :
-      સર્જનાત્મકતા એ  એક વિચાર કૌશલ્ય છે. અને આ સર્જનાત્મક વિચાર એ ઉચ્ચતર માનસિક કાર્ય છે અને સર્જનાત્મક નીપજ એ માનવ સિધ્ધિની ચરમ સીમા છે.
-    ગોર્ડને (1961) સિનેકટિક્સ દ્વારા સર્જનાત્મકતા વિકસાવવાની પધ્ધતિ આપી છે. સિનેકટિક્સ એ સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલ તરફ ઝડપથી જવાના અનેક રસ્તાઓમાંનો એક છે.

·      * સિનેકટિક્સનો અર્થ :
-    ડિક્શનરીમાં Synectics નો અર્થ ‘Connected with Syntax’ અર્થાત ‘સીન્ટેક્સ સાથે સબંધિત’. આમ સિનેકટિક્સનો અર્થ થાય છે, “ભિન્ન તત્વોને જોડવા”.
-    તે વિચારકને જુદાં-જુદાં દૃષ્ટિબિંદુઓથી સમસ્યાના વિશ્લેષણમાં મદદગાર થવા સરખામણીઓ અને અલંકારોનો ઉપયોગ કરતી સર્જનાત્મક વિચાર પ્રયુક્તિ છે.
-    સરળ અર્થમાં જોઈએ તો – ‘વાક્યમાં શબ્દ અને શબ્દસમૂહ ગોઠવવાના નિયમોનું પાલન.’
-    ઉદાહરણ :-
(૧) નદી ચરે કિનારા છે પર ગાય ઘાસ. (અર્થ શા માટે ન મળ્યો ?)
(૨) ગાય નદી કીમારા પર ઘાસ ચરે છે. (અર્થ શા માટે મળ્યો ?)


-     પ્રથમ વાક્યમાં જવાબ ન મળવાનું કારણ તેના વાક્યના શબ્દોની અસ્ત-વ્યસ્ત ગોઠવણી હતી.
-     બીજા વાક્યના જવાબ મળવાનું કારણ બધાં શબ્દો પરસ્પરના આર્થી સંબોધો, વ્યાકરણિક સંબંધો અને ક્રમ જાળવીને ગુંથાયા છે.
-     આપણે તેને વાક્યવિન્યાસ કહીએ છીએ. સંસ્કૃતમાં તેને અન્વિતિ કહેવામાં આવે છે. આ વાક્યવિન્યાસમાં પાયાની બાબત છે ‘સંબંધ’.
-     ગોર્ડને પણ વાક્ય રચનાની આ શૈલીને જરૂરિયાતને આધારે સર્જનાત્મકતાના વિકાસની પ્રયુક્તિ રચી.
-     તેમણે વાક્ય વિન્યાસમાં જુદા-જુદા શબ્દોને સંકાળનાર કે અર્થ આપનાર સંબંધોને પકડ્યા.
-     તેણે એ પણ જાણ્યું કે જો જુદા-જુદા ઘટકો-તત્વો કે શબ્દો વચ્ચે યોગ્ય સંબંધ ગૂંથણી થાય તો જ સમગ્રનું દર્શન, અર્થ મળી શકે છે.
-     માટે જો અધ્યેતાને જુદા-જુદા તત્વો કે ઘટકો કે અંગો વચ્ચે જુદી-જુદી નવતર રીતે સંબંધોના જાળા રચતા શીખવી શકાય.
-     તો નવા-નવા અર્થો, સ્વરૂપો, રૂપકો અને આકારો મળી શકે.
-     આ પાયાની વાતોના આધારે તેમણે સર્જનાત્મકતાના વિકાસ માટેનું સિનેકટિક્સ મોડલ રચ્યું.
·       * સર્જનાત્મકતાના વિકાસ માટે ગોર્ડને આપેલ સિનેકટિક્સ મોડેલ :    

-     સિનેકટિક્સ નો અર્થ છે જુદા-જુદા ઘટકો અંશો, તત્વો, વિચારો કે પુદગળોને નવતર રીતે જોડવા, તેમાં સંબંધ સ્થાપવો.
-     આ સંબંધ સ્થાપવાની રીતે એક ને માત્ર એક ન હોઈ શકે. જેટલી વ્યક્તિ તેટલી સંબંધ તરાહો હોઈ શકે.
 
>    ઉદાહરણ :-
અધ્યેતાઓને ઉદ્દીપન રૂપે ‘શિક્ષક’ શબ્દ આપવામાં આવે. તથા સૂચવવામાં આવે કે ‘શિક્ષક’ શબ્દ સંભાળતા તમારા મનમાં જે જે વિચારો આવે તે ઝડપથી નોંધો તો આવાં પ્રતિચારો મળી શકે -- 

-    શિક્ષક એટલે માસ્તર
-    શિક્ષક એટલે માળી
-    શિક્ષક એટલે માતા
-    શિક્ષક એટલે ટ્યુશનિયો
-    શિક્ષક એટલે ફોજદાર
-    શિક્ષક એટલે નેતા
-    શિક્ષક એટલે જ્ઞાનગંગા
-    શિક્ષક એટલે શેખચલ્લી
-    શિક્ષક એટલે દર્શક

-    શિક્ષક એટલે ફિલોસોફર....વગેરે વગેરે  

·     * સિનેકટિક્સની રચના પ્રક્રિયા :
સિનેકટિક્સ મોડેલનું માળખું ઘટકોનું રચાયેલું છે આ ઘટકો સંબંધો દર્શાવે છે. તેથી એમ કહી શકાય કે સિનેકટિક્સ મોડેલમાં ચાર પ્રકારના સંબંધોનો સમાવેશ થાય છે. જેવા કે –
1.    તરંગી સમસંબંધ (Fantasy Analogy)
2.    પ્રત્યક્ષ સમસંબંધ (Direct Analogy)
3.    વૈયક્તિક સમસંબંધ (Personal Analogy)
4.    સાંકેતિ સમસંબંધ (Symbolic Analogy)
ઉપર જે રૂપકો ‘શિક્ષક’ વિશે રજૂ થયા છે તેમાં આ ચારેય પ્રકારના સમસંબંધોના ઉદાહરણો મળી શકે તેમ છે.
>     જેમ કે, -    
-   ‘શિક્ષક એટલે શેખચલ્લી’ એ તરંગી સમસંબંધનું ઉદાહરણ છે.
-   ‘શિક્ષક એટલે માળી’ એ સાંકેતિક સમસંબંધનું ઉદાહરણ છે.
-   ‘શિક્ષક એટલે ફોજદાર’ એ વૈયક્તિક સમસંબંધનું ઉદાહરણ ગણાય.
-   ‘શિક્ષક એટલે માતા’ એ પ્રત્યક્ષ સમસંબંધનું ઉદાહરણ ગણાય.
આમ, સિનેકટિક્સ મોડલ ફોર સર્જનાત્મક વિચાર શક્તિની ખીલવણીનું માળખું.
- આ ચારેય પ્રકારના સમસંબંધોને સ્વીકારે છે માટે તે પ્રકારના વિચારો-રૂપકો કે અન્ય કોઈ અલંકારોને અવગણવાના નથી. 
·         *    સિનેકટિક્સ મોડેલની મનોવૈજ્ઞાનિક આધારશિલા:
 ગોર્ડને પોતાના આ અભિગમમાં સર્જનાત્મકતાના મનોવૈજ્ઞાનિક આધારો આ પ્રમાણે આપ્યાં છે.
  1.   રૂપક રચાના પ્રક્રિયા જોઈએ તો જાગૃત અવસ્થામાં જ રૂપક સર્જન થઇ શકે છે. એટલે કે સર્જનાત્મક વિચાર માટે વિશેષ પ્રકારે જાગૃતિ દાખવવી પડે છે. તેથી આ મોડેલે વ્યક્તિ કે વ્યક્તિઓના સમુહની ચૈતસિક (માનસિક) જાગૃતિને આધારે સર્જનાત્મકતા વિકસાવે છે. તરંગ પણ અજાગૃત અવસ્થામાં થઇ શકતો નથી.
  2.  રૂપકોની રચના કરતી વખતે બૌધ્ધિકતા કરતાં સંવેગિકતા વધુ ભાગ ભજવે છે.
દા.ત.,-
-    ‘શિક્ષક એટલે ફોજદાર’ એવું રૂપક મળ્યું તો ત્યાં બુધ્ધિ કરતાં સંવેગ-આવેગે વધુ ભાગ ભજવ્યો છે. જે શિક્ષકે અધ્યેતાના લાગણીતંત્રને છંછેડ્યુ હોય તે અધ્યેતાને શિક્ષકમાં ફોજદાર દેખાય એ સ્વાભાવિક છે. બુધ્ધિથી એ અધ્યેતા વિચાર કરે તો તે શિક્ષકને ફોજદાર ગણવા તૈયાર જ ન થાય.
-    બુધ્ધિ કરતાં લાગણીની જેમ જ તાર્કિકતા કરતાં અતાર્કિકતાનું મહત્વ વધુ છે. મનોવૈજ્ઞાનિક સંશોધનો એવું પુરવાર કરે છે કે તાર્કિકતા વિચારને નિયંત્રિત કરે છે. વિચાર પ્રવાહને એકોન્મુખી બનાવે છે.
  

-    અતાર્કિકતાના ધરાતલ પર વિચારો સ્વાતંત્ર્યથી, મુક્ત રીતે સંચરણ કરી શકે છે ને અતાર્કિકતા વિચાર પ્રવાહને એકોન્મુખી (ડાયવરઝન્ટ થીંકિંગ) બનાવે છે. તેણે પરિણામે એક જ અધ્યેતા શિક્ષક માટે માતાનું રૂપક આપે છે. ને એ જ અધ્યેતા શિક્ષક માટે જ્ઞાનગંગાનું રૂપક પણ આપે છે. ને એ જ અધ્યેતા શક્ષક માટે ટ્યૂશનિયોનું રૂપક પણ આપે છે. 
  
-    ત્રણેયની અર્થ સંકલ્પના, કાર્ય સંકલ્પના અને વ્યક્તિ અંગે વિચારીએ તો ત્રણે તદ્દન અસમાન છે.
-    માતાનું કાર્ય અને ટ્યૂશનિયાના કાર્યમાં તફાવત છે. માતા પોતાના કાર્ય માટે પૈસા નથી લેતાં જયારે ટ્યૂશનિયા લે છે.
-    આમ આ બંને પ્રકૃતિત: ભિન્ન ભિન્ન હોવાં છતાં ‘શિક્ષક’ માટે ભિન્ન રૂપકો એક જ અધ્યેતા પાસેથી મળે છે.
-    આવાં પ્રતિચારો મળવાનું કારણ એ છે કે તેમાં તાર્કિકતા કરતાં અતાર્કિકતાએ વધુ ભાગ ભજવ્યો છે.
    3. અતાર્કિકતાનો વિધેયાત્મક ઉપયોગ કરવામાં આવે તો અતાર્કિક અને સાંવેગિક પ્રક્રિયાનું  પૃથક્કરણ વ્યક્તિ કે જૂથને સર્જનાત્મકતા વધારવામાં ઉપયોગી બની શકે. અતાર્કિકતાઓનાં પાસાંઓને સમજી શકાય છે અને જાગૃતતાપૂર્વક નિયંત્રણ કરી શકાય છે.
                   આ અભિગમમાં અતાર્કિકતાને રૂપક (Metaphor) અને સમસંબંધો (Analogy) નો ઈરાદાપૂર્વક ઉપયોગ કરીન્બે નિયંત્રિત કરવામાં આવે છે.  
>       રૂપક પ્રવૃતિઓ દ્વારા સર્જનાત્મકતા જાગૃત રીતે થતી પ્રક્રિયા બને છે. તેમાં એકનો બીજાની જગ્યાએ ઉપયોગ કરીને, એક વસ્તુને વિચારની બીજી વસ્તુ કે વિચાર સાથે સરખાવીને સમાનતાનો સંબંધ સ્થાપિત કરવામાં આવે છે. આ સ્થાનપૂર્તિ (Substitution) દ્વારા અજ્ઞાતને જ્ઞાત સાથે જોડીને અથવા જ્ઞાનમાંથી નવા વિચારો (idea) ઉત્પન્ન કરીને સર્જનાત્મક પ્રક્રિયા ઉત્પન્ન કરી શકાય છે.
------------------------------

·        * સંદર્ભ સાહિત્ય :
>    અધ્યયન અધ્યાપન પ્રક્રિયા
પ્રિ. ડૉ. રવીન્દ્ર અંધારિયા
(વરિષેણ પ્રકાશન)
>   અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાનું મનોવિજ્ઞાન
ડૉ.નનુભાઈ એસ. દોંગા
           (નીરવ પ્રકાશન) 

કાર્યશિબિર નો અર્થ અને લક્ષણો

 

Que. : કાર્યશિબિર નો અર્થ અને લક્ષણો :
*  પ્રસ્તાવના :
વર્કશોપને કાર્યસત્ર, કાર્યશાળા વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ઉચ્ચશિક્ષણમાં જટિલ સમસ્યાઓના ઉકેલ માટેની આવી કાર્યશિબિરો યોજવામાં આવે છે.
* કાર્યશિબિર અર્થ :
વર્કશોપ વિશિષ્ટ પ્રકારની શક્તિવાળા વ્યવસ્થિત અભ્યાસજૂથો માટે ચર્ચાલાક્ષી અને નિર્માણલક્ષી કાર્યનિર્માણની પધ્ધતિ છે. વર્કશોપમાં જોડાતા વિદ્યાર્થી પોતાના વિષયમાં સુસજ્જ હોય છે. એટલું જ નહિ પણ તેમનામાં કાર્ય હાથ ધરવાનો કસબ/કલા/આવડત પણ હોય છે.
* વ્યાખ્યા :
એક જાણીતા ચિંતકે કાર્યશિબિર (Workshop) ની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે –
“A Workshop is a face to face primary group in which social interaction is more intimate and directly influencing social control over the individuals.” – Dr. Pritamsingh
è અન્ય એક કેળવણીકારના મંતવ્ય મુજબ –
“Workshop is defined as assembled group of ten to twenty five personswho share common interest or problem. They Meet Together is improve their individual skill of subject through intensive study, research, practice and discussion.” – Dr. R.S.Sharma
*  કાર્યશિબિરના લક્ષણો :
આ પધ્ધતિમાં.....
1.   જૂથના સભ્યોની સંખ્યા માર્યાદિત હોય છે.
2.   જૂથનાં સભ્યો માહિતી ભેગી કરવાનું, નોંધ, યાદી વગેરે તૈયાર કરવાનું, માહિતી તારવવાનું અને અન્ય નિર્માણકાર્ય કરવાનું કૌશલ્ય ધરાવતા હોય છે.
3.   કાર્યનિર્માણ અર્થે જૂથ નેતા વિધાયક (હકારાત્મક) નેતૃત્વશક્તિ  ધરાવતા હોય છે.
4.   ઘણીવાર કોઈ સમસ્યાની ઉકેલની દિશાના ક્ષેત્રમાં નિષ્ણાત એવી પથદર્શક વ્યક્તિઓ Resource Person તરીકે ઉપયોગ થાય છે.
5.   શિક્ષક એક કુશળ Foreman અર્થાત કાર્યવિદ્ તરીકે ભાગ ભજવે છે.
*   કાર્યશિબિરના ફાયદા :
1.      આ કાર્યશિબિર એ ઘણી જ વ્યવહારમૂલ્ય શિક્ષણ પધ્ધતિ છે.
2.      જૂથ સભ્યોના વ્યવસાયી કૌશલ્યોને વિકસાવે છે.
3.      સમસ્યાના ઉકેલની દિશાની સ્પષ્ટતા કરે છે.
4.      સમસ્યાના ઉકેલ માટે સાધન-સંદર્ભનું નિર્માણ કરે છે.
5.      વિદ્યાર્થીઓને મેળવેલા સૈધ્ધાંતિક જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરાવે છે.
6.      વિદ્યાર્થીઓને સર્જનનો આનંદ આપે છે.
7.      સમગ્ર અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયાને સક્રિય અને જીવંત બનાવે છે.
*   વર્ગખંડમાં આ પદ્ધતિનો વિનિયોગ કરવાની રીત :
-   વર્કશોપ એ પ્રવૃતિલક્ષી જૂથ અભ્યાસની પદ્ધતિ છે. શાળાના અભ્યાસક્રમના સંદર્ભમાં આ પદ્ધતિનો ઉપયોગ કયા અને ક્યાં વિષય મુદ્દાઓમાં થઇ શકે તે વિશે  શિક્ષક પોતાના વિદ્યાર્થીઓની શક્તિ મર્યાદાઓને  ધ્યાનમાં લઈને વિચારી શકે.
-   સામાન્ય રીતે વિદ્યાર્થી માત્ર પ્રવૃત્તિ અને સર્જનાત્મક કાર્યનો ચાહક હોવાથી કાર્ય શિબિરનો વર્ગમાં વિનિયોગ કરવાની ઘણી તકો રહે છે.
-   ઉદાહરણ:- શિક્ષકને કાર્યશિબિર પધ્ધતિ દ્વારા ધોરણ- 10માં ‘વર્તમાન ભારતની સમસ્યાઓ’ નો નિબંધ તૈયાર કરાવવો છે. આ માટે 40 વિદ્યાર્થીઓની સંખ્યાવાળા વર્ગમાં દસ-દસ વિદ્યાર્થીઓના જૂથ પાડી શિક્ષક ચારેય જૂથને નીચે પ્રમાણે કાર્ય સોંપણી કરે.
જૂથ – 1 : વર્તમાન ભારતની રાજકીય સમસ્યાઓ
જૂથ – 2 : વર્તમાન ભારતની સામાજિક સમસ્યાઓ
જૂથ – 3 : વર્તમાન ભારતની આર્થિક સમસ્યાઓ
જૂથ – 4 :  વર્તમાન ભારતની શૈક્ષણિક સમસ્યાઓ
-   ત્યારબાદ દરેક જૂથને પોતાના જૂથસભ્યોની સાથે પોતાના સોંપાયેલ વિષય પાસાં અંગેની માહિતી એકઠી કરવા સાધનો – સંદર્ભો વિશે વિચારે, ચર્ચા કરે, સામયિકો, વર્તમાનપત્રો વ્યક્તિ-મુલાકાતો વગેરે નિબંધ તૈયાર કરવામાં કઈ રીતે ઉપયોગી થાય તે નક્કી કરે,
-   વ્યક્તિગત અથવા બે–ત્રણના પ્રત્યેક જૂથ કાર્ય વહેંચણી કરે.
-   નિબંધ ઉપસાવવા આ કાર્ય અંગે પ્રત્યેક જૂથમાં હવે તેની ચર્ચા થાય.
-   મુદ્દાઓને વિશુધ્ધ રૂપ અપાય.
-   ફરીવાર બધાં જૂથો ભેગા મળે ત્યારે જૂથકાર્યનો હેવાલ જૂથનેતા દ્વારા વર્ગમાં રજૂ થાય.
-   અહીં પણ પ્રત્યેક જૂથના કાર્યની ચર્ચા લઇ શકાય.
-   અંતે દરેક વિદ્યાર્થી વ્યક્તિગત રીતે નિબંધ તૈયાર કરે.
-   ટૂંકમાં આ પધ્ધતિ દ્વારા નિબંધ તૈયાર કરવા માટે કે શબ્દયાદીઓ તૈયાર કરવા માટે વિજ્ઞાનના કોઈ પ્રયોગ માટે કે ઈતિહાસની કોઈ એક વ્યક્તિના મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓ જૂથનેતાના સલાહસૂચન પ્રમાણે વ્યક્તિગત અને સામૂહિક કાર્ય પધ્ધતિ નક્કી કરે છે.
-   માહિતીના ઉપલબ્ધ સાધનોનો યોગ્ય ઉપયોગ કરે છે.
-   ચર્ચા દ્વારા મુદ્દાઓ વિકસાવી નવીન ઉત્પાદન કરે છે.
*  સફળતા માટેની શરતો :
1.    શિક્ષકે પ્રત્યેક જૂથના નેતાની પસંદગી સાવચેતીપૂર્વક કરવી જોઈએ. પછી જે-તે જૂથને જ પોતાના નેતા પસંદ કરવાની તાલીમ આપવી જોઈએ.
2.    શિક્ષકે પ્રત્યેક જૂથને કરવાના કાર્ય અંગે પૂર્વઆયોજન વિચારી લેવું જોઈએ. જૂથ પોતે પોતાના કાર્યનું આયોજન પોતાને શિરે લઇ લે તેવી તેને પણ તાલીમ આપવી જોઈએ.
3.   પ્રત્યેક જૂથ પોતાને જોઈતી જરૂરી સાધનસામગ્રી અને સંદર્ભ સહેલાઈથી પ્રાપ્ય બને તેવી વ્યવસ્થા અગાઉથી વિચારવી પડે.
4.    જૂથનું નિર્માણકાર્ય ગુણવત્તાવાળું બને તે જરૂરી છે.
5.    દરેક જૂથ પોતાના કાર્યનું મૂલ્યાંકન કરે તે પણ જરૂરી છે.

*  શિક્ષકની ભૂમિકા :
-   શિક્ષક જૂથનેતા સાથે પૂર્વ આયોજન મુજબ ચર્ચા-વિચારણા કરી દરેક જૂથને કરવાના કાર્યથી માહિતગાર કરે છે. તેમને કાર્યના આયોજન અને અમલમાં જરૂરી સાધનસામગ્રી અંગે સહાય અને દિશાસૂચન કરે છે.
-   તેમનાં તમામ કાર્યનું સતત મૂલ્યાંકન કરે છે અને પ્રત્યેક જૂથ તેમની મૂંઝવણમાં યોગ્ય દિશાસૂચન કરે છે.
*  ઉપસંહાર :
આપણે ઉપરોક્ત કાર્યશિબિર પદ્ધતિમાં તેનો અર્થ, વ્યાખ્યા/સંકલ્પના તેમજ યોગ્ય લાક્ષણિકતાઓ અને વર્ગખંડના વિનિયોગની ચર્ચ કરી., સાથે સાથે તેનો સફળતા માટેની શરતો ત્યારબાદ તેમાં શિક્ષકની ભૂમિકા જોઈ જે યોગ્ય હતી.
*·   સંદર્ભ સાહિત્ય :
> શિક્ષણમાં પ્રવર્તમાન પ્રશ્નો અને પ્રવાહો
લેખક : ડૉ. જગદીશભાઈ આર. મહીડા
(વારીષેણ પ્રકાશન)
> અધ્યાપનમાં માહિતી અને પ્રત્યાયન પ્રોદ્યોગિકી
લેખક : પ્રિ. નટુભાઈ રાવળ
        ડૉ. આર.એસ.પટેલ
(નીરવ પ્રકાશન )


अनुदेशन प्रक्रिया एवं सोपान

 Que. : अनुदेशन प्रक्रिया एवं सोपान :


* प्रस्तावना :
अनुदेशन पद के अंतर्गत शिक्षण कि प्रक्रिया का वर्णन किया जाता है। शिक्षण के उद्देश्य और छात्र के पूर्वज्ञान को दृष्टि में रखते हुए शिक्षण कि विधियों, प्रविधियों अथवा व्यूहों कि रचना कि जाती है। जो कुछ भी पढ़ना अथवा सीखना होता है। उसे प्रस्तुत करना ही अनुदेशात्मक प्रक्रिया है।
* अनुदेशन का अर्थ :
अनुदेशन शब्द का साधारण भाषा में अर्थ है – सूचाना देना अथवा आज्ञा देना। अनुदेशन को अंग्रेजी में Instruction कहते है। अनुदेशन शब्द का वास्तविक रूप हमे कक्षा शिक्षण में मिलता है। कक्षा शिक्षण के समय अध्यापक विषय को छात्र तक पहुँचाने के लिए जो क्रिया करता है, उसे अनुदेशन कहते है। दूसरे शब्दों में, अनुदेशन शिक्षक तथा शिक्षार्थी के मध्य पाठ्यक्रमीय ज्ञान के आदान-प्रदान कि क्रिया है।

* अनुदेशन की भाषा :

--> एस.एम्.कोरे (S.M.Corey):- “अनुदेशन एक पूर्वनियोजित शैक्षिक प्रक्रिया है जिसमे शिक्षार्थी के वातावरण को इस प्रकार नियंत्रित किया जाता है कि विशिष्ट परिस्थितियों में वह इच्छित व्यवहार को प्रदर्शित कर सकें।”

--> गेट्स (Gates) :- “अनुदेशन वह प्रक्रिया है, जो शिक्षार्थी को कुछ उदेश्यों की ओर प्रभावित करती है।”

* अनुदेशन प्रक्रिया :
अनुदेशन की प्रक्रिया में कम से कम व् किसी न किसी प्रकार से एक प्रकार का वार्तालाप चलता है जिसका उद्देश्य तर्क देना, प्रमाणों की सत्यता बताना, उपयुक्तता सिध्ध करना, व्याख्या करना, निष्कर्ष निकालना आदि आते है, जिसमे समय - सीमा, उपलब्ध साधन और पाठ्यक्रम को ध्यान में रखते हुए उदेश्यों का निर्धारण किया जाता है। उदेश्यों को प्राय: व्यवहारगत परिवर्तनों के रूप में लिखा जाता है। ये उद्देश्य यदि प्राप्त हो जाते है, तब इसका अर्थ यह है कि अनुदेशन के पश्चात शिक्षार्थी इन व्यवहारों को प्रदर्शित कर सकेगा। अनुदेशन व्यवहारगत परिवर्तन पर आधारित होता है इसमें दो प्रकार के व्यवहार पर बल दिया जाता है :

(अ) न्यूनतम आवश्यक व्यवहार –यह व्यवहार विषयवस्तु को सीखने के लिए आवश्यक पूर्वज्ञान से सम्बन्धित है।

(ब) अंतिम व्यवहार –जिन्हें शिक्षार्थी विषयवस्तु को सीखने के प्रमाणस्वरूप प्रदर्शित करता है।
अनुदेशन देने से पूर्व जिन छात्रों को अनुदेशित किया जाना है, उनकी मानसिक योग्यता तथा सामाजिक – आर्थिक स्टार का ज्ञान भी प्राप्त कर लेना आवश्यक है।

* अनुदेशन के सोपान [Steps of Instruction] :
अनुदेशन में प्रयुक्त कि जानेवाली किसी भी प्रणाली जैसे,- व्याख्यान, प्रदर्शन, सामान्य शिक्षण आदि में निम्नलिखित अनुदेशन के सोपान का अनुसरण किया जाना चाहिए :

1. उदेश्यों का निर्धारण : अनुदेशन के उद्देश्य स्पष्ट एवं सुनिश्चित होना चाहिए तथा प्रशिक्षणार्थियों द्वारा प्रशंसनीय होना चाहिए।

2. तैयारी : अनुदेशन की प्रभावशीलता इस बात पर निर्भर करती है कि अनुदेशन की तैयारी कैसी की गई है, क्योंकि पूर्व सुनियोजित तैयारी ही अधिगमकर्ता (Learner) को सीखने में सहायता प्रदान करती है।

3. प्रस्तुतिकरण : अनुदेशन कि भूमिका एक निर्माता, प्रबंधक, अभिनेता, प्रोत्साहक आदि अनेक रूप में होती है, अत: अनुदेशक को प्रस्तुतिकरण करते समय अत्यंत सावधानी बरतनी पड़ती है।

4. सम्प्रेषण : अनुदेशक के द्वारा अभिव्यक्त किए गए विचार छात्रों तक भली-भांति पहुँचने चाहिए।

5. आत्मिकरण : संप्रेषित विचारों को छात्रों द्वारा आत्मसात किया जाना चाहिए, ताकि अनुदेशक छात्रों में विश्वास जागृत कर, उनके लिए प्रेरणा का स्तोत्र बन सकें।

6. मूल्यांकन : मूल्यांकन के द्वारा छात्रों की कमजोरियों को ज्ञात कर उनके निवारणार्थ ऊपर किया जा सकता है।

7. पृष्ठपोषण [feed-back] : जो भी पाठ विद्यार्थीयों को पढाया जाये, उसमे उनके द्वारा की गई त्रुटियों व उपलब्धियो का ज्ञान अनुदेशक द्वारा करवाया जाना चाहिए।

* सारांश : उपरोक्त सभी अनुदेशन के सोपान और प्रक्रिया से यह स्पष्ट होता है कि अनुदेशन एक कक्षा शिक्षण में चलने वाली प्रक्रिया है जिसे व्यवस्थित रूप से कक्षा में शिक्षक द्वारा प्रयुक्त किया जाता है।

--------------------------

* सन्दर्भ साहित्य :--> हिन्दी का अध्ययन
लेखक : डॉ. रविन्द्र अन्धारिया
प्रकाशन – वारिषेण प्रकाशन

માર્ગદર્શન, જરૂરિયાત, અને સિધ્ધાંત

 Que : માર્ગદર્શન, જરૂરિયાત, અને સિધ્ધાંત :


* માર્ગદર્શન * 

* પ્રસ્તાવના :- 

માનવ વિકાસ ની સાથે-સાથે માર્ગદર્શનની જરૂરિયાત જણાતાં ભારત, ઇંગ્લેન્ડ, અમેરિકા વગેરે જેવા દેશોમાં વિવિધ સ્વરૂપે માર્ગદર્શન આપવાની વ્યવસ્થા ઊભી થઇ છે.

- ભારતમાં માર્ગદર્શન અને સલાહદર્શન ક્ષેત્રમાં વિકાસને બળ પૂરું પાડીને રાજ્યોમાં શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન સંસ્થાઓ સ્થાપવામાં પ્રોત્સાહિત કર્યા.

- આ સંસ્થાઓનો મુખ્ય ધ્યેય શાળાએ જતાં બાળકો તથા નોકરી શોધતા લોકોને શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન આપવાનું હતું.

- આમ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, યુનિવર્સીટીઓ અને ખાનગી સંસ્થાઓએ માર્ગદર્શન અને સલાહ પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક, વ્યવસાયિક અને વૈયક્તિક સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થવા માટેની જુદાં-જુદાં સમયે શરૂઆત કરવામાં આવી.


* માર્ગદર્શનનો અર્થ :

--> ક્રો એન્ડ ક્રો (1968) ના જણાવ્યા પ્રમાણે –

“ માર્ગદર્શન એ વિદ્યાર્થીઓના વિકાસને ઉત્તેજન આપવા અને તેઓને પ્રબળ, આરોગ્યપ્રદ અનુકૂલન અને તેઓની શક્તિઓને અનુરૂપ મહત્તમ સિધ્ધિઓના સાક્ષાત્કાર માટે મદદ કરવા માટે શાળા પર્યાવરણના અવિભાજિત અંગ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવેલ વિશેષ સેવાઓનો સમૂહ છે....તે એક દૃષ્ટિબિંદુ છે કે જેમાં બાળકો પ્રત્યે હકારાત્મક વલણનો સમાવેશ થાય છે અને તે એ બાબતનો સાક્ષાત્કાર કરે છે કે, તે તરુણોના શિક્ષણના તમામ અન્ય તબક્કાઓને પૂરક, પ્રબળ અને વધુ અર્થપૂર્ણ બનાવનાર છે.”

* માર્ગદર્શનની સંકલ્પના/વ્યાખ્યા :

- “Guidance is a process through which an individual is able to solve his problems and pursue a path suited to his abilities and aspiration.”

- અર્થાત “માર્ગદર્શન એ એક પ્રક્રિયા છે જેમાં વ્યક્તિને તેના પર્યાવરણ સાથે સારી રીતે અનુકૂલિત થવામાં મદદરૂપ થાય તેવા ઇચ્છનીય કૌશલ્યો વિકસાવવા માટેની સંખ્યાબંધ સેવાઓનો સમાવેશ થાય છે.” - સ્મિથ (1951)

* માર્ગદર્શનની જરૂરિયાત :

શૈક્ષણિક પર્યાવરણમાં કેટલીક એવી પરિસ્થિતિઓ છે કે જેમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેવાઓ જરૂરી બને છે. શાળાઓ અને કોલેજોની મુખ્ય ભૂમિકા શિક્ષણ આપવાની રહી છે. પરંતુ માત્ર સારું વિષય શિક્ષણ આપવાની બાળક કે યુવાનનો સંપૂર્ણ અને સમતુલિત વિકાસ થાય તેવું માની શકાય નહીં. સામાજિક વિકાસ અને પરિવર્તન સાથે સંબંધિત ઘણાં પરિબળો છે જે શાળા-કૉલેજ કક્ષાએ માર્ગદર્શન સેવાઓની જરૂરિયાત ઊભી કરે છે. આવાં કેટલાંક પરિબળો અને પરિસ્થિતિઓની ચર્ચા અત્રે કરવામાં આવી છે.

1. શિક્ષકની મુખ્ય જવાબદારી અધ્યયનની છે. શિક્ષક ની આ જવાબદારી ને કારણે તેની પાસે તરુણોના અધ્યયન સિવાયના પ્રશ્નોને ઉકેલવામાં મદદ કરવા સમય અને શક્તિ બચતા નથી. તરુણોના સામાજિક અનુકૂલન અને સુગ્રથિત વ્યક્તિત્વ વિકાસ સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે સક્ષમ સલાહદર્શનની સેવાઓ અને યોગ્ય સુવિધાઓ જરૂરી બને છે.

2. તરુણાવસ્થા એ સંવેગોની અવસ્થા છે. આથી તરુણોની સંવેગિક જરૂરિયાત સંતોષવામાં મદદ કરાવી જરૂરી છે. આ સમય દરમિયાન પ્રેમની જરૂરિયાત, સ્વીકૃતિ, મોભો, કદર વગેરેની યોગ્ય માવજત અને પરિપક્વતા માટે યોગ્ય માર્ગદર્શન જરૂરી બને છે.

3. વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસના કારણે વ્યવસાયોનું વૈવિધ્ય અને સંકુલતા વધ્યા છે. આથી કાર્યના જગતમાં સતત પરિવર્તન પામી રહેલ અને વિશાળ બની રહેલી વ્યવસાયિક તકો સાથે પોતાની શક્તિઓ અને અભિરુચીઓને બંધબેસતા કરવા તરુણોને માર્ગદર્શન જરૂરી બન્યું છે.

4. વ્યક્તિ પોતાના સમગ્ર જીવન દરમિયાન સતત વ્યવસાયિક વિકાસ સાધે છે. આ પ્રક્રિયા દરમિયાન વ્યક્તિ વૃધ્ધિ, શોધ, જાળવણી અને ક્ષીણતા જેવા તબક્કાઓમાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા બરાબર થાય તે માટે તેને પોતાની ક્ષમતાઓ અને વ્યવસાય જગતનો પરિચય યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરાવવો જોઈએ.

5. અત્યારે શાળા-કૉલેજોમાં ભિન્ન સામાજિક, આર્થિક, જાતીય અને ધાર્મિક ભૂમિકાવાળા બાળકો અભ્યાસ કરે છે. તેઓ માનસિક શક્તિ, સામાજિક પરિપક્વતા, અભિરુચિ તરેહ વગેરેમાં ભિન્નતા ધરાવે છે. આથી આવાં બાળકોની વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં લેવામાં આવે તો જ તેઓ પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે પ્રગતિ સાધી શકે.

6. વર્ષ 1997 ના શિક્ષિત બેરોજગારી અંગેના આંકડાઓ દર્શાવે છે કે એન્જિનિયરીંગ જેવા ટેકનીકલ ક્ષેત્રમાં પણ 30 ટકા જેટલી બેરોજગારી છે. તેના પરથી અન્ય વિદ્યાશાખાઓના સ્નાતકો કે અનુસ્નાતકોની બેરોજગારીના પ્રમાણ વિષે શી સ્થિતિ હશે તેનો અંદાજ આવી જય છે. આ પરિસ્થિતિ સૂચવે છે કે રોજગાર અને શિક્ષણ વચ્ચે સુસંગતતા નથી. આથી આ વિસંગતતા દૂર કરવા અને માનવ શક્તિનો સાચો ઉપયોગ થાય માટે માર્ગદર્શન જરૂરી છે.

7. ઔદ્યોગિકરણ અને શેહરીકરણને કારણે સમજ વ્યવસ્થામાં ઝડપથી પરિવર્તન થઇ રહ્યું છે. બદલાયેલી સમાજ વ્યવસ્થા જુદી જુદી વ્યક્તિઓના વિચારો તેમ જ એક જ વ્યક્તિના વિચારોમાં ઘર્ષણ ઊભા થાય છે. તેમાંથી બચવા તેને સમતોલ વિચારક બનાવવા માટે માર્ગદર્શન જરૂરી બન્યું છે.

* માર્ગદર્શનના સિધ્ધાંતો :

માર્ગદર્શન એ ચોક્કસ સિધ્ધાંતો પર આધારિત વ્યવસાયિક પ્રવૃત્તિ છે.આ સિધ્ધાંતો મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, શિક્ષણ અને સામાજિક શાસ્ત્રો સંબંધિત વિદ્યાશાખાઓમાંથી નિષ્પન્ન થયેલ છે. માર્ગદર્શન સેવાઓ હાથ ધરનારાઓએ નીચેના સિધ્ધાંતોને ધ્યાનમાં લેવા જોઈએ.

1. માર્ગદર્શન એ એક એવી પ્રક્રિયા છે જે બાળક શાળામાં પ્રવેશ મેળવે ત્યાંથી શરૂ થાય છે અને તે ઔપચારિક શિક્ષણ મેળવે ત્યાં સુધી ચાલુ રહે છે.

2. માર્ગદર્શન બાળકના સમગ્ર વિકાસને સ્પર્શે છે. તે માત્ર પસંદગી માટેનું માર્ગદર્શન નથી; પરંતુ તે વિકાસનું માર્ગદર્શન છે. અર્થાત તે બાળકોના શારીરિક, માનસિક, સામાજિક અને સાંવેગિક વિકાસ પ્રતિ અભિમુખ હોય છે.

3. માર્ગદર્શક માર્ગદર્શન કાર્યક્રમોનાં આયોજન અને અમલમાં માંનોવીગ્યાનીકો, આમાજીક કાર્યકરો, વિષય શિક્ષકો, વ્યવસ્થાપકો, અન્ય શૈક્ષણિક ધંધાદારીઓનો સહકાર મેળવે છે.

4. માર્ગદર્શન કાર્યક્રમ બાળકની નિર્ણય લેવાની અને આયોજન કરવાની શક્તિ અને અધિકારનો સ્વીકાર કરે છે.

5. માર્ગદર્શન કાર્યક્રમ પ્રત્યેક બાળકના મહત્વ અને મોભાનો સ્વીકાર કરે છે અને માન આપે છે.

6. માર્ગદર્શન પ્રત્યેક બાળક માટે છે. સામાન્ય માન્યતા એવી છે કે જેમને ગંભીર સમસ્યા હોય તેબા બાળકોને જ માર્ગદર્શન આપવું જોઈએ; આથી દરેક બાળકને મદદરૂપ બને તેવી ક્ષમતા ધરાવતા અનુભવો પૂરા પાડવા જોઈએ.

7. માર્ગદર્શન આપવામાં અને વૈયક્તિક માહિતીનો ઉપયોગ કરવામાં નૈતિક ધોરણો જાળવવા જોઈએ.

8. માહિતી અનાત્મલક્ષી રીતે મેળવવી જોઈએ અને અનાત્મલક્ષી રીતે જ ઉપયોગમાં લેવી જોઈએ. અર્થાત માર્ગદર્શકે માહિતી એકત્ર કરવામાં અને ઉપયોગ કરવામાં વૈજ્ઞાનિક વલણ દાખવવું આવશ્યક છે.

9. માર્ગદર્શન કાર્ય માટે કેટલીક ક્ષમતાઓ જરૂરી છે. પર્યાપ્ત તાલીમ, યોગ્ય અનુભવો અને યોગ્ય વ્યક્તિત્વ લક્ષણો એ બધી માર્ગદર્શકની પાયાની જરૂરિયાતો છે.

*************